________________
૨૨
સાબીત થાય છે કે સ્ટીમરને નીચેનો ભાગ ન્યૂનત્યુન દેખવામાં પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ એ કારણું નથી. પરંતુ ચક્ષને મર્યાદામાં રહેલ વસ્તુ જેવાને તથા પ્રકારને સ્વભાવજ કારણ છે અને એથી જ ચાક્ષુષ પ્રત્યક્ષમાં “ગ્યદેશાવસ્થિત' યોગ્ય દેશમાં વિષયના રહેવાપણાની ખાસ જરૂરીયાત સ્વીકારેલી છે. અ૫ાધિક દેખવાની શક્તિવાળા બે પુરુષના દષ્ટાન્તમાં કાંઈ અસંગતપણું લાગતું હોય તે સમુદ્રમાં ઘણે દૂર ચાલી જતી સ્ટીમર કે જેને ઉપરનાજ અમુક ભાગ સ્થૂલદૃષ્ટિથી જોવામાં આવે છે તે સ્ટીમરનેજ દુબિ નથી જોતાં નીચેના તળીઆથી લઈને ઉપર સુધી સ્પષ્ટપણે દેખવામાં આવે છે તે પ્રસંગે સ્ટીમરના નીચેના ભાગને ઢાંકનાર પૃથ્વીની ગોળાઈ દુર્બિનથી શું દૂર થઈ જતી હશે ?
બીજ જે વી નારંગી સરખી ગોળ છે એમ માનવા સાથે તેના ૫ડ ઉપર આપણે અર્થાત્
વર્તમાનમાં દેખાતા એશિઆ-યુરોપ-અમેરિકા વિગેરે દેશો રહેલા છે એમ માન્યતા ગુરુત્વાકર્ષણ રાખવી પડે છે તો નારંગી સરખો એ પૃથ્વીને ગેળે પોલો છે? કે ઘન છે? જે
કહે કે ઘન છે તો તેમાં શું ભરેલું છે? અને પિલો છે તે તેની ખાત્રી શી ? ને તે ખાત્રી ક્યા પ્રત્યક્ષથી કરી છે? અનુમાનથી જો તેની ખાતરી કરાતી હોય તે જ્ઞાનીઓના વચનને સાક્ષાત્ બાધ આવે તેવું અનુમાન શા મુદ્દાથી કરાય છે ? વળી પૃવીને નારંગી સરખી ગોળ માનીએ તો દક્ષિણ ધ્રુવ પાસે રહેલ સમુદ્ર વિગેરેનું પાણી કને આધારે રહેલ છે ? કહેશે કે ગુરુત્વા. કર્ષણના નિયમને અંગે પૃથ્વી પાણીનું આકર્ષણ કરે છે તો ઉત્તર ધ્રુવ પાસે રહેલ સમુદ્રનું પાણી નજીકમાં રહેલ પૃથ્વીથી કેમ આકર્ષતું નથી ? “પૃથ્વીનું મધ્યબિન્દુ આકર્ષક છે” એમ માનીએ તો ભારે વસ્તુને અગ્ર મધ્ય અને અધ ભાગમાંથી ગુરુત્વાકર્ષણથી વેગ ક્રમે ક્રમે વધુ જોઈએ. ધાતુનું પતરૂં બનાવીને કરેલો ઘડો વિગેરે પાણીમાં તરે છે અને ધાતુને એક હાને કકડો હોય તે તરતો નથી. કકડાને આકર્ષણ અને ઘડા વિગેરેને નહિ ? આવી આવી ઉપસ્થિત થતી અનેક પ્રશ્ન પરમ્પરાથી તેમજ આગળ જણાવવામાં આવતા જન-જૈનેતર શાસ્ત્રીયપાઠથી એમ માનવાને ચોકકસ કારણ મળેછે કે પૃથ્વી નારંગી સરખી ગોળ નથી પરંતુ થાળી કિવા પુડલા સરખી ગોળ માનવી એ વિશેષ યુક્તિ સંગત છે.
પૃથ્વી થાળી સરખી ગોળ છતાં પાશ્ચાત્ય વિદ્વાને ગમે તે યુક્તિઓથી નારંગી સરખી પદવીની શાળામાં ગોળ પૃવીને માને છે, તેને અંગે સમન્વથ કરવા રૂપે સમવય, ચક્ષને પ્રાયઃ તેવા પ્રકારે ગોળ દેખવાને સ્વભાવ સહેજે સમજાઈ આવશે.
રેવેના પાટા ઉપર ચાલ્યો જતો માણસ પિતાથી સો કદમ દૂર રહેલા જુદા જદા પાટાઓને પણ ભેગા થતા હોય તેમ દેખે છે, તેમજ તેટલે જ દૂર રહેલ તારના થાંભલાને પોતાની પાસે રહેલા તારના સ્થંભ જેટલું પ્રમાણુવાળા જ દૂરવરી સ્તંભ છતાં ઘણે ટુંકે દેખે છે. ખુબી તો એ છે કે બને પાટાઓ જુદા જુદા છતાં તેમજ તે બને પાટાના મધ્યમાં રહેલ આસન ભૂમિ દષ્ટિગોચર થવા છતાં પાટાઓ ભેગા થતા હોય તેમ દશ્યમાન થાય છે. દૂરવત્તી સ્તંભને જમીન સાથે અડેલો ભાગ તેમજ ટોચને ભાગ દેખાવા છતાં ( જાણે મધ્યભાગથી તંભ ટૂંકાઈ ગયો હોય તેમ ) નાને દેખાય છે. તેથી એમ માનવું જોઈએ કે ચક્ષુને તથા પ્રકારે તીઠુ તેમજ ઊવાધડ ગોળ દેખવાને સ્વભાવ તેમજ ફેટામાં નજીકની વસ્તુ માટી અને છેટેની વસ્તુ નહાની પડતી જોવાથી તેને સ્વાભાવિક વિષય હોઈ ગોળ નહિં છતા ગોળાકારે દેખાતી પૃવીને નારંગી સરખી ગોળ ક૯૫વાને પ્રસંગ પ્રાપ્ત થયું હોય તો તે બંનવા જોગ છે. પરંતુ તેથી ગોળ નહિ એવી પૃથ્વી નારંગી સરખી ગોળ થઈ જતી નથી. પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ માનીએ તો અમુક માઈલ ચાલતાં અમુક અંશ નીચાણ કિંવા ઉંચાણ થવું જોઈએ. કંઈપણ દિશાએ ઉચ્ચતા હોઈ જતાં વધારે થાક લાગ ને આવતાં તે થાક ન લાગવો જોઈએ, વળી પાણીને સ્વભાવ સપાટીએ રહેવાને હાઈ કોઈપણ