SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૪૪ ગાથાર્થ : આનો ત્યાગ કરાયે છતે ગુરુકુળવાસનો ત્યાગ કરાચે છતે, ભગવાનની આજ્ઞા પરિત્યાગ કરાઈ જ, અને તેના પરિત્યાગમાં ભગવાનની આજ્ઞાના પરિત્યાગમાં, બને પણ લોકનો=આલોક અને પરલોક બને પણ લોકનો, ત્યાગ થયો=આલોક અને પરલોક બને પણ લોક વિપરીત પ્રવૃત્તિથી વિનાશ કરાયા. ll૧૪૪ ટીકા :_ 'एयमी'त्यादि, एतस्मिन् गुरुकृले परित्यक्ते आज्ञा-उपदेशः खलुरवधारणार्थः, प्रयोगश्चास्य दर्शयिष्यते, भगवतो-जिनस्य परित्यक्तैव, तदत्यागरूपत्वात्तस्याः, ततः किमित्याह-तस्याश्च भगवदाज्ञायाः पुनः परित्यागेविमोचने सति द्वयोरपि-उभयोरपि, आस्तामेकस्य, लोकयोः भवयोरित्यर्थः, त्यागो-भ्रंशो भवति, विशिष्टनियामकाभावेनोभयलोकविरुद्धप्रवृत्तेः, इतिशब्दो वाक्यार्थસમતી રૂતિ થાઈ: I (પટ્ટશિવ ૨૨ ગાથા ૨૪) ટીકાર્ય : આeગુરુકુળવાસ, ત્યાગ કરાયે છતે, ભગવાનની આજ્ઞા=ભગવાનનો ઉપદેશ, ત્યાગ કરાયો જ; કેમ કે તેનું ભગવાનની આજ્ઞાનું, તદ્અત્યાગરૂપપણું છે=ગુરુકુળવાસનું અત્યાગરૂપપણું છે. તેનાથી શું?=ભગવાનની આજ્ઞાના ત્યાગથી શું ફળ પ્રાપ્ત થાય?=એથી કરીને કહે છે અને તેનો=ભગવાનની આજ્ઞાનો, વળી પરિત્યાગ કરાયે છતે બન્ને લોકનો ત્યાગ=બ્રશ થાય છે=બને લોક નિષ્ફળ થાય છે, કેમ કે વિશિષ્ટ નિયામકના અભાવને કારણે=ઉભયલોકના હિતને અનુકૂળ એવી પ્રવૃત્તિમાં ગુણવાન એવા ગીતાર્થ ગુરુરૂપ વિશિષ્ટ નિયામકના અભાવને કારણે, ઉભયલોક વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે=સંયમના પરિણામ વગરની ભિક્ષાવૃત્તિરૂપ આલોક વિરુદ્ધ અસાર પ્રવૃત્તિ થાય છે, અને આશા વિરાધનાના ફળરૂપ અનર્થની પ્રાપ્તિ થાય તેવી પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે. ll૧૪૪ રિ’ શબ્દગાથામાં રહેલો કૃતિ શબ્દ, વાક્યર્થની સમાપ્તિમાં છે. કૃતિ એ પ્રકારે ગાથાનો અર્થ છે. (પંચાશક-૧૧, ગાથા-૧૪) ભાવાર્થ : કોઈ સાધુ નિર્દોષ ભિક્ષાઆદિ અર્થે કે અન્ય કારણે ગુરુકુળવાસનો ત્યાગ કરે તો તેણે ભગવાનની આજ્ઞાનો ત્યાગ કર્યો છે, તેમ ગાથાના પૂર્વાર્ધમાં બતાવીને પૂ. હરિભદ્રસૂરિજીએ પંચાશક ૧૧ની ગાથા૧૪ની અવતરણિકામાં કહેલ તે પ્રમાણે ગુરુકુળવાસના ત્યાગમાં દોષ બતાવાયો. ત્યારપછી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે ભગવાનની આજ્ઞાનો ત્યાગ કરાય છતે ઉભયલોકનો ત્યાગ કરાયો. તેથી એ ફલિત થયું કે ઉભયલોકના હિત માટે પણ ગુરુકુળવાસના સેવનની ભગવાનની પ્રકૃષ્ટ આજ્ઞા છે, બાહ્ય આચારપાલન માત્ર નહિ.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy