SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ગાથા : યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૪૮-૪૯ माइगुणगुणो महुअरस्स तप्पक्खवायहीणत्तं । पडिबंधे वि न कइआ, एमेव मुणिस्स सुहजोगे ॥ ४८ ॥ मालतीगुणज्ञस्य मधुकरस्य तत्पक्षपातहीनत्वम् । प्रतिबन्धेऽपि न कदाचिदेवमेव मुनेः शुभयोगे ॥४८॥ ગાથાર્થ : જેમ માલતીપુષ્પના ગુણને જાણનાર એવા ભ્રમરને પ્રતિબંધમાં પણ=માલતીપુષ્પની અપ્રાપ્તિમાં પણ, માલતીના પુષ્પ પ્રત્યેનો પક્ષપાત ક્યારેય હીન થતો નથી, એ રીતે જ શુભ યોગમાં મુનિનો પણ. (પક્ષપાત હીન થતો નથી). Il૪૮ના ટીકા ઃ मालतीगुणज्ञस्य=मालतीपरिमलचारिमानुभवैकमग्नचेतसः, मधुकरस्य = भ्रमरस्य, प्रतिबन्धेऽपि = कुतोऽपि हेतोस्तदप्राप्तावपि तत्र = मालत्यां यः पक्षपातो = बहुमाननैरन्तर्यात्मा तद्धीनत्वं = तद्विकलत्वं कदाचिदपि न भवति एवमेव मुनेश्चरणपरिणामवतः शुभयोगे स्वाध्यायध्यानविनयवैयावृत्त्यमानादिरूपे द्रव्यवैषम्यरूपे प्रतिबन्धेऽपि पक्षपातहीनत्वं न भवति, यथाशक्त्यनुष्ठानेन मातृस्थानानासेवनेन च तत्रैव चेतसः प्रतिबन्धात् । ( उपदेशरहस्य ॥८९॥ ) ભાવાર્થ : ભમરાને માલતીપુષ્પની ગંધ અત્યંત પ્રિય હોય છે; છતાં એવા કોઈક સંયોગોમાં માલતીપુષ્પ ન મળે તોપણ ભમરાને માલતીપુષ્પ પ્રત્યેનો પક્ષપાત ક્યારેય ઓછો થતો નથી. એ રીતે ચારિત્રના પરિણામવાળા મુનિને દ્રવ્યનું વૈષમ્ય ઉત્પન્ન થાય ત્યારે સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિ ન કરી શકે તોપણ સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ આદિરૂપ શુભ યોગમાં લેશ પણ પક્ષપાત ઓછો થતો નથી, અને વિષમ સંયોગોમાં પણ શક્તિ અનુસાર સ્વાધ્યાય આદિમાં યત્ન કરે છે; પરંતુ અંતરંગ રીતે માયા કરીને મનને સમજાવતા નથી કે સંયોગ વિષમ છે તેથી સ્વાધ્યાય થતો નથી. મુનિ વિષમ સંયોગોમાં પણ શક્તિને ગોપવ્યા વિના જે કાંઈ સંભવિત છે તેમાં સુદૃઢ યત્ન કરે છે; કેમ કે જેમ ભમરાને માલતીના પુષ્પની સુગંધ પ્રત્યે પક્ષપાત છે, તેમ સુસાધુને નિર્જરાના ઉપાયભૂત સ્વાધ્યાય આદિમાં અત્યંત પક્ષપાત છે. II૪૮॥ અવતરણિકા : ગાથા-૪૬માં સ્થાપન કર્યું કે દ્રવ્યાદિના દોષમાં પણ ઉત્તમશ્રદ્ધાવાળા સાધુને વિધિશુદ્ધ ક્રિયા કરવાનો પક્ષપાત હીન થતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે ઉત્તમશ્રદ્ધાવાળા મુનિને વિધિનો પક્ષપાત હોવા છતાં પણ સંયોગની વિષમતાને કારણે પ્રવૃત્તિ થતી નથી ત્યારે ફળની પ્રાપ્તિ કેમ થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે; કેમ કે વિધિપૂર્વક કરવાની ઇચ્છાથી ફળ મળતું નથી, પરંતુ વિધિપૂર્વક કરવાની ઇચ્છા થયા પછી તે પ્રમાણે પ્રવૃત્તિ થાય તો ફળ મળે છે. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy