SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ પૂર્વપક્ષીનું કથન નિર્મુલ કેમ છે? તેમાં યુક્તિ આપે છે – અન્યદર્શનકારોએ કહેલા અકરણનિયમની અવજ્ઞાના પરિવાર માટે ઉપદેશપદમાં “સવ્વપાયમૂલઇત્યાદિ ગાથાનો ઉપન્યાસ કરેલો છે અને પૂર્વપક્ષીએ કલ્પના કરેલો ભાવ તેનાથી વિપરીત છે, માટે પૂર્વપક્ષીનું કથન નિર્મુલ છે. વળી પૂર્વપક્ષીનું કથન અસંગતતર કેમ છે ? તેમાં હેતુ કહે છે – જે પ્રકારે પૂર્વપક્ષીએ અન્યદર્શનના અકરણનિયમના વર્ણનને અને જૈનદર્શનના અકરણનિયમના વર્ણનને ભેદરૂપે બતાવ્યું તેમ સ્વીકારવાથી ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે પૂર્વપક્ષીનું કથન અસંગતતર અહીં પ્રશ્ન થાય કે પૂર્વપક્ષીના વચનાનુસાર જૈનદર્શનના અકરણનિયમના વર્ણનને અને અન્યદર્શનના અકરણનિયમના વર્ણનને ભિન્ન સ્વીકારીએ તો ભગવાનની અવજ્ઞા કેમ થાય ? તેમાં હેતુ કહે છે – જિનવચનના અકરણનિયમ કરતાં અન્યદર્શનના અકરણનિયમો ભિન્ન પ્રકારના છે માટે સુંદર નથી. તેમ બતાવવા માટે અન્યના અકરણનિયમોની અવજ્ઞા કરવી એ જ ન્યાયરૂપ છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે. પરંતુ ઉપદેશપદમાં તો અન્યના કિરણનિયમની અવજ્ઞાના પરિવાર માટે પ્રસ્તુત ગાથા કહી છે; કેમ કે ભદ્રકપ્રકૃતિવાળા જીવો અન્યદર્શનના અકરણનિયમના સેવનથી પણ પાપની નિવૃત્તિ કરીને તત્ત્વ તરફ જનારા છે. આથી તાલીતાપસે અન્યદર્શનના આચારો સેવીને જ ઇન્દ્રપદવીને પ્રાપ્ત કરેલ છે. તેથી સર્વજ્ઞના વચનાનુસાર અન્યદર્શનના પાપઅકરણનિયમ છે એમ ફલિત થાય છે અને તેની અવજ્ઞા કરવામાં આવે તો સર્વજ્ઞની અવજ્ઞાનો પ્રસંગ છે. દઢ દૃષ્ટિરાગથી વિલુપ્ત બુદ્ધિવાળો કોઈક પૂર્વપક્ષી “સર્વપ્રવાદમૂલ'નો અર્થ ઉપદેશપદના ટીકાકારે જે રીતે કર્યો છે તેમાં અસંગતિ ઉભાવન કરીને અન્ય પ્રકારે કરે છે. તે પૂર્વપક્ષીનું વચન સંગત નથી તેમ અત્યાર સુધી બતાવ્યું. હવે ‘તથાપિ'થી તે પૂર્વપક્ષીના વચનમાં શું અસંબદ્ધતા છે ? તે બતાવતાં કહે છે – ટીકા : तथाऽपि तत्र किञ्चिदुच्यते - द्वादशाङ्गं हि सर्वोत्कृष्टश्रुतज्ञानं सन्तानभेदाविवक्षया गृह्यते, तच्छुद्धज्ञानमेव ज्ञानाज्ञानसाधारणं वा? आये तस्य सर्वप्रवादमूलत्वानुपपत्तिः, शुद्धाऽशुद्धयोरैक्यायोगाद् । अन्त्ये च संग्रहनयाश्रयणेन द्वादशांगसामान्यस्य वस्तुतः सर्वनयप्रवादात्मकत्वसिद्धावपि व्यक्त्यनुपसङ्ग्राहापत्तिः । न हि यथा नानाजलोत्पन्नानि जलजानि जलजत्वेनोच्यन्ते तथा 'जलं सर्वजलजोत्पादकमित्यपि व्यवहारः क्रियते, एवमेव हि 'सर्वप्रवादमूलं द्वादशाङ्गम्' इत्यपि न स्यात् । यदि चैकवचनेनापि व्यक्त्युपसंग्रहः क्रियते, भेदविवक्षयैव च मिथ्यादृशां द्वादशाङ्गमत्यल्पक्षयोपशमात्मकं सर्वांशक्षयोपशमशुद्धसम्यग्दृष्टिद्वादशाङ्गरत्नाकरापेक्षया बिन्दुतुल्यं व्यवस्थाप्यते
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy