SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૫૫-૫૬ 93 પ્રબળ કારણ થશે; ત્યારે ઉપદ્રવવાળો માર્ગ છોડીને નિરુપદ્રવ માર્ગે જાય છે, અને તે નિરુપદ્રવ માર્ગ ક્વચિત્ જીવાકુલ હોય તો તે જીવોના રક્ષણ માટે શક્ય એટલો બધો યત્ન સાધુ કરે છે, છતાં જ્યાં જીવરક્ષા શક્ય નથી ત્યાં જીવોની હિંસા થવા છતાં જીવરક્ષા માટે સમ્યગુ યતનાનો પરિણામ સાધુને છે, તેથી સાધુની ગમનની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને છે. વળી, સાધુ જે નિરુપદ્રવ સ્થાનથી ગમન કરે છે તે મોક્ષના અર્થી છે, સમતાના પરિણામવાળા છે, જીવો પ્રત્યે દયાના પરિણામ છે. આથી સ્પષ્ટ છે કે જે જીવોનું રક્ષણ શક્ય નથી તે જીવોનો માત્ર નાશ થાય છે, અને તે વિનાશ પણ રક્ષણની ઉપેક્ષાને કારણે થયો નથી પરંતુ રક્ષણ કરવું અશક્ય હોવાથી થાય છે. તેથી સાધુની ગમનક્રિયામાં જે જીવોનો વિનાશ થાય છે તે જીવો પ્રત્યે પણ સાધુને દયાનો પરિણામ છે; કેમ કે સાધુ ષકાયના પાલનમાં અપ્રમાદભાવવાળા છે; સ્થાન ક્વચિત્ જીવાકુલ ન હોય અર્થાત્ જીવરહિત હોય, તોપણ સાધુ સમ્યગુ યતનાપૂર્વક જ તે સ્થાનથી ગમન કરે છે, આ રીતે જીવાકુલ કે જીવરહિત નિરુપદ્રવ સ્થાનથી જતા ગૃહસ્થ અને સાધુ બન્ને બાહ્ય રીતે સમાન ગમનની પ્રવૃત્તિ કરતા હોય તોપણ પરિણામથી તે બન્ને વચ્ચે મોટો ભેદ છે. પપા. અવતરણિકા : इतश्च साधोः प्राणातिपातापत्तावपि गृहिणा सह वैधुर्यमित्याह - ભાવાર્થ ગાથા-૫૪માં કહ્યું કે સાધુ યતના-અયતના જાણે છે અને અવધની પ્રતિજ્ઞાવાળા છે, અને ગૃહસ્થ યતના-અયતના જાણતા નથી અને અવધની પ્રતિજ્ઞાવાળા નથી, માટે ગૃહસ્થના અને સાધુના ગમનથી સમાન બાહ્ય હિંસા થતી હોય તોપણ ગૃહસ્થની હિંસા અને સાધુની હિંસામાં ભેદ છે. વળી, ગાથા-પપ માં બતાવ્યું કે લોકો મરણના ભયથી અને પરિશ્રમના ભયથી ઉપદ્રવવાળા માર્ગનો ત્યાગ કરે છે, અને સાધુ મોક્ષ માટે ઉપદ્રવ વાળા માર્ગનો ત્યાગ કરે છે. આ રીતે સાધુની ગમનક્રિયામાં જીવહિંસાની પ્રાપ્તિ થવા છતાં ગૃહસ્થ સાથે વિદેશતા છે=સમાનતા નથી, તે બતાવવા માટે કહે છે – ગાથા : अविसिटुंमि वि जोगंमि, बाहिरे होइ विहुरया इहरा । सुद्धस्स उ संपत्ती, अफला जं देसिआ समए ॥५६॥ अविशिष्टेऽपि योगे बाह्ये भवति विधुरतेतरथा । शुद्धस्य तु सम्प्राप्तिरफला यद्देशिता समये ॥५६।। ગાથાર્થ : સાધુના અને ગૃહસ્થના પ્રાણાતિપાતઆદિ બાહ્ય વ્યાપારરૂપ યોગ સમાન હોવા છતાં પણ વિધુરતા છે વિસદશતા છે અર્થાત્ સાધુથી થતી હિંસામાં અને ગૃહસ્થથી થતી હિંસામાં વિસદશતા છે. ઈતરથા=એવું ન માનો તો, શુદ્ધને સાધ્વાચારની ક્રિયામાં શુદ્ધ આચારવાળા સાધુને, સંપ્રાફિક પ્રાણાતિપાતઆદિની પ્રાપ્તિ, અફળઃકર્મબંધરૂપ ફળ રહિત, જે કારણથી સમયમાં શાસ્ત્રમાં કહેવાયેલી છે, તેનો વિરોધ થાય. Ifપવા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy