________________
૨૧૪
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રાણ | ગાથા : ૧૫૯-૧૬૦
ગાથાર્થ :
અને ગીતાર્થ વિહાર, બીજે ગીતાર્થ-નિશ્ચિત વિહાર કહેવાયો છે. આનાથી ત્રીજી વિહાર જિનેશ્વરો વડે અનુજ્ઞાત નથી. ll૧૫૯TI
ટીકા :
गीत:-परिज्ञातोऽर्थो यैस्ते गीतार्था:-जिनकल्पिकादयः, तेषां स्वातन्त्र्येण यद् विहरणं स गीतार्थो नाम प्रथमो विहारः । तथा गीतार्थस्य-आचार्योपाध्यायलक्षणस्य निश्रिताः-परतन्त्रा यद् गच्छवासिनो विहरन्ति स गीतार्थनिश्रितो नाम द्वितीयो विहारो भणितः । इत ऊर्द्धमगीतार्थस्य स्वच्छन्दविहारितारूपस्तृतीयो विहारो नानुज्ञातः 'जिनवरैः' भगवद्भिस्तीर्थकरैरिति ॥ (बृहत्कल्प I૬૮૮) ટીકાર્ય :
ગીતાર્થનો અર્થ કરે છે: ગીત પરિજ્ઞાત અર્થ છે જેઓ વડે તે જિનકલ્પદાદિ ગીતાર્થો. તેઓનું સ્વતંત્રથી જે વિહરણ તે ગીતાર્થ નામનો પ્રથમ વિહાર છે; અને આચાર્ય, ઉપાધ્યાય લક્ષણ ગીતાર્થને નિશ્રિત=પરતંત્ર જે ગચ્છવાસીઓ વિહરે છે તે ગીતાર્થનિશ્રિત નામનો બીજો વિહાર કહેવાયો છે. આનાથી ઊર્ધ્વ=આનાથી ઉપર અગીતાર્થનો સ્વચ્છંદવિહારિતારૂપ ત્રીજો વિહાર, જિનેશ્વરો વડે=તીર્થકરો વડે અનુજ્ઞાત નથી.
બૃહત્ કલ્પભાષ્યમાં સંયમી સાધુને બે પ્રકારના વિહારો કહ્યા છે. તે બે વિહારો કરનારા સાધુ સુસાધુ છે અને અગીતાર્થને સ્વચ્છંદવિહારિતારૂપ ત્રીજા વિહારરૂપે ભગવાને અનુજ્ઞા આપી નથી. તેથી અગીતાર્થ સાધુ એકાકી વિહાર કરે તો સંયમજીવન રહે નહીં, કેમ કે ભગવાનની આજ્ઞા વગરનું તેમનું વિતરણ છે. ૧૫૯માં
અવતરણિકા :
इतश्चागमवचनादिदं विशेषविषयं मन्तव्यमित्यत आह -
અવતરણિકાર્ય :
આ આગમવચનથી=ગાથા-૧૬૦થી ૧૬૩માં બતાવશે એ આગમવચનથી, આ= યાત્નમાળા' ઇત્યાદિ સૂત્ર વિશેષ વિષયવાળું જાણવું. એથી કહે છે=એથી તે આગમવચનને કહે છે –
ગાથા :
एगागियस्स दोसा, इत्थीसाणे तहेव पडिणीए । भिक्खविसोहि महव्वय, तम्हा, सबिइज्जए गमणं ॥१६०॥ एकाकिनो दोषाः स्त्रीशुनि तथैव प्रत्यनीकः । भिक्षाविशोधिर्महाव्रतानि, तस्मात् सद्वितीयेन गमनम् ॥१६०॥