________________
૧૭૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૨૪-૧૨૫
પાસત્થા આદિને વંદન કરવું જોઈએ; કેમ કે કાળ વિષમ છે અને મોક્ષને અનુકૂળ ભાવો ઘણા દુર્લભ છે. તેથી કોઈપણ જીવમાં થોડો પણ મોક્ષમાર્ગને અનુકૂળ ગુણ દેખાય તો ગુણના પક્ષપાતી જીવને તેના પ્રત્યે અવશ્ય ભક્તિ થાય, અને તેમ કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય.
અહીં વિશેષ એ છે કે ચારિત્રના પરિણામથી યુક્ત સાધુ ઉત્સર્ગથી વંદનીય છે, અન્ય નહિ; તોપણ દેશપાસસ્થાને વંદન અપવાદથી ભગવાને કહેલ છે. તેથી જો દેશપાસત્થા આદિને વંદન કરવામાં ન આવે તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. વળી, કોઈ સાધુ સર્વથા ગુણથી રહિત હોય અર્થાત્ સર્વપાસત્થા હોય તો તેમને ઉત્સર્ગથી કે અપવાદથી વંદન કરવાનું નથી; આમ છતાં જ્યારે તેનાથી કોઈક અનર્થ થવાની સંભાવના હોય ત્યારે તેમને પણ અપવાદથી વંદન કરવાની વિધિ છે, પરંતુ તે સાધુ વંદનીય છે તેવી બુદ્ધિથી વંદન કરવાનું નથી, અને તે વંદન પંચકહાનિના ક્રમથી કરવાનું છે. વળી કલ્પભાષ્યમાં બતાવેલ અપવાદિક વંદન જેવું આ વંદન નથી, ફક્ત સર્વપાસત્યાદિથી થતા અનર્થના નિવારણ માટે આ વંદન છે; જ્યારે કલ્પભાષ્યમાં બતાવેલ અપવાદિક વંદન કર્તવ્ય છે. તેથી દેશપાસત્યાદિમાં પૂર્ણ ગુણો નહિ હોવા છતાં તેનામાં જેટલા ગુણો રહેલા હોય તેને સામે રાખીને તેટલા જ બહુમાનથી વંદન કરવાનું ભગવાને કહેલ છે. ll૧૨૪
અવતરણિકા -
સાધુમાં ગુણનો રાગ હોય છે તેથી કોઈ પણ જીવમાં મોક્ષમાર્ગને અનુકૂળ કોઈપણ ગુણ દેખાય તો અવશ્ય તેની પ્રશંસા કરે તે વાત પૂર્વગાથામાં સ્થાપન કરી. તેને દઢ કરવા માટે વીરભગવાનનું દૃષ્ટાંત બતાવે છે –
ગાથા :
परगुणसंसा उचिया, अनण्णसाहारणत्तणेण तहा । जह विहिआ जिणवइणा, गुणनिहिणा गोअमाईणं ॥१२५॥ परगुणशंसा उचिता अनन्यासाधारणत्वेन तथा ।
यथा विहिता जिनपतिना गुणनिधिना गौतमादीनाम् ॥१२५।। ગાથાર્થ :
જે પ્રમાણે ગુણનિધિ એવા જિનપતિ વડે વીર ભગવાન વડે, ગૌતમ આદિની પ્રશંસા કરાઈ, તે પ્રમાણે અનન્ય એવા અસાધારણ ગુણ વડે પરગુણની પ્રશંસા સાધુને ઉચિત છે. ll૧૨પ ભાવાર્થ :
ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ હતા, ભગવાનથી ગૌતમ આદિ મુનિઓ ગુણથી ન્યૂન હતા, છતાં ગૌતમઆદિ સાધુઓની સંયમની અપ્રમત્તતાની પ્રશંસા જે પ્રમાણે ભગવાન કરતા હતા, તે પ્રમાણે સુસાધુ પણ કોઈ જીવમાં અનન્ય એવો અસાધારણ ગુણ દેખાય તો તેની પ્રશંસા કરે તે ઉચિત છે; પરંતુ પોતાની સાથે સંબંધ સારો છે કે પોતાની ભક્તિ કરે છે કે પોતાની સારી ભક્તિ કરશે તેવા આશયથી સાધુ