SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : પ-૬ ગાથા : सुत्तायरणाणुगया, सयला मग्गाणुसारिणी किरिया । सुद्धालंबणपुन्ना, जं भणि धम्मरयणंमि ॥५॥ सूत्राचरणानुगता सकला मार्गानुसारिणी क्रिया । शुद्धालम्बनपूर्णा यद् भणितं धर्मरत्ने ॥५॥ ગાથાર્થ : સૂત્રને અને આચરણાને અનુગત=અનુસરનારી, શુદ્ધ આલંબનથી પૂર્ણ એવી બધી ક્રિયા માર્ગાનુસારી છે, જે કારણથી ધર્મરત્નપ્રકરણમાં કહેવાયેલું છે, જે સ્વયં ગ્રંથકાર આગળ બતાવે છે. પણ ભાવાર્થ :- ક્રિયાને બતાવનારાં (૧) આગમવચનોરૂપ સૂત્ર, અને (૨) સંવિગ્ન-ગીતાર્થોની આચરણા, તે બન્નેને અનુસરનારી એવી સંયમની બધી ક્રિયા માર્ગાનુસારી છે. તે માર્ગાનુસારી ક્રિયા ઉત્સર્ગ-અપવાદરૂપ છે અને ઉત્સર્ગ-અપવાદ યથાસ્થાને જોડાયેલા હોય ત્યારે તે માર્ગાનુસારી ક્રિયા શુદ્ધ આલંબનથી પૂર્ણ બને છે; અને જે શુદ્ધ આલંબનથી પૂર્ણ છે તે સર્વ ક્રિયા માર્ગાનુસારી છે. માર્ગાનુસારી ક્રિયાનું આવું જે લક્ષણ કર્યું તેમાં ધર્મરત્નપ્રકરણની સાક્ષી આપે છે. તેનાથી એ બતાવવું છે કે ધર્મરત્નપ્રકરણમાં માર્ગાનુસારી ક્રિયાનું જે લક્ષણ કર્યું છે તેને સામે રાખીને ગ્રંથકારે પ્રસ્તુત ગાથામાં માર્ગાનુસારી ક્રિયાનું સ્વરૂપ બતાવેલ છે. અહીં વિશેષ એ છે કે સાધુને સંયમવૃદ્ધિ માટે સતત ધ્યાન-અધ્યયન આદિમાં યત્ન કરવાનો છે, અને તે ધ્યાન-અધ્યયન આદિની ક્રિયા આત્માને સમ્યફ નિષ્પન્ન કરવા અર્થે કરવાની છે. તેથી આત્માની નિષ્પત્તિ ઉત્સર્ગમાર્ગે થઈ શકતી હોય ત્યારે સાધુ માટે ઉત્સર્ગમાર્ગ આલંબન છે, અને જ્યારે ઉત્સર્ગમાર્ગે પ્રવૃત્તિ કરવાના કારણે અધ્યયન આદિમાં વ્યાઘાત થતો હોય, અને તેના કારણે સંયમના પરિણામની વૃદ્ધિ બાધા પામતી હોય, ત્યારે ભગવાનના વચનના સ્મરણપૂર્વક અપવાદનું આલંબન લેવામાં આવે તો તે અપવાદનું આલંબન પણ શુદ્ધ આલંબન છે. આથી સાધુ ઉત્સર્ગ અને અપવાદને ઉચિત સ્થાને યોજન કરીને સૂત્રને અનુસરનારી અને સંવિગ્ન-ગીતાર્થોની આચરણાને અનુસરનારી જે કોઈ ક્રિયા કરે છે તે માર્ગાનુસારી ક્રિયા છે, અને આ પ્રકારની પ્રવૃત્તિમાં ક્વચિત્ અનાભોગાદિથી સ્કૂલના થાય ત્યારે તેની શુદ્ધિ માટે જે કાંઈ શાસ્ત્રાનુસારી ઉચિત યત્ન કરાય તે પણ માર્ગાનુસારી ક્રિયા છે. પણ અવતરણિકા : પૂર્વગાથામાં ધર્મરત્નપ્રકરણની સાક્ષી આપી. તેથી ધર્મરત્નપ્રકરણમાં કહેવાયેલું તે હવે પછીની ૬થી ૧૦ ગાથાઓમાં ગ્રંથકાર બતાવે છે – ગાથા : मग्गो आगमणीई, अहवा संविग्गबहुजणाईन्नं । उभयाणुसारिणी जा, सा मग्गणुसारिणी किरिया ॥६॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy