SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ લવણસમુદ્રમાં ૨૮ ચન્દ્રસૂર્યદીપ, ૧ ગૌતમીપ અથવા બીજા કોઈ કારણે અહિં આવે ત્યારે આ ગૌતમીપના ઉપર ભૌમેય આવાસમાં આરામ લે છે, આ ક્રિીડા આવાસ દરા યોજન ઊંચે અને ૩૧ યોજના વિસ્તારવાળે છે, એમાં સુસ્થિતદેવને બેસવાયોગ્ય સિંહાસન નથી પરંતુ શયનકરવાગ્યે શય્યા છે, સુસ્થિતદેવનું ૧ પલ્યોપમ આયુષ્ય છે. લવણસમુદ્ર અને લવણસમુદ્રમાં રહેલા દ્વીપ પર્વત આદિ પદાર્થો પ્રત્યે પણ એનું આધિપત્ય છે, નારદને અવિરતિ જાણીને દ્રૌપદીએ પોતાના નિવાસભુવનમાં આવતાં ગ્યસત્કાર ન કર્યો ત્યારે કલેશપ્રિય નારદે ધાતકી ખંડની અપરકંકા નગરીના પત્તરરાજા આગળ દ્રૌપદીની સુંદરતાનું વર્ણન કરતાં રાજાએ સ્વાધીદેવદ્વારા દ્રૌપદીનું હરણ કર્યું, તે વખતે દ્રૌપદીની શોધમાં વ્યાકુળ થયેલા કૃષ્ણને ઐન્યોક્તિમાં નારદેજ દ્રૌપદીનું સ્થાન દર્શાવ્યું, જેથી અપરકંકા નગરીમાં જવાને લવણસમુદ્ર ઉલ્લંઘવા માટે કૃષ્ણ એજ સુરત વૈવનું આરાધન કર્યું હતું, અને એજ દેવે લવણસમુદ્રમાં મોટી સડક સરખે સ્થલમાગ કરી આપ્યું હતું, કે જે માર્ગે થઈને અપરકંકા નગરીમાં પાંડે સહિત જઈ પત્તરને જીતી દ્રૌપદીને પાછી લાવ્યા. આ ગૌતમદ્વીપ જબૂદ્વીપની જગતીથી ૧૨૦૦૦ એજન દૂર સમુદ્રમાં મેરૂની પશ્ચિમદિશાએ એટલે જયંતદ્વારની સન્મુખ છે, અને એ દ્વીપની લંબાઈ પહોળાઈ પણ ૧૨૦૦૦ યેાજન છે, અને સમવૃત્ત આકારને છે, જેથી મૂળ વિસ્તાર અને ઉપરનો વિસ્તાર બને સરખે છે. / કૃતિ રુવનrfપતિથિદેવ નૌતમીન : | તથા એજ ગૌતમદ્વિીપને બે પડખે ઉત્તરદક્ષિણબાજુએ બે બે સૂર્યzીન છે, એમાં બે સૂર્યદ્વીપ જંબુદ્વીપના બે સૂર્યના છે, અને બીજા બે દ્વીપ લવણસમુદ્રની શિખાના અભ્યતર ભાગે એટલે જ બૂઢીપતરફ ફરતા બે અભ્યન્તર સૂર્યના છે, બે બે સૂર્ય દ્વીપની વચ્ચે ગૌતમદ્વીપ આવે છે, અને એ ચારે દ્વીપ પણ ગૌતમદ્વીપસરખા જ જાણવા, જેથી જગતીથી ૧૨૦૦૦ યોજન દુર છે, અને ૧૨૦૦૦ એજનના વિસ્તારવાળા છે, તથા પશ્ચિમદિશામાં એ પાંચે વક્ર પંક્તિઓ પરસ્પર બારબાર હજાર યોજન દુર રહેલા છે, પણ એક બીજાને અડીને નજીકમાં રહ્યા નથી. એ સૂર્ય દ્વીપની ઉપર પણ પૂર્વે કહેલા ભૌમેય આવાસ (ભવન) સ એકેક કીડા પ્રાસાદ છે, વળી એમાં જંબૂદ્વીપના બે સૂર્યની મુખ્ય રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા જંબૂદ્વીપમાં છે, અને લવણ સૂર્યની બે રાજધાનીએ એટલે જ દુર બીજા લવણસમુદ્રમાં પિત પિતાના દ્વીપની પશ્ચિમદિશાએ છે. ત્યાં અનેક જ્યોતિષી * ગૌતમદીપને બે પડખે બે બે સૂર્યદ્વીપ સામાન્યથી કહ્યા છે, પરંતુ એમાં જબૂસૂર્યના દ્વીપ કઈ બાજુએ અને અભ્યન્તરલવણુસૂર્યના દ્વીપ કઈ બાજુએ તે સ્થાનની સ્પષ્ટવા ઉપલબ્ધ થતી નથી. તેમજ પૂર્વ દિશામાં ચાર ચંદ્રદીપમાં પણ ક્યા ચંદ્રના દીપ કઈ બાજુએ છે, તેની સ્પષ્ટતા દેખાતી નથી, માટે તે સ્થાનનિયમ શ્રીબહુશ્રુતથી જાણવો. ૧. અર્થાત ગૌતમદીપ ઉપર ભૌમેયવિહાર (ભવન ) છે અને ચંદ્રસૂર્યદ્વીપ ઉપર પ્રાસાદ છે એ તફાવત છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy