________________
૨૪૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૮૧
થાવગ્ગાપુત્ર નામના ગુરુના પદવર્તી ઉત્તરાધિકારી એવા શુકગુરુ સમીપમાં અન્ય દિવસે પંથક પ્રમુખ પાંચસો મંત્રીઓથી પરિવૃત યુક્ત, એવા રાજાએ=ૌલકરાજાએ, મંડુકપુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને વ્રતને ગ્રહણ કર્યું. વર્યા છે સર્વ પાપો જેણે એવા શૈલકમુનિ અગિયાર અંગને ભણ્યા. પ-દી
તેથી ભગવાનના સિદ્ધાન્તની વિધિને જાણનારા એવા શુકમુનિ વડે શૈલક રાજર્ષિનો પંથક વગેરે ૫૦૦ મુનિઓના નાયક તરીકે સ્થાપન કરાયા.
મહાત્મા એવા શુકમુનિ સમયેaઉચિતકાળે, આહારવર્જન કરીને શ્રીવિમલગિરિના શિખર ઉપર હજાર સાધુઓ સહિત મોક્ષને પામ્યા. ll
હવે અનુચિત ભક્તાદિ ભોગના દોષથી દાહજ્વરાદિ રોગથી પીડિત થયેલા શૈલકરાજર્ષિ શૈલકપુરમાં આવ્યા. ll
પ્રશસ્ત ઉદ્યાનમાં નિર્દોષ ભૂમિભાગમાં તેમને સમોવસરિત જાણીને પ્રશસ્ત મનવાળા મંડુકરાજા આવ્યા. //holl
કૃતવંદનઆદિ કૃત્યવાળા મંડુકરાજા ગુરુના શરીરના વૃત્તાંતને જાણીને, હે ભદન્ત ! મારા ઘરે નાસાના સુત્રયાનશાળા=વાહનશાળામાં આવો, એ પ્રમાણે વિનંતી કરે છે. [૧]
જેથી ત્યાં=મારા ઘરે, તમારા ધર્મશરીરની રક્ષા માટે યથાપ્રવૃત્ત એવા ભક્ત ઔષધાદિ વડે ક્રિયા કરાવું અર્થાત્ નિર્દોષ ઔષધાદિ વડે રોગની ક્રિયાને કરાવું. ૧રા
અને તે પ્રમાણે કહેવાયું છે. ધર્મસંયુક્ત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, જે પ્રમાણે પર્વતથી પાણી ઝરે તે પ્રમાણે શરીરથી ધર્મ ઝરે શરીરથી ધર્મ થઈ શકે. ll૧all
આ=મંડુકરાજાનું આ વચન, ગુરુ વડે સ્વીકારાયું. ત્યાં=ઠંડુકરાજાની વાહનશાળામાં, સુઘથી સ્નિગ્ધમધુર આહારાદિથી, ઉત્તમ ક્રિયા=ઉત્તમ ચિકિત્સા, પ્રારબ્ધ કરાઈ=પ્રારંભ કરાઈ. ll૧૪ll
વૈદ્યોની કુશળતાથી પથ્ય ઔષધ-પાનગઆદિના ધુવલાભથી થોડા દિવસોમાં આ સૂરિ નિરોગી અને બળવાન થયા. ll૧પ
ફક્ત સ્નિગ્ધ, પેસલ મનોહર આહાર આદિમાં અત્યંત મૂછિત થયા. સુખશીલપણાને પ્રાપ્ત થયેલા તે સૂરિ ગ્રામાંતરના વિહારને ઇચ્છતા નથી. //૧૬ll
ઘણી વખત કહેવા છતાં પણ તે સૂરિ પ્રમાદથી વિરામ પામતા નથી ત્યારે પંથકને છોડીને બીજા મુનિઓ એકત્ર થઈને મંત્રણા કરે છે વિચારણા કરે છે. [૧]
ખરેખર ઘન, ચીકણાં કુટિલ વજસાર એવાં કર્મો, જ્ઞાનથી સમૃદ્ધ એવા પુરુષને પંથથી ઉત્પથaઉન્માર્ગમાં લઈ જાય છે. ૧૮
કરતલમાં રહેલા મુક્તાફળની જેમ ભુવનતલને શ્રુતબળથી જાણીને કેટલાક નીચે પડે છે. કર્મનું બલિતપણું જુઓ. ll૧૯
રાજઋદ્ધિને મૂકીને મોક્ષાર્થી આ=શેલકસૂરિ પ્રવ્રજિત થયા. હમણાં અતિપ્રમાદથી વિસ્મરિતા પ્રયોજનવાળા થયા. ૨૦