SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૨-૨૦૩ કોઈ સાધુ પ્રમાદી થયા હોય અને તેમને માર્ગમાં લાવવા માટે પ્રયત્ન કરવાનો હોય ત્યારે જ્યાં સુધી તે સાધુને મૂળ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી મૂળગુણરહિત છે તેમ સ્વીકારતું નથી, પરંતુ તેમને અતિચારવાળા સ્વીકારીને માર્ગમાં લાવવા માટે ઉચિત યત્ન કરાય છે. જો તે માર્ગમાં આવે તો તેમણે સેવેલા પ્રમાદનું પ્રાયશ્ચિત્ત પણ ઉત્તરગુણના અતિચારરૂપે સ્વીકારીને અપાય છે. વળી, ઉચિત વંદન, વૈયાવચ્ચ આદિ વ્યવહાર પણ જ્યાં સુધી મૂળ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી કરાય છે, તે બતાવવા માટે જ આ વ્યવહારનયનું કથન છે. તેથી વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનયથી વિચારણા કરવાની હોય છે, અને નિશ્ચયનયના સ્થાનમાં નિશ્ચયનયથી વિચારણા કરવાની હોય છે, એ ફલિત થાય છે. જેમ પ્રસ્તુતમાં કોઈ સાધુ ઉત્તરગુણમાં નિષ્કારણ પ્રતિસેવન કરતા હોય ત્યારે નિશ્ચયનયને સામે રાખીને શાસ્ત્રકારોએ કહ્યું કે નિષ્કારણ પ્રતિસેવના ચારિત્રનો નાશ કરે છે. તેથી સાધુએ ઉત્તરગુણની પ્રતિસેવનાની ઉપેક્ષા ન થાય તદ્અર્થે નિશ્ચયનયનું અવલંબન લઈને અતિચારના પરિહારમાં યત્ન કરવો જોઈએ; અને કોઈક આરાધક સાધુ પણ પ્રમાદવશ થયા હોય ત્યારે જ્યાં સુધી મૂળ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તેને મૂળગુણયુક્ત માનીને ઉચિત વ્યવહારની ઉપેક્ષા ન થાય તદ્અર્થે વ્યવહારનયનું અવલંબન લઈને ઉચિત વંદનાદિ વ્યવહાર કરવો જોઈએ. ૨૦૨ અવતરણિકા - ગાથા-૧૯૬માં બતાવ્યું કે “શૈલકસૂરિને પણ મૂળપ્રતિજ્ઞાનો ભંગ નથી અને તેની પુષ્ટિ ગાથા-૧૯૭થી ૨૦૦ સુધીમાં કરી, અને તે પ્રમાણે “શૈલકસૂરિ મૂળગુણમાં શિથિલ નહિ હોવા છતાં ઉત્તરગુણમાં શિથિલ હતા તોપણ હીલનાપાત્ર નથી” તે વાત ગાથા-૨૦૧માં સ્થાપન કરી. ત્યાં “નિષ્કારણ પ્રતિસેવના ચારિત્રનો નાશ કરનાર છે. તે શાસ્ત્રવચનનું સ્મરણ થયું. તેથી ખુલાસો કર્યો કે તે શાસ્ત્રવચન પ્રમાણે “શૈલકસૂરિ ચારિત્રહીન હોવા છતાં પ્રાયશ્ચિત્તની દૃષ્ટિથી વિચારીએ તો શૈલકસૂરિમાં મૂળગુણનો ભંગ નથી.” હવે આવા ગુરુની વૈયાવચ્ચ કરવી તે નિર્દોષ છે, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : इय गुणजुयस्स गुरुणो, दुटुमवत्थं कयाइ पत्तस्स । सेवा पंथगणाया, णिद्दोसा होइ णायव्वा ॥२०३॥ इति गुणयुतस्य गुरोर्दुष्टामवस्थां कदाचित्प्राप्तस्य । सेवा पन्थकज्ञातान्निर्दोषा भवति ज्ञातव्या ॥२०३॥ અન્વયાર્થ : યાડ઼ દુકુમવત્થ પત્ત ક્યારેક દુષ્ટ અવસ્થાને પ્રાપ્ત, રૂચ ગુણનુયસ ગુરુનો સેવા-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના મૂળગુણના અભંગરૂપ ગુણયુક્ત એવા ગુરુની સેવા, પંથાવા-પંથકના દષ્ટાંતથી, fોસા રોડ઼ =નિર્દોષ જ્ઞાતવ્ય છે.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy