SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ संमतमिति यत्किञ्चिदेतत् । एवकाराद्यध्याहारेण वृत्तिसङ्घटना तु वृत्तिकृदभिप्रायेणैव विरुद्धा, 'अन्यत्र न सुन्दरं' इत्यस्यार्थस्य वृत्तिकृदनभिप्रेतत्वात्, उदितानुदितयोरकरणनियमयोरभेदेन भणनं च यद्युदितस्याकरणनियमस्यावज्ञा तयॊदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्तदा तद्भेदवर्णनमपि सामान्याकरणनियमावज्ञा तदभेदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्, न हि तभेदमेव भगवान् वदति नत्वभेदमित्येकान्तोऽस्ति, भेदाभेदवादित्वात्तस्य, इति वक्रतां परित्यज्य विचारणीयं परगुणद्वेष एव भगवतामवज्ञा' इति । एतदर्थसमर्थनायैव हि 'सर्वप्रवादमूलं द्वादशाङ्ग रत्नाकरतुल्यं' इत्यत्र 'उदधाविव' इत्यादिसंमतितयोद्भावितं वृत्तिकृता । ટીકાર્ય : તથાપિ વૃત્તિવૃત્તાં તોપણ=પૂર્વપક્ષીનું અખિલ વચન અસંગતતર છે તોપણ ત્યાં પૂર્વપક્ષીના વચનમાં, કંઈક કહેવાય છે પૂર્વપક્ષીએ કરેલા કથનમાં પરસ્પર જે અસંબદ્ધતા છે, તે અસંબદ્ધતા કંઈક કહેવાય છે, સંતાનના ભેદની અવિવાથીeતે તે વ્યક્તિમાં રહેલ દ્વાદશાંગ પરસ્પર ભિન્ન હોવા છતાં તેના ભેદની વિવક્ષા કર્યા વગર, સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન દ્વાદશાંગ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી દ્વારા ગ્રહણ કરાય છે તે શુદ્ધ જ્ઞાન જ છે ? કે જ્ઞાન-અજ્ઞાત સાધારણ છે ? એ પ્રકારે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને પ્રશ્ન કરે છે. આદ્ય વિકલ્પમાં=સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગી શુદ્ધજ્ઞાન જ છે એ વિકલ્પમાં, તેના સર્વપ્રવાદમૂલત્વની જ અનુપપત્તિ છે; કેમ કે શુદ્ધાશુદ્ધ એવા તે બેના એકપણાનો અયોગ છે સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન શુદ્ધ છે અને સર્વ પ્રવાદો અશુદ્ધ છે તેમ સ્વીકારવામાં આવે તો તે બેના એક્યનો અયોગ છે, અને અંત્યમાં=બીજા વિકલ્પમાં, સંગ્રહાયના આશ્રયણથી સર્વ જીવોમાં શક્તિરૂપે રહેલ દ્વાદશાંગી છે તે સર્વ દ્વાદશાંગીનો સંગ્રહ કરે તેવા નયના આશ્રયણથી, દ્વાદશાંગસામાન્ય સર્વ જીવોમાં વર્તતું સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનરૂપ દ્વાદશાંગી સામાન્યનું, વસ્તુતઃ સર્વનય પ્રવાદાત્મકત્વ સિદ્ધ થયે છતે પણ વ્યક્તિના અનુપસંગ્રહની આપત્તિ છે તે તે વ્યક્તિરૂપે ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલ દ્વાદશાંગીના અનુપસંગ્રહની આપત્તિ છે. કેમ વ્યક્તિના અનુપસંગ્રહની આપત્તિ છે ? તે સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે જુદા જુદા જલમાં ઉત્પન્ન થયેલાં કમળો કમળપણાથી કહેવાય છે, તે પ્રમાણે જલ સર્વકમળોનું ઉત્પાદક છે એ પ્રમાણે પણ વ્યવહાર થતો નથી અર્થાત્ કેટલાંક કમળો જળ વગર ઉત્પન્ન થનારાં છે. તેથી જલ સર્વ કમળોનું ઉત્પાદક છે એ પ્રમાણે વ્યવહાર થતો નથી. એ રીતે જ સર્વપ્રવાદમૂળ દ્વાદશાંગ છે એ પ્રમાણે પણ થાય નહિકદ્વાદશાંગરૂપ વ્યક્તિનો અનુપસંગ્રહ હોવાથી સર્વપ્રવાદનું મૂળ દ્વાદશાંગ છે એ પ્રમાણે પણ થાય નહિ. અને જો એક વચનથી પણ વ્યક્તિનો
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy