________________
પહેપમ સાગરોપમ વરૂપ
ઘનવૃત્ત કહેવાય, તેવા કૂવામાં સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે દેવકુરૂ અથવા ઉત્તરકુરૂક્ષેત્રના યુગલિક મનુષ્યના શીર્ષમુંડન પછીના ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા વાળને એક અંગુલમાં ભરીયે, અથવા આ ચાલુ ગ્રંથમાં હમણાં જ ત્રીજી ગાથામાં કહેવાશે તે પ્રમાણે ૧ થી ૭ દિવસ સુધીના જન્મેલા દેવકુરૂ ક્ષેત્રના ઘેટાના એક ઉત્સધાંગુલ પ્રમાણ વાળના સાત વાર આઠ આઠ કકડા કરીને ખીચોખીચ ભરીએ તે એક
૧. એ ક્ષેત્રના યુગલિકેના વાળ બહુ સૂક્ષ્મ હોય છે માટે એ ક્ષેત્રના યુગલિક કહ્યા. A * એક અથવા બે અથવા સાત એમ નિયત દિવસ ન કહેતાં ૧ થી ૭ કહેવાનું પ્રયોજન એ છે કે-કુરૂક્ષેત્રના યુગલિકના પહેલે દિવસે ઉગેલા દરેકના સરખા સૂક્ષ્મ ન હય, જેથી વિવક્ષિત સૂક્ષ્મતા કોઈ યુગલિકની પહેલે દીવસે જ મળી આવે તો કોઈ યુગલિકની સાતમે દિવસે પણ મળી આવે, ત્યાર બાદ આઠમે દિવસે વિવક્ષિત સૂક્ષ્મતા ન મળી આવે માટે ૧ થી ૭ દિવસ એમ સંભવે છે.
૨. પ્રશ્ન:-અહિં એક અંગુલ પ્રમાણે રોમન ખંડ કરવાના છે, અને ખંડ તો વાળની ઉંચાઈમાંથી થઈ શકે છે, તે તમે જે સૂક્ષ્મતા ગણો છે તે વાળની ઉંચાઈની કે જાડાઈની ! જે જાડાઈની સૂક્ષ્મતા ગણી બહુ પાતળા વાળ ઈચ્છતા હો તો નિરર્થક છે, કારણ કે રોમના કકડા કરવા છે તે તો ઉંચાઈમાંથી થાય જાડાઈમાંથી કકડા કરવાનું કહેતા હો તો તે અવ્યવહારૂ અને હાસ્યાસ્પદ વાત છે, માટે ઉંચાઈમાંથી કકડા કરવાના અધિકારમાં વાળ બહુ પાતળા હોય અથવા જાડા હોય તોપણ શું ?
ઉત્તર–અહિં કૃ વ્યવસ્થિત રીતે અને વિવક્ષિત સંખ્યાએ ભરવાને છે માટે દરેક રમખંડ સમઘન હોવો જોઈએ, જે વિષમધન હોય તો કૂવો ભરવાની રીતિ અને સંખ્યા અને અવ્યવસ્થિત થાય, માટે ઘેટાના વાળના કકડા તો જો કે અંગુલ પ્રમાણની ઉંચાઈમાંથી જ કરવાના છે, જાડાઈમાંથી કડા કરવાના છે જ નહિ, અને જાડાઈમાંથી કકડા ન કરવાના કારણથી જ “એકથી સાત દીવસના જમેલા ઘેટાના” એ વિશેષણ છે, કારણ કે ઉંચાઈમાંથી સાતવાર આઠ આઠ કકડા કરવાથી જેટલી ઉંચાઈ વાળના કકડાની રહે છે તેટલી જ જાડાઈ એકથી સાત દિવસના જન્મેલા ઘેટાના વાળની છે, માટે જાડાઈ અને ઉંચાઈ સરખી થવાથી એ રમખંડ સમઘન થયો, અને એવા જ સમધન રોમખંડથી વ્યવસ્થિત રીતે કૂવો ભરાય, નહિતર આગળ કહેવા પ્રમાણે એક જન પ્રમાણે રમખંડની શ્રેણીનો વર્ગ કરીને પ્રતર ન લાવી શકાય, અને તેવા પ્રતરને પ્રતરે ગુણી ધન પણ ન લાવી શકાય, માટે રામખંડ સમઘન હોવો જોઈએ, અને જાડાઈમાંથી કકડા નહિ કરવાનું કારણ પણ રોમખંડની ઉંચાઈ જેટલી જ અંગુલ રોમની જાડાઈ પ્રથમથી જ છે, વળી આ ઘેટાનું દષ્ટાંત આ ક્ષેત્ર માસમાંજ દેખાય છે, સિદ્ધાન્તામાં તો ઠામ ઠામ એકથી સાત દિવસના મુંડિત શીર્ષવાળા કુરૂક્ષેત્રના યુગલિકના ઉગેલા વાળ જેટલો જ રમખંડ કહ્યો છે.
પ્રશ્ન –જે સિદ્ધાન્તમાં કુરયુગલિક મનુષ્યના મુંડિતશીર્ષના ૧ થી ૭ દિવસના ઉગેલા વાલા.ગ્ર કહ્યા છે તો તે વાલાઝ અને આ ઘેટાને વાલાઝ સરખો કે તફાવતવાળો ?
ઉત્તર–એ બને વાલાઝ (રમખંડ) કદમાં એકસરખાજ જાણવા, વળી મુંડિતશીવ અને મનુષ્ય એ બને વિશેષણ પણ સાર્થક છે, ૧-૭ દિવસના જન્મેલ ઘેટાનો વાળ જેટલો પાતળો છે, તેટલો જ મુંડિતશીષ કરયુગલિકને ૧-૭ દિવસને ઉગેલે વાળ પાતળે અને ઊંચે છે, માટે ઘેટાના અંગુલ પ્રમાણ વાળને, જેમ કકડા કરવા પડે છે તેમ મનુષ્યના વાળના કકડા કરવાના નથી, પરંતુ તેવાં ઉગેલા રમખંડ જ ભેગા કરી કવો ભરવાનું છે. એ બે રમખંડની સરખામણી આ પ્રમાણે-ઘેટાના એક *