SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૦ ગાથા : भट्ठायारो सूरी, भट्टायाराणुविक्खओ सूरी । उम्मग्गठिओ सूरी, तिण्णि वि मग्गं पणासंति ॥१७०॥ भ्रष्टाचारः सूरिभ्रष्टाचाराणामुपेक्षकः सूरिः । उन्मार्गस्थितः सूरिस्त्रयोऽपि मार्ग प्रणाशयन्ति ॥१७०॥ ગાથાર્થ : ભ્રષ્ટાચાર સૂરિ, ભષ્ટાચારના ઉપેક્ષક સૂરિ અને ઉન્માર્ગમાં રહેલ સૂરિ, ત્રણેય પણ માર્ગનો નાશ કરે છે. I૧૯oll ટીકા : व्याख्या-भ्रष्टः-सर्वथा विनष्टः आचारो-ज्ञानाचारादिर्यस्य स भ्रष्टाचारः सूरिरधर्माचार्यः १, भ्रष्टाचाराणां विनष्टाचाराणां साधूनां उपेक्षकः, प्रमादप्रवृत्तसाधूनामनिवारयितेत्यर्थः, सूरिर्मन्दधर्माचार्यः २, उन्मार्गस्थित उत्सूत्रादिप्ररूपणपरः सूरिरधर्माचार्यः ३, त्रयोऽप्येते मार्ग-ज्ञानादिरूपं मोक्षपथं प्रणाशयन्ति-जिनाज्ञामतिक्रामन्तीत्यर्थः ॥ गाथाछंदः ॥ (गच्छाचारप्रकीर्णकः ॥२८॥) ટીકાર્ય : ૧. ભ્રષ્ટ=સર્વથા વિનષ્ટ, જ્ઞાનાચારઆદિ આચારો છે જેમને તે ભ્રષ્ટાચાર સૂરિ છે=અધર્માચાર્ય છે અર્થાત્ પાપાચાર્ય છે. ૨. વિનષ્ટ આચારવાળા=ભ્રષ્ટ આચારવાળા, સાધુના ઉપેક્ષક અર્થાત્ પ્રમાદમાં પ્રવૃત્ત સાધુઓને નહિ નિવારણ કરનારા સૂરિ મંદ ધર્માચાર્ય છે. ૩. ઉન્માર્ગ સ્થિત–ઉત્સુત્ર પ્રરૂપણામાં પ્રવૃત્ત સૂરિ, અધર્માચાર્ય છે–પાપાચાર્ય છે. ત્રણે પણ આ સૂરિઓ જ્ઞાનાદિરૂપ મોક્ષપથનો નાશ કરે છે=ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરે છે. (ગચ્છાચાર પ્રકીર્ણક. ૨૮) ભાવાર્થ - ગુણરહિત ગુરુનું સ્વરૂપ : પ્રસ્તુત ગાથામાં બતાવાયેલા ત્રણે પણ સૂરિઓ ગુરુપદને યોગ્ય નથી. તેથી તેવા સૂરિની નિશ્રામાં રહીને તેમની આજ્ઞા અનુસાર કોઈ સાધુ સંયમ પાળતા હોય તો પણ તે સાધુ ગુરુ આજ્ઞાના આરાધક નથી. આરાધક સાધુ માટે ફક્ત ગાથા-૧૬૬માં બતાવ્યું તે પ્રમાણે સંક્લિષ્ટ કાળને કારણે ગીતાર્થસાધુ ન મળ્યા હોય તો પાસત્થા આદિ સાથે રહેવાની અપવાદ અનુજ્ઞા છે. છતાં કોઈ સાધુ ઉપરમાં વર્ણન કરાયેલા ત્રણે સૂરિમાંથી કોઈ સૂરિ સાથે અપવાદથી રહેલા હોય, સ્વયં ભગવાનની આજ્ઞા અનુસાર છકાયના પાલનમાં યતના કરતા હોય અને સંવેગને ધારણ કરતા હોય, અને સુયોગ્ય ગીતાર્થ ગુરુ મળે ત્યારે આવા સૂરિઓને છોડીને ગીતાર્થ ગુરુની નિશ્રામાં જવા માટેના અભિલાષવાળા હોય, તેવા સાધુને ગુરુઆજ્ઞાનું આરાધન છે. પરંતુ પ્રસ્તુત ગાથામાં બતાવેલા ત્રણે ગુરુને ગુરુબુદ્ધિથી સ્વીકારીને તેમને પરતંત્ર રહેનારા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy