SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 305 ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૨૬-૨૨૦ ભાવાર્થ : ગ્રંથકારે ગાથા-૨૨૫ સુધી જે વિસ્તાર કર્યો તે વિસ્તારમાં ઘણાં શાસ્ત્રવાક્યોમાં રહેલા અર્થનો સંગ્રહ કરીને યતિનાં સાત લક્ષણો બતાવ્યાં છે. વળી, આ વિસ્તાર સ્પષ્ટ કરવો અતિ વિકટ છે; કેમ કે શાસ્ત્રના પદાર્થો અતિગંભીર છે, તોપણ ગ્રંથકારે સ્વ-પરના ઉપકાર માટે સ્વશક્તિ અનુસાર યતિના સ્વરૂપને બતાવનારાં સાત લક્ષણોનો અર્થ પ્રસ્તુત ગ્રંથમાં કર્યો છે. આ ગ્રંથરચનાથી ગ્રંથકારને પોતાને ભાવસાધુનું સ્મરણ થાય, જેથી ભાવસાધુપણાની નિષ્પત્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે અને પોતાને ભાવસાધુપણું પ્રાપ્ત થાય; વળી, પ્રસ્તુત ગ્રંથથી શ્રોતાઓને ભાવસાધુપણાનો બોધ થાય જેથી ભાવસાધુપણા પ્રત્યે પક્ષપાતવાળા થઈને તેઓ પણ ભાવસાધુ બને, જેના ફળસ્વરૂપે ગ્રંથકાર અને શ્રોતાઓ અને સંસારસાગરને પાર પામે, એ પ્રકારના અનુગ્રહ માટે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. l૨૬ll અવતરણિકા : ગ્રંથસમાપ્તિનું મંગલાચરણ કરે છે – ગાથા : तवगणरोहणसुरगिरिसिरिणयविजयाभिहाणविबुहाण । सीसेणं पियं यं, पयरणमेयं सुहं देउ ॥२२७॥ तपागणरोहणसुरगिरिश्रीनयविजयाभिधानविबुधानाम् । शिष्येण प्रियं रचितं प्रकरणमेतत्सुखं (शुभं) ददातु ॥२२७॥ ગાથાર્થ :- તાગણમાં રોહણ કરનારા–તપાગચ્છમાં રહેલા, સુરગિરિ જેવા મેરુ પર્વત જેવા, શોભાયમાન શ્રી નવિજય નામના પંડિતના શિષ્ય એવા શ્રી ઉપાધ્યાય યશોવિજયજી વડે રચાયેલું પ્રિય એવું આ પ્રકરણ-ચતિલક્ષણસમુચ્ચય પ્રકરણ, સુખને આપોકકલ્યાણને આપો. l૨૨oll ભાવાર્થ : પોતાના ગુરુ કોણ છે અને કેવા છે તેનો ગ્રંથકાર પરિચય કરાવે છે. પોતાના ગુરુ તપગચ્છમાં રહેલા છે, અને જેમ લોકમાં મેરુપર્વત શોભાયમાન છે તેમ તપગચ્છમાં મહાસત્ત્વથી શોભાયમાન એવા પોતાના ગુરુ શ્રી નવિજયજી મહારાજ છે, અને તેમના શિષ્ય શ્રી યશોવિજયજીએ આ પ્રકરણ રચ્યું છે, જે પ્રકરણ યોગમાર્ગના અર્થી જીવોને પ્રિય થાય એવું છે. આવું રચાયેલું પ્રકરણ કલ્યાણને આપો, એમ કહીને ગ્રંથકાર એ કહેવા ઇચ્છે છે કે આ ગ્રંથમાં બતાવાયેલા યતિના ભાવો પોતાને અને શ્રોતાઓને પ્રાપ્ત થાઓ, અને કલ્યાણની પરંપરાને આપો, જેથી સર્વ જીવો સુખે સુખે સંસારસાગરના પારને પામે. ર૨૭ll विविधावधानधारि-कुर्चालसरस्वती-न्यायविशारद-न्यायाचार्य-महामहोपाध्यायश्रीयशोविजयगणिप्रणीतम् ॥ इति श्रीयतिलक्षणसमुच्चयप्रकरणम् ॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy