SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ ૨૦૫ શિકારી આદિનું ફલથી અશુભ જ છે; કેમ કે હિંસાદિ દ્વારા દુર્ગતિનો હેતુ છે. આમ છતાં તે બંને મનુષ્યપણાને સમાન કહેવાથી સંયમી સાધુના મનુષ્યપણાની અવજ્ઞા થાય છે અને તેના કારણે ભગવાનની જ અવજ્ઞા થાય છે; કેમ કે ભગવાને બંનેના મનુષ્યપણાને સમાન કહ્યા નથી તેમ સમ્યગ્દષ્ટિ દ્વારા સેવાયેલા અકરણનિયમને અને મિથ્યાદષ્ટિ દ્વારા સેવાયેલા અકરણનિયમને સમાન કહેવાથી ભગવાનની જ અવજ્ઞા પ્રાપ્ત થાય છે. વળી અનુભવથી પણ પોતાના કથનને સ્પષ્ટ કરે છે જેમ લક્ષણથી યુક્ત અને લક્ષણ રહિત મણિને સમાન કહેવાથી લક્ષણયુક્ત મણિની અવજ્ઞા થાય છે અને લક્ષણયુક્ત મણિની અવજ્ઞા કરવાથી તેના પરીક્ષકની પણ અવજ્ઞા થાય છે, તેમ અન્યદર્શનના અકરણનિયમને અને સર્વજ્ઞે કહેલા અકરણનિયમને સમાન કહેવાથી સર્વજ્ઞ કથિત અકરણનિયમની અવજ્ઞા થાય છે અને તેના દ્વારા સર્વજ્ઞની અવજ્ઞા થાય છે. માટે અન્યદર્શનમાં અકરણનિયમને સેવનારા બાલતપસ્વીને દેશારાધક સ્વીકારવાથી સર્વજ્ઞની અવજ્ઞા થાય છે જે અનંતસંસારનો હેતુ છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ટીકા ઃ तदिदमखिलमकाण्डतुण्डताण्डवाडम्बरमात्रं, अनुपपत्तेरेवाभावात्, द्वादशाङ्गस्य विधिनिषेधविधया स्वसमयपरसमयप्रज्ञापनाविधया वा शुभाशुभसर्वप्रवादमूलत्वे दोषाभावात्, न चाशुभानामपि प्रवादानां ततः प्रवृत्तेस्तन्मूलकतयोपादेयताप्रसङ्गः, तज्जन्यप्रतिपत्तिविषयत्वरूपस्य तन्मूलकत्वस्यो - पादेयत्वाप्रयोजकत्वात्, जिनवचनविहितत्वस्यैवोपादेयतायां तन्त्रत्वात्, सर्वेषामपि परवादानामवज्ञाकरणे च न जिनावज्ञाऽभ्युपगम्यते, किन्तु तद्गतसुन्दरप्रवादानामेव, इति 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामवज्ञायां जिनावज्ञाऽऽपादनमसङ्गतमेवेति, ततो भावान्तरकल्पनं निर्मूलकमेवाऽसङ्गततरं च, अन्योक्ताकरणनियमावज्ञापरिहारार्थं प्रकृतगाथोपन्यासात्परकल्पितभावस्य च तद्विपरीतत्वात्, तदनुसारेणोभयाकरणनियमवर्णनाभेदे भगवदवज्ञाप्रसङ्गात्, तद्भेदव्यक्तयेऽन्याकरणनियमवर्णनावज्ञाया एव न्याय्यत्वप्रसङ्गादिति । ટીકાર્ય : तदिदमखिल ચાવ્યત્વપ્રસાવિતિ । તે આ અખિલ=દૃષ્ટિરાગથી વિલુપ્ત બુદ્ધિવાળા કોઈકે ‘સર્વપ્રવાદમૂલ’ ગાથાનો અર્થ ટીકાકારથી અન્ય રીતે કર્યો તે આ અખિલ, અકાંડતુંડતાંડવના આડંબરમાત્ર છે=અકાળે પ્રચંડ તાંડવ કરનારા મેઘના આડંબરમાત્ર છે; કેમ કે અનુપપત્તિનો અભાવ છે=ટીકાકારશ્રીએ કરેલા અર્થમાં અનુપપત્તિનો અભાવ છે. કેમ અનુપપત્તિ નથી ? તેમાં હેતુ કહે છે – દ્વાદશાંગીના=સર્વજ્ઞે કહેલી દ્વાદશાંગીના, વિધિ-નિષેધ પ્રકારથી અથવા સ્વસમય-પરસમય પ્રજ્ઞાપનાના પ્રકારથી શુભાશુભ સર્વપ્રવાદના મૂલપણામાં દોષાભાવ છે. અને જિનવચનથી અશુભ પણ પ્રવાદોની
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy