SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૬-૧૭૭ कादिप्रणीतकुयुक्तिनिराकरणाभावान्न श्रोतृणां दृढा प्रतीतिः कर्तुं पार्यते, आगमगम्येषु तु युक्तिपथातीतेषु युक्तिमुटुंकयन्नसंपादितनियतार्थप्रतीतिविफलारम्भत्वेन स्वयमेव वैलक्ष्यं भजते, श्रोतुश्चानादेयवचनो भवतीति न विपरीतव्यवहारिणा तेन सम्यसिद्धान्त आराधितो भवति ॥(उपदेशरहस्य II) ભાવાર્થ - શુદ્ધ પ્રરૂપણા કરનારા અને અશુદ્ધ પ્રરૂપણા કરનારા ગુરુનું સ્વરૂપ : સ્વસમયના પ્રજ્ઞાપક ગીતાર્થ સાધુ, જીવ-કર્મઆદિ પદાર્થોને યુક્તિથી બતાવે છે; કેમ કે જીવ-કર્મઆદિ પદાર્થો યુક્તિથી બતાવી શકાય તેવા છે. વળી, સ્વસમયના પ્રજ્ઞાપક ગીતાર્થ સાધુ, દેવલોક-ચૌદરાજલોકની વ્યવસ્થા, જીવઆદિની સંખ્યા વગેરે પદાર્થોને આગમવચનમાત્રના પ્રામાણ્યથી બતાવે છે; કેમ કે દેવલોક આદિ પદાર્થો આગમમાત્રથી ગમ્ય છે. તેથી જે સાધુ યુક્તિગમ્ય પદાર્થોમાં યુક્તિને બતાવવા સમર્થ છે, અને આગમમાત્રથી ગમ્ય પદાર્થોને આગમમાત્રથી બતાવવા સમર્થ છે, તેવા ગીતાર્થ સાધુ સ્વસમયપ્રજ્ઞાપક હોવાથી ગુરુપદને યોગ્ય છે. જે સાધુ હેતુવાદથી બતાવી શકાય તેવા પદાર્થો પણ શાસ્ત્રવચનમાત્રના પ્રમાણથી બતાવતા હોય પણ યુક્તિથી બતાવતા ન હોય કે યુક્તિથી બતાવવા સમર્થ ન હોય, અને આગમવચનમાત્રના પ્રામાણ્યથી બતાવી શકાય તેવા પદાર્થો પણ યુક્તિથી બતાવવા પ્રયત્ન કરતા હોય, તેવા સાધુ જિનવચનના વિરાધક છે. તેથી તેવા સાધુ ઘણાં શાસ્ત્ર ભણ્યા હોય તોપણ શાસ્ત્રવચનોને ઉચિત રીતે જોડીને શ્રોતાને ઉપકાર કરી શકતા નથી. તેથી તેવા સાધુ સિદ્ધાન્તના વિરાધક છે માટે તેવા સાધુ ગુરુપદને યોગ્ય નથી. /૧૭ell અવતરણિકા : યતિનું સાતમું લક્ષણ ગુરુ આજ્ઞાનું આરાધન ગાથા-૧૩૬થી કહેવાનું શરૂ કરેલ. ત્યાં જિજ્ઞાસા થઈ કે ગુરુ કેવા હોય કે જેની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી ગુરુ આજ્ઞાની આરાધના થાય? તેથી ગાથા-૧૭૧ થી ૧૭૬ સુધી ગુરુપદને યોગ્ય ગુરુનું સ્વરૂપ બતાવ્યું. હવે કલિકાળના દોષને કારણે પૂર્વમાં વર્ણન કર્યા તેવા સર્વગુણોથી યુક્ત ગુરુ ન મળે તો શું કરવું? અને કેવા ગુરુ સ્વીકારીએ તો ગુરુ આજ્ઞાનું આરાધન થઈ શકે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : कलिदोसंमि अ णिविडे, एगाइगुणुज्झिओ वि होइ गुरू । मूलगुणसंपया जइ, अक्खलिआ होइ जं भणिअं ॥१७७॥ कलिदोषे च निविडे, एकादिगुणोज्झितोऽपि भवति गुरुः । मूलगुणसम्पदा यदि अस्खलिता भवति यद्भणितम् ॥१७७।। ગાથાર્થ - અને નિબિડ એવા કલિદોષમાં ગાઢ એવા કલિકાળના દોષમાં, જો મૂળગુણસંપદા અખલિતા હોય, તો એકાદિગુણથી રહિત પણ ગુરુ થાય છે, જે કારણથી કહેવાયું છે. I૧૭ના
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy