SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૫૮-૧૫૯ ૨૧૩ ભાવાર્થ :- અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ : અજ્ઞાની શું કરશે ? ઇત્યાદિ દશવૈકાલિકના વચનથી અગીતાર્થ પાપનું વર્જન કરી શકતા નથી એમ જાણવું. દશવૈકાલિકની પૂર્ણગાથા આ પ્રમાણે છે पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा नाहीइ छेयपावगं ॥१०॥ તેનો ભાવાર્થ આ પ્રમાણે છે પ્રથમ જ્ઞાન અને પછી દયા’ આ રીતે જ્ઞાનપૂર્વકની દયાનું પાલન કરવામાં આવે એ રીતે, સર્વ સંયમ રહે છે. અજ્ઞાની શું કરશે ?અજ્ઞાની સંયમની ઉચિત પ્રવૃત્તિ કરી શકશે નહિ અથવા ય પાવક નિપુણ હિતને અને પાપને કેવી રીતે જાણશે ? આ પ્રકારના દશવૈકાલિકના વચનથી નક્કી થાય છે કે ગીતાર્થસાધુ જ્ઞાનવાળા હોય છે, અને જ્ઞાનથી નિયંત્રિત ઉચિત ક્રિયા કરે તે દયા છે અર્થાત્ પયપાલનની યતના છે, અને જ્ઞાનપૂર્વકની દયાથી સંયમ ટકે છે. વળી, જે ગીતાર્થ નથી તેઓ સમ્યજ્ઞાનવાળા નહિ હોવાથી પડિલેહણઆદિ ક્રિયા કરતા હોય કે ભિક્ષાની શુદ્ધિમાં યત્ન કરતા હોય તોપણ ગુરુ-લાઘવનું જ્ઞાન નહિ હોવાથી જ્ઞાન વગરના છે, અને ગુરુ-લાઘવના બોધથી રહિત એવા જ્ઞાનથી જે પ્રવૃત્તિ કરે છે, ત્યાં બાહ્ય જીવરક્ષા હોવા છતાં પારમાર્થિક દયા નથી, માટે સંયમ નથી. તેથી દશવૈકાલિકની ગાથા-૧૦ના ઉત્તરાર્ધમાં કહે છે અજ્ઞાની શું કરશે ? અથવા અજ્ઞાની નિપુણ હિતને અને હિતથી વિપરીત એવા પાપને કઈ રીતે જાણશે? અર્થાત્ અજ્ઞાની નિપુણ હિતને જાણતા નથી અને પાપને જાણતા નથી. તેથી હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરી શકતા નથી અને પાપનું વર્જન કરી શકતા નથી. ગાથા-૧૫૮ના પૂર્વાર્ધમાં બતાવ્યું કે દશવૈકાલિકના વચનથી અગીતાર્થ સાધુ પાપનું વર્જન કરી શકતા નથી, માટે અગીતાર્થ “ર યાત્નમન્ના' સૂત્રના વચનથી એકાકી વિહારના અધિકારી નથી. વળી, અગીતાર્થના વિહારનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્રમાં છે, તેથી પણ “યામિના' સૂત્રને અવલંબીને અગીતાર્થ એકાકી વિહાર કરી શકે નહિ, તે વાત ગાથાના ઉત્તરાર્ધથી બતાવેલ છે. I૧૫૮ અવતરણિકા : ગાથા-૧૫૮ના ઉત્તરાર્ધમાં કહ્યું કે અવ્યક્તનો=અગીતાર્થનો વિહાર પણ શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ કરાયેલો છે. હવે તે શાસ્ત્રવચન બતાવે છે – ગાથા : गीयत्थो अ विहारो, बीओ गीयत्थनीसिओ भणिओ । एत्तो तइअविहारो, नाणुन्नाओ जिणवरेहिं ॥१५९॥ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थनिश्रितो भणितः । इतस्तृतीयो विहारो, नानुज्ञातो जिनवरैः ॥१५९॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy