________________
૧૯૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
(२) विषयाल्यासमनुष्ठान :
વળી ગુણવાન પુરુષમાં અથવા મોક્ષમાર્ગને બતાવનારા પુરુષમાં વિનયાદિની પ્રવૃત્તિ તે વિષયાભ્યાસ છેeગુણવાન પુરુષો પ્રત્યે ઓઘથી=વિશેષ બોધના અભાવકાળમાં સામાન્યથી, બહુમાનની પ્રવૃત્તિરૂપ છે, તેથી ગુણવાન વિષયક ગુણવૃદ્ધિને અનુકૂળ કંઈક અભ્યાસ સ્વરૂપ છે. (3) लावाल्यासमनुष्ठान :
વળી જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોઈને ભવથી ઉદ્વિગ્ન થયા છે અને ભવના નિસ્તારનો ઉપાય મોક્ષને અનુકૂળ એવા જીવના ભાવો છે તેવો નિર્ણય થવાથી ગુણવાન પુરુષોના અવલંબનથી કે સંયમની ઉચિત પ્રવૃત્તિ આદિના અવલંબનથી આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવોને નિષ્પન્ન કરવાનો જે અભ્યાસ કરે છે તે ભાવાભ્યાસ છે.
આ ત્રણ પ્રકારના અભ્યાસમાંથી યથોચિત અનુષ્ઠાન અપુનબંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિતને હોય છે. તેથી અપુનબંધકાદિને સમ્યગુ અનુષ્ઠાન નથી તેમ કહી શકાય નહિ. टी:
येन चात्यन्तं सम्यक्त्वाभिमुख एव मिथ्यादृष्टिर्मार्गानुसारी गृह्यते तेनादिधार्मिकप्रतिक्षेपादपुनर्बन्धकादयस्त्रयो धर्माधिकारिण इति मूलप्रबन्ध एव न ज्ञातः, सम्यक्त्वाभिमुखस्यैवापुनर्बन्धकस्य पृथग्गणने चारित्राभिमुखादीनामपि पृथग्गणनापत्त्या विभागव्याघाताद्, तस्माद् यथा चारित्राद् व्यवहितस्यापि सम्यग्दृशः शमसंवेगादिना सम्यग्दृष्टित्वं निश्चीयते तथा सम्यक्त्वाद् व्यवहितस्यापुनर्बन्धकादेरपि तल्लक्षणैस्तद्भावो निश्चेयः, तल्लक्षणप्रतिपादिका चेयं पञ्चाशकगाथा (३-४)
"पावं ण तिव्वभावा कुणइ ण बहुमन्नइ भवं घोरं । उचियट्टिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधो ।।" एतवृत्तिर्यथा – 'पापमशुद्धं कर्म, तत्कारणत्वाद् हिंसाद्यपि पापं तद्, न नैव, तीव्रभावा=गाढसंक्लिष्टपरिणामात् करोति=विधत्ते, अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैर्मल्यविशेषत्वाद् । तीव्रति विशेषणादापनमतीव्रभावात्करोत्यपि, तथाविधकर्मदोषात् । तथा न बहुमन्यते न बहुमानविषयीकरोति, भवं= संसारं, घोरं रौद्रं, तस्य घोरत्वावगमात् । तथोचितस्थिति अनुरूपप्रतिपत्तिं 'च'शब्दः समुच्चये, सेवते भजते कर्मलाघवात्, सर्वत्रापि आस्तामेकत्र, देशकालावस्थापेक्षया समस्तेष्वपि देवातिथिमातापितृप्रभृतिषु, मार्गानुसारिताऽभिमुखत्वेन मयुरशिशुदृष्टान्तात्, अपुनर्बन्धक उक्तनिर्वचनो जीवः इत्येवंविधक्रियालिङ्गो भवतीति गाथार्थः ।।' न चापुनर्बन्धकस्य क्वचिन्मार्गानुसारितायाः क्वचिच्च तदभिमुखत्वस्य दर्शनेन भ्रमकलुषितं चेतो विधेयं, द्रव्यभावयोगाभिप्रायेणोभयाभिधानाऽविरोधात् ।