SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫ તો પણ=પૂર્વે કહ્યું તેવા કષ્ટ વિહારી એકાકી સાધુ સર્વથા વિરાધક છે તોપણ, સર્વ એકાકીવિહારીઓને સદશ પરિણામ નથી. એથી જે એકાકીવિહારી અતિક્રૂર પરિણામવાળા નથી, પરંતુ મૃગપર્ષદા અંતર્ગત એવા સાધુનું અપવાદાદિ ભીરુપણું હોવાને કારણે જ જેમ મૃગલાઓ અત્યંત ભયસ્વભાવવાળા હોય છે તેવા મૃગલાઓના સમુદાયમાં રહેનારા એવા સાધુનું અપવાદિક ભિક્ષાદિના દોષનું સેવન કરવાથી પોતાનું સંયમ નાશ પામશે એ પ્રકારના ભીરુપણાને કારણે જ, તેવા પ્રકારના કર્મના વશથી ગચ્છવાસનું ભીરુપણું હોવાથી જ શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થને સ્પર્શી શકે તેના બાધક એવા કર્મના વશથી ગચ્છવાસમાં વિરાધના થશે એ પ્રકારની બુદ્ધિથી ભીરુપણું હોવાથી જ, એકાકીપણું સંપન્ન છે. અને સૂત્રરુચિ નિવૃત્ત નથી=ભગવાને કહેલા સંયમાનુસાર આચરણા કરવાની રુચિ નિવૃત્ત નથી, તેનીeતેવા એકાકી સાધુની, સ્વમતિ અનુસારથી સદા પ્રવૃત્તિ હોવાને કારણે ગીતાર્થને પરતંત્ર વગર સ્વમતિ અનુસારથી હંમેશાં સંયમની પ્રવૃત્તિ હોવાને કારણે, ઘણા અજ્ઞાનકષ્ટમાં પડે છે, પરંતુ કંઈક ક્યારેક પરિણામવિશેષના વશથી આગમાનુપાતી પણ થાય છે=અજ્ઞાનમાં ઘણું પડવા છતાં કોઈક ક્રિયા સદા નહિ, પરંતુ ક્યારેક પ્રકૃતિભદ્રક પરિણામને કારણે મોક્ષને અનુકૂળ એવી કોઈક પરિણતિની નિષ્પત્તિનું કારણ બને તેવી આગમાનુપાતી પણ થાય છે. તે કેટલાક એકાકીવિહારી સાધુઓને ઘણો અશુભ ભાવ થવા છતાં કંઈક આગમાનુપાતી પણ ભાવ થાય છે તે, ઉપદેશમાલામાં કહેવાયું છે – “અપરિચ્છિન્ન ઋતનિકષવાળા=શ્રુતજ્ઞાનના પારમાર્થિક તાત્પર્યને નહીં સ્પર્શનારા, કેવલ અભિન્નસૂત્રચારી એવા સાધુનું સૂત્રોના શબ્દથી પ્રાપ્ત થતા સામાન્ય અર્થાનુસાર બાહ્ય ચારિત્રના આચારોને કરનારા સાધુનું, સર્વ ઉદ્યમથી પણ કરાયેલું ઘણું અજ્ઞાન તપમાં પડે છે.” આવી વૃતિ–ઉપદેશમાલાના ઉદ્ધરણની વૃત્તિ, યથાથી બતાવે છે – “અપરિનિશ્ચિત=સમ્યમ્ અપરિચ્છિલ, કૃતનિક=આગમનો સદ્ભાવ છે જેના વડે તે તેવા છે=અપરિચ્છિન્નકૃતનિકષવાળા છે, તેનું. વળી, તે અપરિચ્છિન્નથુતનિકષવાળા કેવા છે ? તે બતાવે છે – કેવલ અભિ=અવિવૃતાર્થવાળું, જે સૂત્ર અર્થાત્ વિશિષ્ટ વ્યાખ્યાન રહિત સૂત્રમાત્ર, તેનાથી આચરણા માટે=વિશિષ્ટ વ્યાખ્યાન રહિત સૂત્રમાત્રથી આચરણા માટે તેના અનુસાર અનુષ્ઠાન કરવા માટે, ધર્મ છે જેનો=યત્ન છે જેનો, તે અભિન્નસૂત્રમાત્રચારી, તેવા સાધુનું સર્વ ઉદ્યમથી પણ સૂત્રના વચનાનુસાર પૂર્ણ શક્તિ અનુસાર કરાયેલા યત્નથી પણ કરાયેલું અનુષ્ઠાન, પંચાગ્નિસેવનાદિરૂપ અજ્ઞાનતામાં બહુ પડે છે. થોડું જ આગમાનુસારી થાય છે–તેઓની સંયમની આચરણા થોડી જ આગમાનુસારી થાય છેકેમ કે વિષયવિભાગના વિજ્ઞાનથી શૂન્યપણું છે.” જો કે સ્વમતિથી પ્રવર્તનારા સાધુને ઘણાક્ષરત્યાયથી પ્રાપ્ત કંઈક શુદ્ધ પણ કૃત્ય આગમાનુસારી નથી અન્યથા વિહતવોને પણ તેની આપત્તિ છે. તો પણ શુદ્ધ ક્રિયાજન્ય નિર્જરાના પ્રતિબંધક
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy