SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૮, ૧૯ થયેલા સામાયિકના પરિણામને સતત અતિશય-અતિશયતર કરનારા હોવાથી શીળસંપન્ન અને શ્રુતસંપન્ન છે. માટે સર્વઆરાધક છે. (૪) સર્વવિરાધક જીવો : વળી, જેઓ અસંગ્રહથી દૂષિત મતિવાળા છે. કોઈક રીતે સંયમ ગ્રહણ હોય, આમ છતાં શ્રુતના પરમાર્થને પામ્યા નથી વળી માર્ગાનુસારી મતિ નહીં હોવાથી શીળસંપન્ન પણ નથી તેવા જીવો સર્વવિરાધક છે. અને સંસારવર્તી ભોગવિલાસ કરનારા અને સમ્યક્તને નહીં પામેલા, દઢ વિપર્યાસ મતિવાળા સંસારી સર્વજીવો સર્વવિરાધક છે. ll૧૮II અવતરણિકા : अत्र प्रथमभङ्गस्वामिनं भगवतीवृत्त्यनुसारेणैव स्वयं विवृण्वन्नन्यमतं दूषयितुमुपन्यस्यति - અવતરણિકાર્ય : અહીં-આરાધકવિરાધકચતુર્ભગીમાં, પ્રથમ ભાંગાના સ્વામીને ભગવતીની વૃત્તિના અનુસારથી જ સ્વયં વિવરણ કરતાં ગ્રંથકારશ્રી અન્ય મતને દૂષિત કરવા માટે ઉપચાસ કરે છે – ગાથા : पढमो बालतवस्सी गीयत्थाणिस्सिओ व अग्गीओ । अण्णे भणंति लिंगी सम्मग्गमुणिमग्गकिरियधरो ।।१९।। છાયા : प्रथमो बालतपस्वी गीतार्थानिश्रितो वाऽगीतः । अन्ये भणन्ति लिङ्गी समग्रमुनिमार्गक्रियाधरः ।।१९।। અન્વયાર્થ : પઢમોકપ્રથમ=પ્રથમ ભંગનો સ્વામી, વાતવસ્સી વીયસ્થાિિસ્લમો ગwીગોકબાલતપસ્વી અથવા ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ, ગvv=અન્ય અન્ય કેટલાક, સમામુનિ વિરિયરો સમગ્ર મુનિમાર્ગની ક્રિયાને ધારણ કરનાર એવા, તિનકલિંગી સાધુ, મviતિ કહે છે=પ્રથમ ભંગના સ્વામી કહે છે. ૧૯. ગાથાર્થ : પ્રથમ પ્રથમ ભંગનો સ્વામી, બાલતપસ્વી અથવા ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ છે. અન્ય અન્ય કેટલાક, સમગ્ર મુનિમાર્ગની ક્રિયાને ધારણ કરનાર એવા લિંગી સાધુ કહે છે–પ્રથમ ભંગના સ્વામી કહે છે. II૧૯ll
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy