SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૪૭-૪૮ ગયા : जह सम्ममुट्ठिआणं, समरे कंडाइणा भडाईणं । भावो न परावत्तइ, एमेव महाणुभावस्स ॥४७॥ यथा सम्यगुत्थितानां समरे काण्डादिना भटादीनां । भावो न परावर्तते एवमेव महानुभावस्य ॥४७॥ ૬૧ ગાથાર્થ : જે પ્રમાણે સમ્યક્ ઉત્થિત એવા સુભટોને યુદ્ધમાં શરીરમાં લાગેલાં બાણાદિ વડે ભાવ=શત્રુની સામે યુદ્ધ કરવાનો પરિણામ, પરાવર્તન પામતો નથી, એ રીતે જ મહાનુભાવને=ભગવાનની આજ્ઞાના પાલનમાં અત્યંત રસિક એવા સાધુને પણ જાણવું. (દ્રવ્યાદિના વૈષમ્યમાં પણ વિધિ સેવવાનો ભાવ પરાવર્તન પામતો નથી.) II૪ll ટીકા ઃ यथा सम्यक्=स्वौचित्यानतिलङ्घनेन, उत्थितानां उन्मीलिताध्यवसायानाम्, भटादीनां सुभटाદ્દીનાં, સમરે-સંગ્રામે, જાણ્ડાવિના=શરીરતનવાળાતિના ભાવઃ-પ્રતિજ્ઞાતવ્યવસાયઃ, ન પરાવર્ત્તત= नान्यथा भवति, प्रत्युत स्वाम्याज्ञापालनपरायणत्वेन रतिकेलिकुपितकान्ताकर्णोत्पलताडनादिवत् प्रमोदायैव भवति, एवमेव महानुभावस्य = वीतरागाज्ञापालनेऽत्यन्तरसिकस्य साधोर्द्रव्यादिवैषम्येऽपि न भावः परावर्त्तते, किन्तु प्रवर्द्धत इति द्रष्टव्यम् । सुभटदृष्टान्तेन द्रव्यवैषम्ये भावाविच्छित्तिनिदर्शिता, आदिना सौराष्ट्रादिदेशोत्पन्नानामपि धीराणां मगधादिदेशगमनेऽपि धैर्याविचलनवत् सुभिक्ष इव दुर्भिक्षेऽपि दानशूराणां दानव्यसनाक्षोभवत् बुभुक्षादिव्यसनेऽपि सिंहादीनां तृणाद्यग्राસવત્ ક્ષેત્રાવૈિષમ્યુપિ ભાવાવિઘ્ધિત્તિમાંવનીયા ॥ ( ઉપદેશરહસ્ય ॥૮॥ ) ભાવાર્થ : જે સુભટો સ્વામીને અત્યંત વફાદાર હોય છે તેઓને યુદ્ધભૂમિમાં પોતાના ઔચિત્યનું ઉલ્લંઘન કરવાનો પરિણામ હોતો નથી, અને તેવા સમ્યગ્ ઉત્થિત સુભટો શત્રુ સામે યુદ્ધ કરતા હોય ત્યારે શત્રુનું બાણ શરીર ઉ૫ર લાગે તો તે પીડાથી વ્યાકુળ તો થતા નથી, પરંતુ વિશેષ પ્રકારના ઉત્સાહથી શત્રુની સામે યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થાય છે. તે રીતે ભગવાનની આજ્ઞાના પાલનમાં અત્યંત રસિક એવા સાધુને, સંયમને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ ન હોય તોપણ ભગવાનની આજ્ઞાના પાલનનો પરિણામ લેશ પણ પરાવર્તન પામતો નથી, પરંતુ વિષમ સ્થિતિમાં વિશેષ પ્રકારનો યતનાનો પરિણામ વૃદ્ધિવાળો થાય છે. ટીકામાં સુભટના દૃષ્ટાંતથી, દેશાંતરગમનમાં ધૈર્યવાળાના દૃષ્ટાંતથી, દાનશૂરાના દૃષ્ટાંતથી, અને ભૂખ્યા પણ સિંહના દૃષ્ટાંતથી ભાવસાધુના વિધિસેવના પરિણામની નિવૃત્તિ થતી નથી, તેમ બતાવેલ છે. ૪૭ણા અવતરિણકા : ઉત્તમશ્રદ્ધાવાળા સાધુને વિધિપૂર્વક ક્રિયા સેવવાનો પક્ષપાત વિષમ સંજોગોમાં પણ હીન થતો નથી, તેમાં બીજું દૃષ્ટાંત બતાવે છે -
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy