SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ अवशिष्ट प्रकीर्ण स्वरूपम् ॥ અવતરણ:–અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રનું વર્ણન સમાપ્ત થયું, અને હવે પૂર્વે કહેલા શાશ્વત સત્ય ઉપરાન્ત અધિક શાશ્વત ચૈત્ય જે ઈષકાર આદિ પર્વત ઉપર મનુષ્યક્ષેત્રમાંજ છે, તેમજ પ્રસંગથી મનુષ્યક્ષેત્રની બહાર પણ જ્યાં જ્યાં પર્વત ઉપર શાશ્વતચૈત્ય છે તે કહેવાના પ્રસંગમાં પ્રથમ આ ગાથામાં ઈષકાર અને માનુષેત્તર પર્વત ઉપરનાં શાશ્વત સૈત્ય કહેવાય છે– चउसु वि उसुआरेसुं, इकिकं णरणगम्मि चत्तारि । कूडोवरि जिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा ॥१॥२५७॥ શબ્દાર્થસુમારેલું-ઈષકાર પર્વત ઉપર વરિ-ફૂટ ઉપર રૂઢિ -એકેક પરિમાળા-પ્રમાણવાળા ઘરના–માનુષત્તર પર્વત ઉપર Tયા –ચારે ઈષકાર પર્વત ઉપર એકેક જિન ભવન છે, માનુષત્તર પર્વત ઉપર ચાર ફૂટ ઉપર જિનભવન છે, એ સર્વે વર્ષધર પર્વત ઉપરના જિનભવન સરખા પ્રમાણવાળા છે [ એ ૮ જિનભવન કહ્યાં ] . ૧ ૨૫૭ વિસ્તર – ધાતકીખંડલા બે ઈષકાર પર્વત કે જે ઉત્તરદક્ષિણ દીર્ઘ અને એક છેડે લવણસમુદ્રને તથા બીજે છેડે કાલેદધિસમુદ્રને સ્પર્શેલા છે, તે બે ઈષકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ પૂર્વે કહ્યાં છે તેમાંના કાલેદસમુદ્ર પાસેના છેલ્લા એકેક સિદ્ધફટ ઉપર એકેક જિનભવન હોવાથી બે જિનભવન છે, તથા તેવી જ રીતે પુષ્કરાઈ દ્વીપમાં ઉત્તર દક્ષિણ દિશામાં જે બે ઈષકાર ઉત્તર દક્ષિણ દીર્ઘ છે, તે ઉપર પણ છેલ્લે એકેક સિદ્ધફટ માનુષેત્તર પર્વતની પાસે છે તે ઉપર એકેક જિનભવન હોવાથી બે જિનભવન છે, જેથી ચાર ઇષકાર પર્વત ઉપર ૪ શાશ્વતજિનભવને છે. - તથા માનુષેતર પર્વત ઉપર જે ચાર 'વિદિશાએ ત્રણ ત્રણ ફૂટ કહ્યાં છે તે ૧ શ્રી ઠાણાંગજી મૂળસૂત્રમાં તથત વૃત્તિમાં કહેલી ગાથાને વિષે એ ત્રણ ફૂટ જો કે દિશામાં કહ્યાં છે, તો પણ વૃત્તિકર્તા શ્રીઅભયદેવસૂરિભગવાને દિશાને અર્થે વિદિશા તરીકે કહ્યો છે, પરંતુ પૂર્વાદિ દિશા નહિ. જેથી અહિં વિદિશિમાં ત્રણ ત્રણ દેવ કુટ કહ્યાં છે. અને દિશિમાં એકેક સિદ્ધકુટ કહ્યું છે. સિદ્ધાન્તામાં ચાર દિશાએ ચાર સિદ્ધફટ હોવાનો સ્પષ્ટ () પાઠ નથી, પરન્તુ ચારણમુનિઓના ગતિ વિષય ઉપરથી તથા આ ગાથા ઉપરથી અહિં સિદ્ધફટ હોવાનું અનુમાન થાય છે-ઈતિ ક્ષેત્રલોકભાવાર્થ :
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy