SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ एतेन 'मार्गानुसारित्वात्' इत्यत्र धर्मबिन्दुप्रकरणे (६-२२) मार्गस्य सम्यग्ज्ञानादेर्मुक्तिपथस्यानुवर्त्तनादिति व्याख्यानात् । वन्दारुवृत्तावपि ' मग्गाणुसारिअ त्ति असद्ग्रहपरित्यागेनैव तत्त्वप्रतिपत्तिर्मार्गानुसारितेत्येवं व्याख्यानान्न मिथ्यादृष्टेरकरणनियमादिकारिणोऽपि मार्गानुसारित्वं इत्यपास्तं, पराभिमतस्य सम्यक्त्वा - भिमुखस्येवापुनर्बन्धकादेः सर्वस्यापि धर्माधिकारिणो योग्यतया तत्त्वप्रतिपत्तेर्मार्गानुसारिताया अप्रतिघातात्, मुख्यतत्त्वप्रतिपत्तेश्च मेघकुमारजीवहस्त्यादावपि वक्तुमशक्यत्वात् । तस्मात्संगमनयसारादिवदतिसंनिहितसम्यक्त्वप्राप्तीनामेव मार्गानुसारित्वमिति मुग्धप्रतारणमात्रम्, अपुनर्बन्धकादिलक्षणवतामेव तथाभावाद्, अन्यथा तादृशसंनिहितत्वाऽनिश्चयेऽपुनर्बन्धकाद्युपदेशोऽप्युच्छिद्येतेति सकलजैनप्रक्रियाविलोपपत्तिः । ૧૯૯ ટીકાર્ય ઃ येन चात्यन्तं પ્રક્રિયાવિભોપાવત્તિઃ । અને જેના વડે અત્યંત સમ્યક્ત્વને અભિમુખ જ મિથ્યાદૃષ્ટિ માર્ગાનુસારી ગ્રહણ કરાય છે. તેના વડે આદિધાર્મિકનો પ્રતિક્ષેપ થવાથી અપુનબંધક આદિ ત્રણ અધિકારી છે, એ પ્રકારનો મૂલ પ્રબંધ જ=એ પ્રકારનો શાસ્ત્રવચનનો મૂલવિભાગ જ, જ્ઞાત નથી; કેમ કે સમ્યક્ત્વના અભિમુખ જ અપુનર્બંધકને પૃથક્ ગણનમાં=સમ્યક્ત્વના અભિમુખ જ એવા અપુનર્બંધકને સમ્યક્ત્વના અનભિમુખ એવા અપુનર્બંધકથી ધર્મના અધિકારીરૂપે પૃથક્ ગણનમાં, ચારિત્રના અભિમુખ એવા જીવોનું પણ પૃથક્ ગણનની આપત્તિ હોવાથી=ભાવસ્તવની પ્રાપ્તિને અનુકૂળ દ્રવ્યસ્તવ કરવાસ ઘણા વ્યવધાનથી ચારિત્રને પ્રાપ્ત કરનારા જીવો છે તેનાથી જેઓ દ્રવ્યસ્તવ કરી રહ્યા છે અને ચારિત્રને અભિમુખ છે તેવા જીવોનું પૃથક્ ગણન સ્વીકારવાની આપત્તિ હોવાથી, વિભાગનો વ્યાઘાત છે. તે કારણથી જે પ્રમાણે ચારિત્રથી વ્યવહિત પણ સમ્યગ્દષ્ટિનું શમ-સંવેગાદિ દ્વારા સમ્યક્ત્વનો નિશ્ચય કરાય છે તે પ્રમાણે સમ્યક્ત્વથી વ્યવહિત અપુનબંધકાદિનો પણ તેના લક્ષણ દ્વારા=અપુનબંધકાદિના લક્ષણ દ્વારા, તેનો ભાવ=માર્ગાનુસારી ભાવ, નિશ્ચય થાય છે. અને તેના=અપુનબંધકના, લક્ષણની પ્રતિપાદક આ પંચાશકની ગાથા છે = “અપુનર્બંધક તીવ્ર ભાવોથી પાપ કરતો નથી, ઘોર એવા ભવને બહુ માનતો નથી અને સર્વત્ર પણ ઉચિત સ્થિતિને સેવે છે.” (પંચાશક-૩, ગાથા-૩) આની વૃત્તિ=પંચાશક ગાથાની વૃત્તિ, આ પ્રમાણે છે “પાપ અશુદ્ધ કર્મ છે. તેનું=અશુદ્ધ કર્મનું, કારણપણું હોવાથી હિંસાદિ પણ પાપ છે. તેને—હિંસાદિ પાપને, તીવ્ર ભાવથી=ગાઢ સંક્લિષ્ટ પરિણામથી નથી જ કરતો; કેમ કે અત્યંત ઉત્કટ મિથ્યાત્વાદિનો ક્ષયોપશમ હોવાને કારણે=અતિશય ઉત્કટ એવા મિથ્યાત્વ મોહનીય અને અવિરતિ-આપાદક કર્મનું ક્ષયોપશમપણું હોવાને કારણે, પ્રાપ્ત થયેલા આત્મવૈર્મલ્યનું વિશેષપણું છે. ‘તીવ્ર’ એ પ્રમાણે વિશેષણથી=તીવ્ર ભાવથી પાપ કરતો નથી એ પ્રકારના કથનમાં ‘તીવ્ર' એ વિશેષણથી, પ્રાપ્ત અતીવ્રભાવથી કરે પણ છે=પાપ કરે પણ છે; કેમ કે તેવા પ્રકારના કર્મનો દોષ
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy