SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૪૬ तीर्थकरवचनकरणे, आचार्याणां प्रागेव कृतं भवति । इत एव भणितमिदमितरेतरभावसंवेधात् ॥१४६।। અન્વયાર્થ : તિસ્થયરવયવો તીર્થકરના વચનના કરણમાં, સાયેરિયાઈ=આચાર્યનું પ–પૂર્વમાં જ, વાં રોડ઼ કરાયેલું વચન પાલન કરાયેલું છે. પત્તો વ્રિય આથી જન્નતીર્થંકરની આજ્ઞાના પાલનમાં આચાર્યની આજ્ઞાનું પાલનછે આથી જ, ફરમાવસંવેદ=ઈતર ઇતરના ભાવના સંવેધથી-તીર્થકર અને ભાવાચાર્યરૂપ ઇતર ઇતરના ભાવના સંવેધથી રૂi=આ=ગાથા-૪૭-૪૮માં બતાવાશે એ, માશં કહેવાયેલું છે=શાસ્ત્રમાં કહેવાયેલું છે. ગાથાર્થ : તીર્થકરના વચનના કરણમાં આચાર્યનું પૂર્વમાં જ વચન પાલન કરાયેલું છે. આથી જ તીર્થકર અને ભાવાચાર્યરૂપ ઇતર ઇતરના ભાવના સંવેધથી ગાથા-૪૦-૪૮માં બતાવાશે એ શાસ્ત્રમાં કહેવાયેલું છે. II૧૪ઘા “પણ' શબ્દનો અર્થ “જોવ' એ પ્રમાણે ઓશનિયુક્તિ ભાષ્યની ગાથા-૪૭માં કરેલ છે અને પ્રસ્તુત ગાથાનો પૂર્વાર્ધ ઓઘનિર્યુક્તિ ગાથા-૪૭ ના પૂર્વાર્ધરૂપ જ છે. ભાવાર્થ : તીર્થકરની આજ્ઞાના પાલનમાં આચાર્યની આજ્ઞાના પાલનનો અંતભવ : કોઈ સાધુ ગીતાર્થગુરુની આજ્ઞાથી ગચ્છના અન્ય સાધુના કોઈ કાર્ય અર્થે અન્ય ગામમાં જતા હોય અને માર્ગમાં કોઈક ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરવા માટે રોકાય ત્યારે તીર્થંકરની આજ્ઞાનું પાલન થયેલું હોવાના કારણે આચાર્યની આજ્ઞાનું પાલન પૂર્વમાં જ થયેલું ગણાય. આશય એ છે કે આચાર્યની આજ્ઞા નિર્જરા થાય તેવી ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ હોય છે, અને માર્ગમાં ગ્લાન સાધુની વૈયાવચ્ચ માટે તે સાધુ તીર્થંકરની આજ્ઞાનું સ્મરણ કરીને રોકાય છે, તે પણ ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ છે. તેથી પ્લાનની વૈયાવચ્ચ માટે રોકાવું તે પણ આચાર્યની આજ્ઞાના પાલનરૂપ છે, તે બતાવવા માટે અહીં કહ્યું કે આચાર્યની આજ્ઞાના પાલન અર્થે ગયેલ તે સાધુને તે આચાર્યે જે કાર્ય બતાવેલ તે કાર્ય તે કરે તેના પૂર્વે જ તીર્થંકરની આજ્ઞાનું પાલન કરવાના કારણે આચાર્યની આજ્ઞાનું પાલન થઈ જાય છે. માટે તે સાધુ આચાર્ય બતાવેલ કાર્ય કદાચ ન કરી શકે તો પણ તેણે આચાર્યની ભાવઆજ્ઞાનો ભંગ કરેલ નથી, તેમ પૂર્વગાથામાં કહેલ છે. હવે તીર્થંકરની આજ્ઞાના પાલનથી આચાર્યની આજ્ઞાનું પાલન થઈ જાય છે, તેની પુષ્ટિ કરવા અર્થે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે આથી જન્નતીર્થંકરની આજ્ઞાના પાલનથી આચાર્યની આજ્ઞાનું પાલન થઈ જાય છે આથી જ, ઈતર ઈતર ભાવના સંવેધથી આ=વશ્ય આગળમાં કહેવાયેલું છે.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy