SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : પ૪-૫૫ ઘણી હિંસાની પ્રાપ્તિ થાય છે. માટે વિવેકી સાધુ હિંસાના અનુબંધના નિવારણ અર્થે યતનાપૂર્વક જીવાકુલ ભૂમિમાંથી જઈને પણ પોતાની ધર્મકાયાનું રક્ષણ કરે છે. વળી, ગૃહસ્થ તો છકાયના અવધના પરિણામવાળા નથી, અને જીવાકુલ ભૂમિમાંથી ગમન વખતે યતના-અયતના પણ જાણતા નથી, ફક્ત દેહની અનુકૂળતાના આશયથી ઉપદ્રવવાળાં સ્થાનો છોડીને જીવાકુલ ભૂમિમાંથી જાય છે. તેથી સાધુ અને ગૃહસ્થનો ભેદ છે; કેમ કે સાધુ ધર્મની વૃદ્ધિ અર્થે નિરુપદ્રવ સ્થાનમાંથી જાય છે, અને ગૃહસ્થ દેહના મમત્વથી નિરુપદ્રવ સ્થાનમાંથી જાય છે. પણ અવતરણિકા : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે વિષમમાર્ગને છોડીને જીવાકુલ ભૂમિમાંથી ગૃહસ્થ અને સાધુ બન્ને જાય છે છતાં તે બેમાં ભેદ છે. તે ભેદને અધિક સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા - अवि अ जणो मरणभया, परिस्समभयाउ ते विविज्जेइ । ते गुणदयापरिणया, मुक्खत्थमिसी परिहरंति ॥५५॥ अपि च जनो मरणभयात्परिश्रमभयात्तु तान्विवर्जयति । तान् गुणदयापरिणता मोक्षार्थमृषयः परिहरन्ति ॥५५॥ ગાથાર્થ : અને વળી, લોક મરણના ભયથી અને પરિશ્રમના ભયથી તે તેનો ઉપદ્રવવાળા પથોનો, ત્યાગ કરે છે, જ્યારે ગુણ અને દયાની પરિણતિવાળા ત્રષિઓ મોક્ષ માટે તે તેનો ઉપદ્રવવાળા પથોનો પરિહાર કરે છે. આપપા ટીકા : વચ્ચે ‘પિર' રૂતિ અને મ્યુચ્ચયમા, નવ તે 'ત્તિ સાપાયનાથ: (મોનિ. મ. ૧૨) ભાવાર્થ : ગૃહસ્થ ઉપદ્રવવાળો માર્ગ હોય તો પોતાના મરણના ભયથી અથવા ઉપદ્રવવાળા માર્ગમાં જવાથી પોતાને થતા પરિશ્રમના ભયથી તેનો ત્યાગ કરીને ઉપદ્રવરહિત માર્ગમાંથી જાય છે, પછી તે માર્ગ જીવાકુલ હોય કે જીવાકુલ ન પણ હોય. વળી, જો તે માર્ગ જીવાકુલ હોય તોપણ ગૃહસ્થ સાધુ જેવી યાતનાથી જતા નથી. વળી, સાધુ મોક્ષના અર્થી છે, સમતાના પરિણામવાળા છે અને છકાયના જીવો પ્રત્યે દયાની પરિણતિવાળા છે, તેથી તે પરિણતિનું રક્ષણ કરવા અર્થે તેઓ ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગે પણ જાય છે. વળી, પોતાની ભૂમિકા અનુસાર સાધુને જણાય કે જો ઉપદ્રવ વાળા સ્થાનમાંથી જવાથી દેહનો અભાવ થાય તો સંયમનું પાલન થઈ શકશે નહિ, અને આ દેહનું રક્ષણ કરાશે તો મોક્ષપ્રાપ્તિનું
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy