________________
૨૨૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૬૧-૧૬૨૧૬૩-૧૬૪
- શ્રુત ભણીને નિષ્પન્ન થયેલા ગીતાર્થ સાધુને જાત કહેવાય, અને તેનાથી અભિન્ન એવો આચાર તે પણ જાત કહેવાય=ગીતાર્થ કહેવાય. તેનાથી એ પ્રાપ્ત થાય કે ગીતાર્થનો જે આચાર તે ગીતાર્થરૂપ છે અને તે ગીતાર્થને અહીં “જાતકલ્પ' રૂપે કહેલ છે.
(૨) અજાતકલ્પ : અજાત=અગીતાર્થ, તેનો કલ્પ–તેનો આચાર, એટલે અગીતાર્થનો આચાર. શ્રુત ભણીને નિષ્પન્ન નહિ થયેલા અગીતાર્થ સાધુને “અજાત’ કહેવાય, અને તેનાથી અભિન્ન એવો આચાર તે પણ ‘અજાત' કહેવાય=અગીતાર્થ કહેવાય. તેનાથી એ પ્રાપ્ત થાય કે અગીતાર્થનો જે આચાર તે અગીતાર્થરૂપ છે અને તે અગીતાર્થને અહીં “અજાતકલ્પ રૂપે કહેલ છે.
જાતકલ્પ અને અજાતકલ્પ એ બન્નેના બે બે ભેદ છે : જાતકલ્પના બે ભેદ : (૧) સમાપ્ત જાતકલ્પ અને
(૨) અસમાપ્ત જાતકલ્પ. અજાતકલ્પના બે ભેદ : (૧) સમાપ્ત અજાતકલ્પ અને
(૨) અસમાપ્ત અજાતકલ્પ. જતકલ્ય :| (i) સમાત જાતકલ્પ ઃ ચોમાસામાં કોઈ એક સમુદાયમાં ઓછામાં ઓછા સાત સાધુનો સમુદાય હોય, તેમાં ઓછામાં ઓછા એક ગીતાર્થ સાધુ હોય તો “સમાપ્ત જાતકલ્પ' કહેવાય.
વળી, ચોમાસા સિવાયના શેષકાળમાં કોઈ એક સમુદાયમાં ઓછામાં ઓછા પાંચ સાધુનો સમુદાય હોય, તેમાં ઓછામાં ઓછા એક ગીતાર્થ સાધુ હોય તો “સમાપ્ત જાતકલ્પ' કહેવાય. | (i) અસમાપ્ત જાતકલ્પ ઃ ચોમાસામાં કોઈ એક સમુદાયમાં સાત સાધુથી ઓછો સમુદાય હોય, અને તેમાં ઓછામાં ઓછા એક ગીતાર્થ સાધુ હોય તો “અસમાપ્ત જાતકલ્પ' કહેવાય છે.
વળી, ચોમાસા સિવાયના શેષકાળમાં કોઈ એક સમુદાયમાં પાંચ સાધુથી ઓછો સમુદાય હોય, અને તેમાં ઓછામાં ઓછા એક ગીતાર્થ હોય તો “અસમાપ્ત જાતકલ્પ' કહેવાય. અજાતકલ્પ :| (i) સમાપ્ત અજાતકલ્પઃ ચોમાસામાં કોઈ એક સમુદાયમાં ઓછામાં ઓછા સાત સાધુનો સમુદાય હોય, પરંતુ તેમાં એક પણ ગીતાર્થ સાધુ ન હોય અર્થાત્ બધા અગીતાર્થ સાધુ હોય, તો તેને સમાપ્ત અજાતકલ્પ' કહેવાય,
વળી, ચોમાસા સિવાયના શેષકાળમાં કોઈ એક સમુદાયમાં ઓછામાં ઓછા પાંચ સાધુનો સમુદાય હોય, અને તેમાં એક પણ ગીતાર્થ ન હોય તો તેને “સમાપ્ત અજાતકલ્પ' કહેવાય.
i) અસમાત અજાતકલ્પ : ચોમાસામાં કોઈ એક સમુદાયમાં સાત સાધુથી ઓછો સમુદાય હોય, અને તેમાં એક પણ ગીતાર્થ સાધુ ન હોય અર્થાત્ બધા અગીતાર્થ સાધુ હોય, તો તેને “અસમાત અજાતકલ્પ કહેવાય.