SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧ જેમના નામમાત્રના સ્મરણથી લોકોમાં સેંકડો અતથ પ્રલયને પામે છે, અચિંત્ય ચિંતામણિ સમાન એવા શંખેશ્વર સ્વામીને અમે આશ્રય કરીએ છીએ=ઉપાસ્યરૂપે સ્વીકારીએ છીએ. જિનોને, ગણધરોને, જિનસંબંધી વાણીને અને ગુરુને પણ નમસ્કાર કરીને પોતાના વડે રચના કરાયેલ એવી ધર્મપરીક્ષાને વિધિપૂર્વક શાસ્ત્રમર્યાદાથી, વર્ણન કરું છું. ભાવાર્થ : ભગવાન ચાર અતિશયવાળા છે. તે ચાર અતિશયો ગ્રંથકારશ્રીએ પ્રથમ શ્લોકમાં બતાવેલ છે. જેનાથી વિવેકીને ઉપસ્થિત થાય છે કે ભગવાન સંપૂર્ણ રાગાદિ વગરના છે, માટે તેવા ગુણવાળા ભગવાનની ઉપાસના કરવાથી આપણે ભગવાન તુલ્ય થઇએ છીએ. વળી ભગવાનનું જ્ઞાન પૂર્ણ છે માટે ભગવાન જે માર્ગ બતાવે છે તે પરિપૂર્ણ શુદ્ધ માર્ગ છે તે ભગવાનના જ્ઞાનાતિશયથી જણાય છે. ભગવાન વચનાતિશયવાળા છે માટે ભગવાનનું વચન જગતના જીવોને અત્યંત ઉપકારનું કારણ બને છે. સંસારવર્તી જીવોમાં ગુણના પ્રકર્ષવાળા ભગવાન છે માટે ઇન્દ્રોથી પણ પૂજાય છે જેનાથી પૂજાતિશય જણાય છે. આવા ભગવાનની સ્તુતિ કર્યા પછી મહાપ્રભાવશાળી શંખેશ્વરમાં રહેલ શંખેશ્વર પ્રભુની સ્તુતિ ત્રીજા શ્લોકમાં કરે છે. તે સ્તુતિ કર્યા પછી યોગમાર્ગને આપનારા તીર્થકરો, ગણધરો, ગુરુ ભગવંતો અને ભગવાનની વાણીને નમસ્કાર કરીને શાસ્ત્રવિધિ અનુસાર ધર્મપરીક્ષા નામના ગ્રંથની ટીકાનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે. અવતરણિકા : इह हि सर्वज्ञोपज्ञे प्रवचने प्रविततनयभगप्रमाणगम्भीरे परममाध्यस्थ्यपवित्रितैः श्रीसिद्धसेनहरिभद्रप्रभृतिसूरिभिर्विशदीकृतेऽपि दुःषमादोषानुभावात् केषांचिद् दुर्विदग्धोपदेशविप्रतारितानां भूयः शङ्कोदयः प्रादुर्भवतीति तन्निरासेन तन्मनोनर्मल्यमाधातुं धर्मपरीक्षानामायं ग्रन्थः प्रारभ्यते, तस्य चेयमादिમાથા – અવતરણિતાર્થ - અહીં=જગતમાં, પરમમાધ્યસ્થગુણથી પવિત્રિત એવા સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ આદિ આચાર્યોથી વિશદ કરાયેલ પણ વિસ્તૃત નયભંગી, પ્રમાણથી ગંભીર એવા સર્વજ્ઞ પ્રવચનમાં દુષમાઆરાના દોષતા અનુભાવથી દુર્વિદગ્ધના ઉપદેશથી ઠગાયેલા કેટલાક જીવોને ફરી શંકાના ઉદયનો પ્રાદુર્ભાવ થાય છે. એથી તેના નિરાસ વડે કેટલાક જીવોને થયેલી શંકાના નિરાસ કરવા વડે, તેઓના મનની નિર્મલતાને આધાર કરવા માટે તત્વના અર્થી જીવોને કોઈકના વચનથી થયેલી શંકાને કારણે થયેલી મનની અનિર્મલતાને દૂર કરવા માટે, ઘર્મપરીક્ષા નામના આ ગ્રંથનો પ્રારંભ કરાય છે. અને તેની આ પ્રથમ ગાથા છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy