SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. પ્રશ્ન-( જ્યારે અમદાવાદની અપેક્ષાએ) આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વિગેરે દર દેશમાં લગભગ સંધ્યાને ટાઈમ થયેલો હોય છે તે પ્રમાણે ત્યાંથી આવતા વાયરલેસ ટેલીગ્રાફથી જણાવવામાં આવે છે એટલે કે અમેરિકામાં થતા સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ નવ દશ કલાકનું સમજાય છે. તે મુજબ ઈંગ્લેંડ જર્મની વિગેરે દેશમાં ખુદ હિન્દુસ્થાનમાં રહેલ મદ્રાસ કલકત્તા વિગેરે શહેરોમાં પણ કોઈ ઠેકાણે છ કલાકનું કોઈ ઠેકાણે ચાર કલાકનું, કોઈ સ્થાને કલાકનું સૂર્યોદય તથા સૂર્યાસ્ત સંબંધી અંતર પડે છે તેમાં શું કારણ છે ? જૈન શાસ્ત્રોમાં અનેક વખત શ્રવણ થાય છે કે જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એ એકદેશીય સિદ્ધાંતનું શ્રવણ કરી કેાઈ અર્ધદગ્ધ એમ પણ કહે છે કે અમેરિકામાં એ પ્રમાણે સૂર્યોદય સૂર્યાસ્ત સંબંધી આ દેશની અપેક્ષાએ લગભગ વિપરીત ક્રમ હેઈ તે અમેરિરાને મહાવિદેહ કેમ ન કહી શકાય ? શાસ્ત્રના રહસ્ય જાણનારાઓ તે મહાવિદેહમાં સદાકાલ ચતુર્થઆરે તીર્થ કરેને સદ્ભાવ મેક્ષગમનને અવિરહ તેમજ સ્વાભાવિક શક્તિવંત મનુષ્યને ત્યાં જવાની શક્તિને અભાવ વગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહનું ઉપનામ સ્વપ્નમાં પણ આપતા નથી, તો પણ સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સંબંધી જે દશ કલાકનું અંતર પડે છે તેમાં શું કારણ છે? ઉત્તર–પ્રથમ જણાવી ગયા પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર પર્યત લંબાઈ ૧૪૪૭૧ યોજન પ્રમાણ છે. વર્તમાનમાં શોધાયેલ એશિયાથી અમેરિકા પર્યત સૂર્યોદય અને પાંચ ખંડોને સમાવેશ પણ ભારતના દક્ષિણાર્ધ વિભાગમાં હોવાનું યુક્તિ પૂર્વક આપણે સૂર્યાસ્તમાં જણાવી ગયા છીએ. ઉચ્ચ સ્થાન ઉપર યંત્ર પૂર્વક ગોઠવાયેલ ફરતે દીપક પ્રારંભમાં વિલંબ થવાનું પોતાની નજીકના પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. એ જ દી૫ક યંત્રના બલથી કારણ . જેમ જેમ આગળ ખસતો જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષેધ પર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રારંભમાં પિતાનું જેટલું પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા મનુષ્યને સૂર્યને પ્રકાશ મળવાથી સૂર્યોદય થવાનું ભાન થાય છે. મેરૂની પ્રદક્ષિણાના ક્રમે ફરતો સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રમાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતો જોવાથી તે વખતે સૂર્યોદય થયો તેવો ખ્યાલ આવે છે. અને એ હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશમાં સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું દશ કલાક આઠ કલાક કિંવા કલાક અંતર પડે તેમાં કોઈ પ્રકારને વિરોધ આવતો હોય તેમ જણાતું નથી. આ જ વસ્તુને વિશે વિચારશું તો ચોક્કસ જણાઈ આવશે કે. અમદાવાદ, મુંબઈ કે પાલીતાણ કેાઈ પણ વિવક્ષિત એક સ્થાનને આશ્રયી દિવસનું પ્રમાણે બાર કલાક તેર કલાક અથવા ચૌદ કલાક ભલે રહે પરંતુ દક્ષિણાર્ધ ભારતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યને પ્રકાશ પડ્યો ત્યારથી ઠેઠ પશ્ચિમ-છેડા સુધી સૂર્યાસ્તના સમયને ભેગો કરીશું તો આઠ પ્રહર અર્થાત ૨૪). કલાક સુધી સમગ્ર ભરતક્ષેત્રના કેઈ પણ વિભાગની અપેક્ષાએ સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈ પણ બાધક હેતુ દેખાતો નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યને દેખાવ થતો હોવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતો હોવાથી તેનું પરિધિ ક્ષેત્ર લગભગ સવાલાખ જન પ્રમાણ થાય, ને કલાકને પાંચ હજારના હિસાબે સૂર્યગતિ ગણતાં ચોવીસે કલાક સૂર્ય સમગ્ર ભારતમાં
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy