SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ ૧૩૫ “ચારિ સંજીવની ચાર ન્યાય આ=અવિશેષથી દેવતાના નમસ્કરણીયતાનો ઉપદેશ, સંતોને અભિમત છે. અન્યથા–ચારિ સંજીવની ચાર ન્યાય વગર, અહીં-દેવતા પૂજનાદિમાં, ઈષ્ટ સિદ્ધિ ન થાય વિશેષથી આદિધાર્મિકોને આ ઉપદેશ આપવો જોઈએ.” II૧૧૯ પ્રતીતરૂપ એવી ચારિની મધ્યમાં સંજીવની ઔષધિવિશેષ, ચારિસંજીવની છે. તેનો ચાર-તેનું ચરણ, તે જ ચાયઃદાંત, છે. તે ચારિસંજીવનીચારચાય. એવો આ=અવિશેષથી સર્વ દેવતાના નમસ્કરણીયતાનો ઉપદેશ, સંતોને=શિષ્ટોને, અભિમત છે. શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી તેનો બોધ કરાવવા અર્થે કહે છે કે ભાવાર્થ કથાગમ્ય છે. અને તે કથા આ કહેવાય છે – સ્વસ્તિમતી નામની મનુષ્યોથી યુક્ત નગરી છે. તેમાં કોઈક બ્રાહ્મણીની પુત્રી હતી. તેણીનું જ=બ્રાહ્મણીની પુત્રીનું જ, ગતઅવધિવાળા=અત્યંત, પ્રેમનું સદા પરમ પાત્ર સખી હતી. તે બંનેના વિવાહના વશથી ભિન્ન સ્થાનમાં નિવાસીપણું થયું. એક વખત દ્વિજપુત્રી “કેવી રીતે સખી રહે છે ?” એ પ્રમાણે ચિંતાપરાયણ થઈ. એથી મહેમાન થઈને ગઈ. અને વિષાદજલધિમાં નિમગ્ન એવી ત=સખી, તેણી વડે=બ્રાહ્મણપુત્રી વડે, જોવાઈ. તેથી હે સખી ! તું કેમ અત્યંત ચિંતાતુર વદનવાળી છે ? તેમ પુછાયું. તેણી વડે સખી વડે, કહેવાયું “પાપના ઘર જેવી હું પતિની દુર્ભગતાને પામેલી છું". “હે સખી ! તું વિષાદ કર નહિ, આ વિષાદ વિષથી નિર્વિશેષ સમાન છે. તારા પતિને મૂલિકાના બળથી હું બળદ કરું છું”. તેણીને તે મૂલિકા આપીને પોતાના ઘરે ગઈ. ત્યાર પછી દુઃખી માનસવાળી એવી આ=સખીએ, તેને=મૂલિકાને, તેને પતિને, આપી. ત્યાર પછી ઊંચા સ્કંધવાળો બળદ તેનો પતિ થયો. અને તરત જ તે સખી હદયમાં વિષાદ પામી કે સર્વ કાર્યમાં અસમર્થ એવો આ પતિ કેવી રીતે થાય ? અને ગાયના સમુદાયની અંદર બહાર ચરાવવા માટે તે=પતિ, હંમેશાં તેણી વડે આરંભ કરાયો. એક દિવસ વડની નીચે તેeતેનો પતિ વિશ્રામ પામ્યો. તે વડની શાખામાં કોઈક રીતે વિશ્રાન્ત થયેલા નભચ્ચારિ મિથુનના પરસ્પર વાતના પ્રક્રમમાં પુરુષે કહ્યું. “અહીં–વૃક્ષ નીચે, આ બળદ સ્વભાવથી નથી પરંતુ વૈગુણ્યથી કરાયો છે.” તેની પત્નીએ પૂછયું, “ફરી આ બળદ પુરુષ કેવી રીતે થાય?” “બીજી મૂલિકાના ઉપયોગથી." (આ બળદ પુરુષ થાય.) “તે મૂલિકા ક્યાં છે?” “આ વૃક્ષની નીચે છે. આ સાંભળીને વિદ્યાધરના વચનને સાંભળીને, પશ્ચાત્તાપિત માનસવાળી પશુની તે પત્ની અભેદજ્ઞાનને કારણે સર્વ પણ ચારાને તેને બળદને, ચરાવવા માટે પ્રવૃત્ત થઈ. મૂલિકાના ભોગથી તરત આ પુરુષ થયો. જેમ મૂલિકાના ભેદને નહીં જાણતી એવી તેણી વડે ફરી મનુષ્યપણાની પ્રાપ્તિ માટે પશુ સર્વથી ચારો ચરાવાયો. તેમ ધર્મગુરુ પશુપ્રાયઃ એવા શિષ્યને દેવપૂજાદિ વિધિમાં વિશેષથી પ્રવૃત્તિમાં અક્ષમ જાણીને વિશિષ્ટ સાધ્યની સિદ્ધિ માટે સામાન્ય દેવપૂજાદિમાં પ્રવૃત્તિને કરાવતા પણ ધર્મગુરુ થોડા પણ દોષભાગી ન થાય. “તિ' શબ્દ કથાનકની સમાપ્તિ માટે છે. ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી હવે અવશેષ ભાગને અર્થ કરે છે – વિપક્ષમાં ચારિ સંજીવની ચાર ન્યાયથી સર્વ દેવતાના નમસ્કારનો ઉપદેશ ન આપવામાં આવે એ રૂપ વિપક્ષમાં, બાપને કહે છે – અન્યથા–ચારિસંજીવનીચારચાય વગર, અહીં પ્રસ્તુત એવા દેવપૂજાદિમાં, વિશિષ્ટ માર્ગમાં અવતારરૂપ ઈષ્ટસિદ્ધિ ન જ થાય. આ ઉપદેશ જે પ્રમાણે જેઓને=જે જીવોને, આપવો જોઈએ, તેને કહે છે – વિશેષથી=સમ્યગ્દષ્ટિ આદિ ઉચિત દેશનાના પરિહારરૂપ વિશેષથી, આદિધાર્મિકોને=પ્રથમ જ આરંભ કરાયેલા સ્કૂલ ધર્માચારવાળા જીવોને, આ ઉપદેશ આપવો જોઈએ, એમ અન્વય છે. કેમ તેઓને સમ્યગ્દષ્ટિ આદિ ઉચિત દેશનાના પરિહારથી ઉપદેશ આપવો જોઈએ ? તેથી કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy