SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ યતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૩૩ ગાથા : गुणदोसाण य भणियं, मज्झत्थत्तं पि निचियमविवेए । गुणदोसो पुण लीला, मोहमहारायआणाए ॥१३३॥ गुणदोषयोश्च भणितं, मध्यस्थत्वमपि निचितमविवेके । गुणद्वेषः पुनर्लीला, मोहमहाराजाज्ञायाः ॥१३३॥ ગાથાર્થ : અને ગુણદોષમાં મધ્યસ્થપણું પણ નિચિત અવિવેક હોતે છતે કહેવાયું છે. વળી, ગુણમાં દ્વેષ મોહમહારાજાની આજ્ઞાની લીલા છે. ll૧૩૩ના * “પસ્થિત્ત પિ' માં “પિ' થી એ કહેવું છે કે ગુણવાનમાં દોષલવને આગળ કરીને જે ગુણનો રાગ કરતા નથી તે તો અત્યંત અવિવેકને કારણે જ, છે પરંતુ મધ્યસ્થપણું પણ અત્યંત અવિવેકને કારણે કહેવાયું છે. ભાવાર્થ - ગુણદોષમાં મધ્યસ્થપણું દોષરૂપ; ગુણશ્લેષમાં મહામોહની પરવશતા : સાધુમાં વર્તતા ગુણરાગનું વર્ણન કર્યા પછી તેનું નિગમન કરતાં ગાથા-૧૩૨માં બતાવ્યું કે જેમ ઘણા ગુણવાળામાં દોષલવને આગળ કરીને જે સાધુને તે ગુણવાન વ્યક્તિમાં વર્તતા ગુણનો રાગ થતો નથી તેનામાં નિયમથી ચારિત્ર નથી; તેમ જે સાધુને ગુણવાન પ્રત્યે રાગ નથી અને દોષવાળા પ્રત્યે દ્વેષ નથી, પરંતુ ગુણવાનના ગુણો પ્રત્યે અને દોષવાળાના દોષો પ્રત્યે મધ્યસ્થભાવ છે, તે સાધુમાં પણ અત્યંત અવિવેક છે. તેથી તે સાધુમાં પણ નિયમથી ચારિત્ર નથી. વસ્તુતઃ સાધુએ જગતના પદાર્થો પ્રત્યે મધ્યસ્થતા રાખવાની છે, અને જ્યાં સુધી વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગુણો પ્રત્યે રાગ અને દોષો પ્રત્યે દ્વેષ રાખવાનો છે, અને ગુણવૃદ્ધિ માટે ગુણવાનને જોઈને તેના પ્રત્યે બહુમાનભાવ કરવાનો છે. તેના બદલે જે સાધુ ગુણ-દોષ પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરે છે તે સાધુમાં નિયમથી ચારિત્ર નથી. વળી, જે સાધુને ગુણમાં ઠેષ વર્તે છે તે સાધુમાં તો સુતરામ્ ચારિત્ર નથી; કેમ કે જીવ અનાદિકાળથી ગુણ પ્રત્યેના દ્વેષના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે અને મોહરાજાની આજ્ઞાને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરે છે, તેમ આ સાધુ પણ મોહને પરતંત્ર થઈને ગુણમાં દ્વેષ કરે છે. અહીં વિશેષ એ છે કે સંયમ ગ્રહણ કરીને સંયમમાં ઉસ્થિત થયેલા સાધુ પણ ક્યારેક પ્રમાદને વશ થઈને સંયમયોગમાં સિદાતા હોય ત્યારે ગુણવાન ગીતાર્થગુરુ તેમને વારંવાર સારણા-વારણા કરે છે; ત્યારે કોઈક ક્લિષ્ટ કર્મના ઉદયથી સારણા-વારણા કરનાર એવા ગુણવાન ગીતાર્થગુરુ પ્રત્યે તેમને દ્વેષ થાય છે; કેમ કે પ્રમાદને વશ થયેલા તે સાધુને પોતાની મનસ્વી પ્રવૃત્તિમાં ગુણવાન ગુરુ વિજ્ઞભૂત જણાય છે. તેથી તેઓની સારણા-વારણાદિરૂપ ઉચિત પ્રવૃત્તિ પણ પોતાને ગમતી નથી અને તેમનામાં વર્તતા ગુણો પ્રત્યે પણ તેમને દ્વેષ થાય છે. તેવા સાધુમાં નિયમથી ચારિત્ર સંભવે નહિ. II૧૩૩
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy