SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૨૦૬ ઓમળ્યો=શિથિલ સાધુઓ, પોતાના માટે દીક્ષા આપતા પરના આત્માને હણે છે, તેને=દીક્ષા લેનારને, દુર્ગતિમાં ફેંકે છે અને સ્વયં અધિકતર ડૂબે છે. (૫) સાવધયોગના પરિવર્જનથી સર્વોત્તમ યતિધર્મ છે, બીજો શ્રાવકધર્મ છે, ત્રીજો સંવિગ્નપાક્ષિકનો પથ છે. (૬) ૨૭૮ ગૃહસ્થલિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગ વડે શેષ મિથ્યાદૅષ્ટિ છે. જે પ્રમાણે વળી, ત્રણ મોક્ષપથ છે=પૂર્વના ત્રણ મોક્ષપથો છે–યતિધર્મ, શ્રાવકધર્મ અને સંવિગ્નપાક્ષિકનો પથ એ ત્રણ મોક્ષપથો છે; તે પ્રકારે ત્રણ= પાછળના ત્રણ=ગૃહસ્થલિંગી, કુલિંગી અને દ્રવ્યલિંગી સંસારપથો છે. (૭) ‘નન્નુ' થી શંકા કરે છે- ગૃહસ્થ અને ચરકાદિ સંસારમાં ભટકનારા થાઓ, પરંતુ ભગવાનના લિંગને ધારણ કરનારા કેવી રીતે સંસારમાં ભટકનારા થાય ? એ પ્રકારની શંકામાં કહે છે આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતાં સર્વ જીવો વડે અનંતી વખત દ્રવ્યલિંગો ગ્રહણ કરાયાં અને મુકાયાં. (૮) અહીં વિશેષ એ છે કે સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતી વખત જે દ્રવ્યલિંગો ગ્રહણ કરાયાં અને મુકાયાં તે મોક્ષનાં કારણ ન હતાં, આથી સંસારનો અંત થયો નહિ. તેથી તે દ્રવ્યલિંગોવાળા મિથ્યાર્દષ્ટિ છે, માટે તે સંસારપથ જ છે. ‘નવુ' થી શંકા કરે છે- ત્રણ સંસારપથ અને ત્રણ મોક્ષપથ જે કહેવાયું તે સુંદર છે, પણ જે સાધુ બહુ કાલ સુધી સુસાધુના વિહારથી વિહરીને પાછળથી કર્મની પરતંત્રતાના કારણે શૈથિલ્યનું અવલંબન કરે છે, તે કયા પક્ષમાં નિક્ષેપ પામશે ? એથી કહે છે સારણાથી ત્યાગ પામેલા અર્થાત્ સારણાથી નિર્વેદ પામેલા, જેઓ ગચ્છથી નીકળેલા છે, જેઓ પાસસ્થા છે, તેઓ જિનવચનથી બહાર છે. તેઓને પ્રમાણ ન કરવા, અર્થાત્ સુસાધુરૂપે ન સ્વીકારવા. (૯) * ઉપદેશમાલાની ગાથા-૫૨૫ ની ટીકા પ્રમાણે અર્થ કરેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ સુસાધુરૂપે વિચરીને પણ પાછળથી પ્રમાદી થયા છે અને ગચ્છને છોડીને સ્વૈચ્છિક વિહરે છે, તેઓ સંસારમાર્ગમાં જ છે, મોક્ષમાર્ગમાં નથી. કૃત્ય વિદ્ધંતો - સંવિગ્ન, સંવિગ્નપાક્ષિક અને શિથિલાચારી એ ત્રણમાં દૃષ્ટાંત બતાવે છે તે કાળે, તે સમયે તુંગીયા નામની નગરી હતી. વર્ણનથી=રાયપસેણીસૂત્રમાં તુંગીયા નગરીનું વર્ણન કર્યું છે તેનાથી તુંગીયા નગરીનું વર્ણન જાણવું. તે નગરીમાં એક સાધુ ક્ષમાવાળા, દાન્ત, જિતેન્દ્રિય, ઇર્યાસમિતિવાળા, ભાષાસમિતિવાળા, એષણાસમિતિવાળા, આદાનભંડમનિક્ષેવણાસમિતિવાળા, ઉચ્ચાર= સ્થંડિલ, પાસવણ=માત્રુ, ખેલ=બળખા, જલ્લ=મળ, સિંઘાણ=નાકની લીંટ-શેડા, તે સર્વ વિષયક પારિષ્ટાપનિકાસમિતિવાળા, મનગુપ્તિવાળા, વચનગુપ્તિવાળા, કાયગુપ્તિવાળા, ઇન્દ્રિયોની ગુપ્તિવાળા, બ્રહ્મચર્યની ગુપ્તિવાળા, મમતા વગરના, અકિંચન, છિન્નગ્રંથિવાળા=રાગદ્વેષ વગરના, છિન્નશોકવાળા=શોકરહિત, નિરુવોવો સપાવ=કાંસાના પાત્રની જેમ નિરુપલેપ, મુમ્તોઓ=મુક્ત તોષવાળા, શંખની જેમ નિરંજન, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા, આવા વગેરે ગુણોથી યુક્ત, મધ્યાહ્ન સમયે ગોચરી માટે ફરતા, એક
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy