SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૭-૮-૯ હતો, તેથી તે વખતના જીવોમાં સંઘયણબળ, ધૃતિબળ વિશિષ્ટ કોટિનું હતું. હવે દુષમકાળના કારણે આરાધક જીવોમાં પણ સંઘયણબળના અભાવને કારણે અને ધૃતિબળના અભાવને કારણે તેવી આચરણાઓ શક્ય ન દેખાવાથી, વિશેષ લાભને સામે રાખીને સંવિગ્ન-ગીતાર્થ સાધુઓએ કેટલાક ફેરફાર કર્યા છે. તેથી આગમમાં બતાવેલ માર્ગથી સંવિગ્ન-ગીતાર્થની આચરણારૂપ માર્ગ જુદો છે, તે બતાડવા માટે ગાથા૬માં બે પ્રકારનો માર્ગ કહ્યો. આ બન્ને માર્ગ મોક્ષના સાધક છે, તેથી આચરણારૂપે તે માર્ગનો ભેદ છે, પરંતુ પરમાર્થથી તે બન્ને આચરણા ક્ષયોપશમભાવની રત્નત્રયીની નિષ્પત્તિનું કારણ છે. તેથી ભાવમાર્ગરૂપ રત્નત્રયીના કારણભૂત એવી સન્માર્ગની આચરણા આગમનીતિથી અને સંવિગ્ન બહુજનની આચરણાથી નક્કી થાય છે. liણી અવતરણિકા : આગમમાં બતાવેલા માર્ગ કરતાં સંવિગ્ન-ગીતાર્થોથી આચરાયેલો જુદા પ્રકારનો માર્ગ સંયમની આચરણામાં ક્યાં ક્યાં છે? તે ગાથા-૮ અને ૯માં બતાવે છે – ગાથા : कप्पाणं पावरणं, अग्गोअरचाओ झोलिआभिक्खा । ओवग्गहिअकडाहयतुंबयमुहदाणदोराई ॥८॥ कल्पानां प्रावरणमग्रावतारत्यागः झोलिकाभिक्षा । औपग्रहिककटाहकतुम्बकमुखदानदवरकादि ॥८॥ सिक्किगनिक्खिवणाई, पज्जोसवणाइ तिहिपरावत्तो । भोयणविहिअन्नत्तं, एमाई विविहमन्नं पि ॥९॥ सिक्ककनिक्षेपणादिः पर्युषणादितिथिपरावर्तं । भोजनविध्यन्यत्वमेवमादि विविधमन्यदपि ॥९॥ ગાથાર્થ : ૧. કલ્પોનું પ્રાવરણ, ૨. અગ્રાવતારનો ત્યાગ, ૩. ઝોળીની ભિક્ષા, ૪. ઔપગ્રહિક એવા કટ્ટાહક, તુંબક, મુખદાન અને દવરક આદિ, ૫. સીકામાં-દોરીથી બનાવેલ સીકામાં પાતરાનો નિક્ષેપ આદિ, ૪. પર્યુષણ આદિ તિથિનું પરાવર્તન, . ભોજનવિધિનું અન્યપણું- આવા પ્રકારનું વિવિધ અન્ય પણ (આચરિત) છે શાસ્ત્રના વચનાથી અન્ય, ગીતાર્થને અનુમત એવું વિવિધ અન્ય પણ આચરિત પ્રમાણભૂત છે. I-લા * “સિવિનિવિશ્વવUT' માં “મરિ' પદથી યુક્તિલેપ વડે પાત્રાના વેપાદિનું ગ્રહણ કરવું. * “પmોસવ' માં “ગરિ' પદથી ચાતુર્માસિક તિથિનું પરાવર્તન ગ્રહણ કરવું. * “મારું' માં “ગતિ' પદથી દશવૈકાલિક સૂત્રના જીવનિકાયરૂપ ચોથા અધ્યયનને ભણી લીધા પછી શિષ્યને વડી દીક્ષા અપાય છે તેનું ગ્રહણ કરવું.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy