SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૩૪-૧૩૫ ૧૮૩ અવતરણિકા : ચારિત્રીના લક્ષણરૂપ ગુણરાગના નિગમનનો પ્રારંભ ગાથા-૧૩૨થી શરૂ કરેલ. ત્યાં પ્રથમ બતાવ્યું કે દોષલવને જોઈને જેને ગુણાત્ય સાધુમાં રાગ થતો નથી તેનામાં નિયમથી ચારિત્ર નથી, ગુણદોષમાં જેને મધ્યસ્થપણું છે તેનામાં પણ નિયમથી ચારિત્ર નથી અને જેને ગુણમાં દ્વેષ છે, તેનામાં તો સુતરામ્ ચારિત્ર નથી. હવે જે સાધુને ગુણમાં રાગ છે, આમ છતાં સ્વજનાદિ ઉપરના રાગ કરતાં ગુણવાનમાં અધિક રાગ નથી, તેનામાં પણ ચારિત્ર નથી. તે બતાવવા કહે છે – ગાથા : सयणप्पमुहेहितो, जस्स गुणमि णाहिओ रागो । तस्स न दंसणसुद्धी, कत्तो चरणं च निव्वाणं ॥१३४॥ स्वजनप्रमुखेभ्यो, यस्य गुणाढ्ये नाधिको रागः । तस्य न दर्शनशुद्धिः, कुतश्चरणं च निर्वाणम् ॥१३४।। ગાથાર્થ : જેને=જે સાધુને, ગુણાક્યમાં વજન વગેરેથી અધિક રાગ નથી, તેને તે સાધુને, દર્શનશુદ્ધિ નથી=સમ્યગ્દર્શન નથી, તો ચારિત્ર તો ક્યાંથી હોય? અને નિર્વાણની પ્રાપ્તિ ક્યાંથી થાય? અર્થાત્ ચારિત્ર્ય નથી અને નિર્વાણની પ્રાપ્તિ નથી. II૧૩૪મા ભાવાર્થ :- અધિક ગુણવાનમાં સ્વજનથી અધિક રાગના અભાવમાં સમ્યગ્દર્શનનો અભાવ : જે સાધુને ગુણનો રાગ છે, આમ છતાં પોતાના સ્વજનાદિ કરતાં ગુણવાનમાં અધિક રાગ નથી, તે સાધુ ભગવાનના વચનની શ્રદ્ધાવાળા હોય અને ભગવાનના વચન અનુસાર દર્શનાચારને પાળતા હોય, તોપણ તેનામાં સમ્યગ્દર્શનની શુદ્ધિ નથી અર્થાત્ ભાવથી સમ્યગ્દર્શન નથી; કેમ કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી મોક્ષની બળવાન ઇચ્છા પ્રગટે છે, અને મોક્ષ ગુણના પ્રકર્ષવાળી જીવની અવસ્થા છે, તેથી જેને ગુણના પ્રકર્ષવાળી અવસ્થા પ્રત્યે રાગ હોય તેને ગુણવાન પ્રત્યે અનન્ય રાગ હોય છે. તેથી ગુણવાનને જોઈને જેવી પ્રીતિ તેને થાય છે, તેવી પ્રીતિ પ્રીતિપાત્ર સ્વજન પ્રત્યે પણ હોતી નથી; અને જેને ગુણવાન પ્રત્યે તેવી બળવાન પ્રીતિ નથી તેનામાં નિયમા સમ્યગ્દર્શન નથી અર્થાત્ ભાવથી સમ્યત્વ નથી. જેનામાં ભાવથી સમ્યકત્વ ન હોય તેનામાં ચારિત્ર ક્યાંથી હોય? અર્થાત ભાવથી ચારિત્ર ન હોય; અને જેનામાં ભાવથી ચારિત્ર ન હોય તેવા સાધુ ચારિત્રાચારની ક્રિયાઓ કરતા હોય તો પણ તે ક્રિયાથી તેમનો મોક્ષ ન થાય. માટે ચારિત્રના અર્થીએ સ્વજનઆદિ ઉપરના રાગ કરતાં અધિક રાગ ગુણવાન પુરુષોમાં રાખવો જોઈએ, જેથી પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય. ll૧૩૪ll અવતરણિકા : गुणानुरागस्यैव फलमाह -
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy