SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ જાતિ, શતપત્રાદિથી ઉત્પન્ન થયેલાં એવાં પુષ્પો વડે, પક્વાણ ફલાદિ ઉપહારરૂપ બલિ વડે, વસ્ત્રો વડે અને સ્તોત્રરૂપ સ્તવનો વડે પૂજન જાણવું એમ અવય છે. શ્લોકમાં બે ‘' શબ્દ અને વેવ' શબ્દ સમુચ્ચય અર્થમાં છે–પુષ્પાદિ સર્વના સમુચ્ચય કરવા માટે છે. વળી પુષ્પાદિ શોભન જોઈએ એમ કહ્યું તે શોભનનો અર્થ કરે છે – આદરથી ઉપહિતપણા વડે સુંદર એવાં પુષ્પાદિ સર્વ વડે પૂજન કરવું જોઈએ. ' કોનું પૂજન કરવું જોઈએ ? એથી કહે છે – આરાધ્યમાન એવા દેવતાઓનું પૂજન જાણવું. કેવું પૂજન ? એથી કહે છે – શૌચ અને શ્રદ્ધાથી યુક્ત પૂજન જાણવું. શૌચથી શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારશુદ્ધિરૂપ શૌચથી, અને શ્રદ્ધાથી=બહુમાનથી, સમવિતયુક્ત, પૂજન જાણવું. II૧૧૬II “અવિશેષથી અથવા અધિમુક્તિના વશથી સર્વ દેવોનું પૂજન જાણવું, એમ શ્લોક-૧૧૬ સાથે સંબંધ છે. જે કારણથી મહાત્મા એવા ગૃહસ્થોને સર્વ દેવો માનનીય છે."II૧૧૭ના અવિશેષથી સાધારણ વૃત્તિથી =કોઈ દેવમાં પક્ષપાત કર્યા વગર સમાન પ્રવૃત્તિથી, સર્વ દેવોને પારગત, સુરત, હર, હરિ, હિરણ્યગર્ભદિરૂપ સર્વ દેવોનું પૂજન જાણવું, એમ શ્લોક-૧૧૬ સાથે સંબંધ છે. પક્ષાન્તરને કહે છે–પૂર્વમાં સર્વદેવને અવિશેષથી પૂજન કર્યું એના કરતાં અન્ય પક્ષને કહે છે. અથવા અધિમુક્તિના વશથી=જેને જે દેવમાં અતિશય શ્રદ્ધા છે તેના વશથી, સર્વ દેવોનું પૂજન જાણવું, એમ શ્લોક-૧૧૬ સાથે સંબંધ છે. કેમ બધાં દેવોને પૂજવા જોઈએ ? એથી કહે છે – =જે કારણથી, ગૃહસ્થોને હજી પણ કોઈ પણ પ્રકારના મતિમોહને કારણે અનિર્ણાત દેવતાવિશેષવાળા ગૃહસ્થ એવા મહાત્માઓને પરલોક પ્રધાનપણાને કારણે પ્રશસ્ત આત્માઓને, ઉક્ત સ્વરૂપવાળા સર્વ દેવો માનનીય છેક ગૌરવ કરવા યોગ્ય છે. ll૧૧૭ના આ પણ=સર્વ દેવોને ગૃહસ્થોએ પૂજવા જોઈએ એ પણ, એવું કેમ ? એથી કહે છે – જેઓ સર્વ દેવોને નમસ્કાર કરે છે. એક દેવને સમાશ્રિત નથી તેઓ જિતેન્દ્રિય, જિતક્રોધવાળા એવા તેઓ દુર્ગોને=નરકાદિ વાતોને તરે છે.ll૧૧૮ જેઓ સર્વ દેવોને નમસ્કાર કરે છે, વ્યતિરેકને કહે છે. કોઈ એક દેવને સમાશ્રિત વર્તતા નથી. જે કારણથી જિત ઇન્દ્રિય-વાળા=નિગ્રહ કરેલી ઇન્દ્રિયોવાળા, જિતક્રોધવાળા=અભિભવ કરાયેલા કોપવાળા એવા તેઓ સર્વ દેવને નમસ્કાર કરનારા, દુર્ગોને=નરકાદિ પાતાદિરૂપ આપત્તિઓને. અતિતરે છે ઓળંગે છે. [૧૧૮ ‘નનુથી શંકા કરે છે કે લોકમાં વ્યવહારને પામતા=આ દેવ છે એ પ્રકારે વ્યવહારને પામતા, એવા તે સર્વ પણ દેવો મુક્તિપથમાં પ્રસ્થિત એવા જીવોને અનુકૂલ આચરણાવાળા નથી જ. એથી કેવી રીતે અવિશેષથી નમસ્કરણીય છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy