SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૫૦-૫૧-૫૨ वसहिविहारकमेणं, पुणोवि इत्थ ट्ठियं सुगुरुमेयं । પાવિક ! તુકુડથમ્બિટ્ટુ ! મન્નમ મિથિતાત્ત્તિ રાજા अंतपंतभोयणपरंपि कप्पेसि मुद्ध ! रसगिद्धं । धिद्धी लद्धिसमिद्धपि दीवजुत्तं पयंपेसि ॥ ४१ ॥ दव्वाइदोसवसओ, बीयपयठिएवि सुद्धसद्धाए । भावचरित्तपवित्ते, किह अवमन्नसि इमे गुरुणो ? ॥ ४२ ॥ इय अणुसिद्धो, सो देवयाइ संजायगरुयअणुतावो । गुरुपलग्गो खामइ, पुणो पुणो निययमवराहं ॥४३॥ आलोइयाइयारो, दत्तो गुरुदत्तविहियपच्छित्तो । विणउज्जुओ सुनिम्मलचारित्ताराहगो जाओ ॥४४॥ संगमसूरीवि चिरं, विहिसेवावल्लिपल्लवणहो । निरुवमसमाहिजुत्तो, सुगई पत्तो गयकिलेसो ॥४५॥ इत्थं विशुद्धविधिसेवनतत्परस्य श्रीसंगमस्य सुगुरोश्चरित्रं निशम्य । द्रव्यादिदोषनिहता अपि साधुलोकाः, श्रद्धां विधत्त चरणे प्रवरां पवित्रे ॥४६॥ ॥ इति संगमसूरिकथा ॥ ( धर्मरत्नप्रकरणम् गाथा - ९३ ) ભાવાર્થ : કોઈ પુરુષ રોગાદિ રહિત શરીરવાળો હોય, સુંદર ભોજનના ગુણોને જાણનારો હોય અને તેને સુંદર ભોજન કરવાની લાલસા પણ હોય, આમ છતાં દુષ્કાળ હોય કે દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયેલી હોય અને તેના કારણે તેને સુંદર ભોજન ન મળતું હોય તો તુચ્છ અને અસાર ભોજન પણ કરીને શરીરને ટકાવે છે, છતાં તુચ્છ અને અસાર ભોજનમાં તેને લેશ પણ રાગ થતો નથી. તેવી રીતે મોક્ષની એક કામનાવાળા મુનિ શુદ્ધ આચરણાના રસિક હોય છે; છતાં કોઈક એવા સંયોગોને કારણે બાહ્યથી સ્થિરવાસ કે એકાકીવાસ કરતા હોય તોપણ સંયમઆરાધનાની લાલસાના પરિણામરૂપ શ્રદ્ધાગુણ હોવાને કારણે તેમાં આસક્ત થતા નથી અને પારમાર્થિક ચારિત્રના પરિણામરૂપ ભાવચારિત્રનું અતિક્રમણ કરતા નથી. જેમ સંગમસૂરિ જંઘાબળ ક્ષીણ થવાના કારણે નિત્યવાસ કરીને રહેલા હોવા છતાં પોતાની શક્તિ પ્રમાણે એક નગરમાં રહીને દર મહિને સ્થાન ફેરવીને નવકલ્પી વિહાર કરતા હતા. તેથી ભગવાનની આજ્ઞાના પાલનનો અધ્યવસાય જીવંત હતો, અને સ્વશક્તિ અનુસાર એક જ નગરમાં સ્થાનના પરાવર્તનરૂપ નવકલ્પી વિહારને કારણે વસ્તુતઃ એક નગરમાં નિવાસરૂપ નિત્યવાસ હોવા છતાં લેશપણ ક્ષેત્રનો પ્રતિબંધ નહિ થવાથી સર્વત્ર અપ્રતિબદ્ધ માનસરૂપ ભાવચારિત્રનો અતિક્રમ થયો નહિ. ૫૦-૫૧॥ અવતરણિકા : ગાથા-૫૦-૫૧માં દેષ્ટાંતથી બતાવ્યું કે દ્રવ્યથી વિપરીત આચરણામાં પણ શ્રદ્ધાગુણને કારણે સાધુના ભાવચારિત્રનો પરિણામ અતિક્રમ થતો નથી. તે રીતે તેવા સંયોગોમાં આત્મરક્ષા માટે બાહ્યથી વિપરીત પ્રવૃત્તિ દેખાતી હોય તોપણ ઉત્તમશ્રદ્ધાવાળા સાધુની છકાયના પાલનની પ્રતિજ્ઞામાં હાનિ થતી નથી, તે બતાવવા માટે કહે છે . -
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy