SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પૂવપુષ્પરાધ અને પશ્ચિમપુષ્પરાધ તથા એ માનુષેત્તર પર્વતની ઉપર ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ છે અને દરેક દિશામાં ત્રણ ત્રણ તે તે દેવનામવાળા દેવફટ છે, જેથી દરેક દિશામાં ૩ દેવકૂટ અને ૧ સિદ્ધકૂટ મળી ૪-૪ ફૂટ છે, તથા વિદિશામાં પણ એકેક ફૂટ છે. જેથી ૧૬ દેવકૂટ અને ૪ સિદ્ધફટ મળી ૨૦ ફૂટ છેતથા ૪ સિદ્ધકૂટ જે કે સિદ્ધાન્તમાં સાક્ષાત્ કહ્યાં નથી તે પણ ચારણમુનિઓના ગતિવિષયના પ્રસંગે મુનિઓને માનુષેત્તરગિરિ ઉપર મૈત્યવંદન કરતા કહ્યા છે માટે તે અનુમાનથી તેમ જ આ પ્રકરણમાં પણ આગળ કહેવાતી રાસુf ૩બાર, જિ. નરનાગ્નિ વત્તા એ ગાથાને અનુસાર ચાર દિશામાં ચાર જિનભવન હોવાનું સમજાય છે. વળી દિશામાં ત્રણ ત્રણ દેવકૂટ પણ કહ્યાં અને દિશામાં એકેક જિનભવનકુટ પણ કહ્યું છે તે એ ચાર કેવી વ્યવસ્થામાં રહ્યાં છે તે સ્પષ્ટ કહેલું નથી, માટે યથાસંભવ વિચારવું તથા એ પર્વત ઉપર સુવર્ણ કુમાર દે, અંદરના ભાગમાં નીચે મનુષ્ય, અને બહારના ભાગમાં (સામાન્યથી) દે રહે છે. એ બે ઈષકારથી પૂર્વપુષ્પરાધ અને પશ્ચિમપુષ્કરાઈ છે તથા ધાતકીખંડના બે ઈષકારની જ સમશ્રેણિમાં સીધી લીટીએ અહિં અભ્યન્તર પુષ્કરાર્ધમાં પણ બે ઈષકારગિરિ રહ્યા છે, તે પણ સર્જાશે ધાતકીખંડના ઇષકાર સરખા જ છે. ત્યાં એ બે ઈષકારને દરેકનો એક છેડો કાલેદ સમુદ્રને સ્પર્શેલ છે, અને બીજે છેડે માનુષેત્તર પર્વતને સ્પર્શે છે જેથી કાલેદથી માનુષેત્તર સુધી ૮૦૦૦૦૦ આઠ લાખ યોજન લાંબા અને પૂર્વ પશ્ચિમ ૨૦૦૦ એજન પહોળા એ ઈષકાર પર્વતે છે, અને તેથી પૂર્વતરફનો ભાગ તે પૂર્વપુર્વ અને પશ્ચિમ તરફનો ભાગ તે ઘfઅને પુષ્પરાર્ધ કહેવાય છે. તથા એ દરેક ઈષકાર ઉપર ચાર ચાર ફૂટ છે, અને માનુષેત્તર તરફના છેલ્લા એકેક ફૂટ ઉપર સિદ્ધાયતન (શાશ્વતચૈત્ય) છે, તથા શેષ ફૂટ ઉપર દેવ પ્રાસાદે છે, અને એ બને પર્વતે ૫૦૦-૫૦૦ એજન ઉંચા છે. એ ઈષકાર પછી અનુક્રમે જે ભરતક્ષેત્રાદિ ક્ષેત્રો છે તેને અનુક્રમ પણ લેશમાત્ર કહેવાય છે. આ પ્રમાણે– ચકના આરા સરખા ૧૨ વર્ષધરપર્વ અને આંતર સરખાં ૧૪ મહાક્ષેત્ર ધાતકીખંડવત્ અહિં પણ ૧૨ વર્ષધરપર્વતે પુષ્કરાર્ધરૂપી ચક્રના (પૈડાના) આર સરખા છે, જેથી ધાતકીખંડના વર્ષધરોથી બમણ વિસ્તારવાળા છે અને બમણી લંબાઈવાળા એટલે કાલેદથી માનુષેત્તર સુધી ૮૦૦૦૦૦ એજન દીર્ઘ-લાંબા છે, તથા ૧૪ મહાક્ષેત્રોને વિસ્તાર આગળ ૮ મી ગાથાના પર્યતે ક્ષેત્રમાંક અને યુવકની . ૪૨૪ જનમાંના મધ્યમાગે ૧૬ દેવફૂટ હેય અને બાહ્ય ભાગે ૪ સિદ્ધકુટ હોય તે વીસે કુટ ચાર મધ્યરૂચકકુટના મતાન્તરય સ્થાનવત્ વ્યવસ્થિત થઈ શકે છે, - ૭
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy