________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૪૫-૧૪૬
નિવાસ મારા માટે તે ગામમાં બનાવો. ગામના માણસોએ વિચાર્યું કે “રાજા તો માત્ર એક દિવસ જ અહીં રહેશે, માટે રાજા અર્થે સુંદર ચિત્રોથી ભરપૂર એવું સુંદર આવાસ બનાવવાનું કોઈ પ્રયોજન નથી” તેથી રાજા માટે તૃણનો આવાસ બનાવ્યો; જ્યારે ગ્રામઅધ્યક્ષ તો અહીં રહેનાર છે, તેથી ગ્રામઅધ્યક્ષ માટે ચાર સુંદર શાળાવાળો સુંદર આવાસ બનાવ્યો. રાજા તે ગામમાં આવ્યા ત્યારે સુંદર નિવાસ તરફ જવા લાગ્યા, ત્યારે ગામના માણસોએ કહ્યું કે આ આપનો આવાસ નથી, આપનો આવાસ તો આ બીજો છે. તેથી રાજાએ પૂછ્યું કે “આ સુંદર આવાસ કોનો છે ?” ગ્રામજનોએ કહ્યું કે “આ સુંદર આવાસ ગ્રામાધ્યક્ષનો છે.” તેથી રાજા ગુસ્સે થયો અને ગ્રામાધ્યક્ષ પાસેથી ગામ લઈ લીધું અને ગામના લોકોને દંડ કર્યો.
આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે :
દૃષ્ટાંતમાં ગ્રામાધ્યક્ષ ને સ્થાને આચાર્ય છે, રાજાને સ્થાને તીર્થંકર છે અને ગ્રામજનોને સ્થાને સાધુઓ છે. અહીં રાજાનો આવાસ તૃણનો કરાયો અને ગ્રામાધ્યક્ષનો આવાસ સુંદર કરાયો તેથી રાજા વડે ગ્રામજનો અને ગ્રામાધ્યક્ષને દંડ કરાયો, તેમ તીર્થંકરની આજ્ઞાના અતિક્રમમાં આચાર્યને અને સાધુઓને સંસા૨પરિભ્રમણરૂપ દંડની પ્રાપ્તિ થાય.
૧૯૯
આ દૃષ્ટાંત ઓઘનિર્યુક્તિમાં વિપરીત રીતે પણ બતાવેલ છે અને તે સ્થાનમાં ગ્રામજનોએ રાજા માટે સુંદર આવાસ બનાવ્યો અને ગ્રામાધ્યક્ષ માટે સામાન્ય આવાસ બનાવ્યો. રાજા પોતાના માટે સુંદર આવાસ જોઈને ખુશ થયો તેથી રાજાએ ખુશ થઈને ગ્રામાધ્યક્ષને અન્ય ગામ આપ્યું અને ગ્રામજનોનો કર પણ માફ કર્યો. તે રીતે જે સાધુઓ તીર્થંકર સંબંધી આજ્ઞા પાળે છે તેણે આચાર્યની આજ્ઞાનું પાલન ક્યું છે. ગ્રામજનોએ સુંદર આવાસ રાજા માટે બનાવ્યો અને રાજાના ગયા પછી તે સુંદર આવાસનો ઉપભોગ ગ્રામાધ્યક્ષને પ્રાપ્ત થયો, તેમ તીર્થંકરની આજ્ઞા પાળવાથી આચાર્યની આજ્ઞાનું પણ પાલન થયું; કેમ કે જો રાજા માટે સુંદ૨ આવાસ કરવામાં ન આવત તો અનર્થની પ્રાપ્તિ થાત, તેમ તીર્થંકરની આજ્ઞાનું પાલન ન કરવામાં આવે તો સંસારના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય. પરંતુ જે સાધુ તીર્થંકરની આજ્ઞાનું સ્મરણ કરીને ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તે સાધુએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે, તેથી તેને અનર્થની પ્રાપ્તિ થવાની નથી, પણ હિતની જ પ્રાપ્તિ છે; કેમ કે આચાર્યની ભાવઆજ્ઞાના પાલનનું ફળ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. ૧૪૫૫)
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગ્રામભોજી અને નરપતિના દૃષ્ટાન્તથી ગ્લાનની વૈયાવચ્ચ કરનાર સાધુ ગુરુની ભાવઆજ્ઞાનું પાલન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે ગુરુની આજ્ઞા પ્રમાણે તો કાર્ય થયું નથી, છતાં ગુરુની ભાવઆજ્ઞાનું પાલન કર્યું છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે .
ગાથા :
तित्थयरवयणकरणे, आयरिआणं पए कयं होइ । तो fear भणिअमिणं, इयरेअरभावसंवेहा ॥१४६॥