________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિતાથ સહિત –અહિં સમુદ્રમાં બે વિભાગ શાથી? જેમ લવણસમુદ્રમાં બે વિભાગ અધિપતિદેવને અંગે છે નહિં, અને એકજ દેવ આખા સમુદ્રને અધિપતિ છે તેમ આ સમુદ્રના અધિપતિ પણ એકજ દેવ હોય તે શું હરક્ત?
સત્તરઃ—કાલેદસમુદ્રમાં બે વિભાગ હેવા જેવું કંઈ અવશ્ય કારણ દેખાતું નથી, અને ધાતકીખંડથી પ્રારંભીને સ્વયંભૂરમણસમુદ્રસુધીના સર્વે દ્વીપે અને સમુદ્રમાં બે બે અધિપતિ દે છે, તથા પુષ્કરદ્વીપ પછીના દ્વિીપમાં વર્ષધરો તથા ક્ષેત્રો ન હોવા છતાં પણ બે બે દેવ અધિપતિ છે, તેથી ક્ષેત્રાદિ વિશિષ્ણભેદને લીધે જ બે દેવ હોય એ હેતુ નથી, પરંતુ ક્ષેત્રાદિ વિભાગ હોય કે ન હોય તે પણ ધાતકીખંડથી પ્રારંભીને સર્વદ્વીપ સમુદ્રોના જગસ્વભાવેજ બે બે અધિપતિદેવ છે એમ માનવામાં વિરોધ નથી.
તથા કાલેદસમુદ્રના એ બે અધિપતિ દેવ એક પોપમના આયુષ્યવાળા વિજયદેવ સરખા મહદ્ધિક છે, તેઓની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યા બાદ બીજા કાલેદસમુદ્રમાં વિજયરાજધાની સરખી પોતપોતાની દિશામાં છે. વળી એ બે દેના બે દ્વિીપ સુસ્થિતના ગૌતમીપ સરખા ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા અને ધાતકીખંડની જગતીથી ૧૨૦૦૦ એજન દૂર છે, તે ઉપર એ દેનાં ભવન છે. વળી આ બે દ્વીપ સમુદ્રમિથી ૧૦૦૦ યોજન ઊંચા જળમાં ડૂબેલા છે અને સર્વદિશાએ જળથી બે ગાઉ ઉંચા દેખાય છે, કારણ કે અહિં જળ સર્વત્ર સપાટ પ્રદેશવાળુ હેવાથી વૃદ્ધિને અભાવે અમુક દિશાએ જળથી અધિક ઉંચાઈ તથા બીજી દિશાએ ન્યૂન ઉંચાઈ એમ. છે જ નહિં, એવા આ બે દ્વીપના નામ તથા સ્વરૂપ દેખાતું નથી પરંતુ સંભવિત રીતે ક્ષેત્રસમાસ લgવૃત્તિના આધારે લખ્યું છે તેને પાઠ આ પ્રમાણે—
तत्र कालोदे सुस्थितलवणाधिपतिसमौ कालमहाकालाख्यौ सुरौ पूर्वापरदिशौ गौतगद्वीपसदृक्षद्वीपयोरधिवसतः [eત્યાં કાલેદસમુદ્રમાં અધિપતિ સુસ્થિતદેવ સરખા કાલ અને મહાકાલ નામના બે દેવ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ગૌતમીપ સરખા બે દ્વીપ ઉપર વસે છે.] છે ૧ / ૨૪૦ છે
અવતરા -લવણ સમુદ્રમાં જેમ ચંદ્ર સૂર્યના દ્વીપ કહ્યા છે, તેમ આ કાલોદ સમુદ્રમાં પણ ચંદ્ર સૂર્યન દ્વીપ છે તે આ ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે કાલેદસમુદ્રને આ ચે અધિકાર પણ સમાપ્ત થશે.
* શ્રી જીવાભિગમછમાં તથા ક્ષેત્રલોકપ્રકાશ અને બહëત્રસમાસમાં પણ એ બે અધિપતિદેવના દ્વીપની વાત જ કરી નથી, માટે સુસ્થિતની સમાનતા કહેવા માત્રથી જ એ દીપ ઉપલક્ષણથી જાણવા યોગ્ય ગણી વિવક્ષા કરી નથી અથવા તો બીજ' કંઈ કારણ હશે ? તે શ્રી બહુશ્રુતગમ્ય. એમ છતાં પણ ઉપરના વિસ્તરાર્થમાં બે દીપ સ્પષ્ટ કહ્યા તે કેવળ લઘુક્ષેત્રસમાસની વૃત્તિના એ દર્શાવેલા પાઠ ઉપરથી જ તથા આ ક્ષેત્રમાસની બાળાવબોધ શ્રીઉદયસાગરજી વિરચિત છે અને હાલ એજ ભણવા . ભણાવવાના ઉપયોગ આવે છે તે બાલાવબોધમાં પણ તેને રહેવા મેગ્ય પૂર્વ અને પશ્ચિમદિશાને વિષે ગૌતમીપ સરખા બે ઠપ છે.” એમ લખેલું તથા છે “અઢીદ્વીપના નકશાનું વર્ણન” એ નામને બાળાવબોધ ગ્રંથ પૂર્વાચાર્ય રચિત છે તેમાં પણ બે દીપ કહ્યા છે.