________________
આ પ્રસંગે મારે અવશ્ય જણાવવું પડશે કે સર્વજ્ઞ પ્રભુના સિદ્ધામાં પ્રત્યેક વસ્તૃસંબંધી સંપૂર્ણ પ્રતિપાદન છતાં વસ્તુની શોધ માટે નિર્ણય થઈ શકતા નથી તેમાં તે સિદ્ધાંતોના વાચનમનન અને સંપૂર્ણ નિદિધ્યાસનની પુરેપુરી ખામી એ જ કારણ છે. અનંત જ્ઞાનીઓના અબાધિત સિદ્ધાતો અનાદિ સિદ્ધ હોવા છતાં તે જાણવાની બેદરકારી તેમજ તેના જિજ્ઞાસુઓ માટે જોઈતા ઉત્તેજનને અભાવ વિગેરે કારણેથી જ્ઞાનસિદ્ધપ્રયોગો પણ સમજાવી શકાતા નથી. તે માટે આપણું સમાજમાં લગભગ અસ્ત પામેલ જિજ્ઞાસુવૃત્તિને હવે પ્રગતિપ્રધાન કહેવાતા યુગમાં જાWત રાખવાની ખાસ જરૂર છે અને એમ થશે તે જ આપણે આપણું મૌલિકસિદ્ધાંતોનું સંરક્ષણ કરવા સાથે આપણા હાથે જ વૈજ્ઞાનિક ઉન્નતિ કરી અન્ય જગતને આશ્ચર્ય પમાડવા યોગ્ય પદાર્થવિજ્ઞાન પુરૂ પાડવા ભાગ્યશાળી બનીશું. સર્વજ્ઞ શાસનમાં અન્ય પદાર્થોની માફક ક્ષેત્રોનું પણ પ્રતિપાદન અદ્વિતીયપણે હેવાથી તેના જ્ઞાનની પણ જરૂરીયાત ગણાય તે સ્વાભાવિક છે. તે સર્વર ભગવાનના ક્ષેત્ર વિષયક કથનને અનુસરી શ્રી લઘુક્ષેત્રસમાસ નામને આ ગ્રન્થ પૂજ્યવર્ય શ્રીરનશેખરસૂરીશ્વરજી મહારાજે રચેલો છે, જેમાં જૈન દૃષ્ટિએ ક્ષેત્રનું સ્વરૂપ સર્વજ્ઞશૈલીથી પ્રદર્શિત કરેલું છે. આ ગ્રન્થમાં પણ પૂજ્યગ્રન્થકારે ઉપાત્યગાથામાં ટાંકેલા નીચે જણાવાતા શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે -
સેસાણ દીવાણ તહોદહીણ, વિઆરવિન્ધારમણેરપારં
સયા સુયાઓ પરિભાવવંતુ, સલૅપિ સબૂનુમઈચિત્તા છે ૧ છે | [ શેષદ્વીપસમુદ્રો સંબંધી જે અનંત સ્વરૂપે વર્ણન છે તેને (મતિકલ્પનાથી નહિ પરંતુ) સર્વજ્ઞા મતમાં એક ચિત્તવાળા થઈને શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારેજ વિચારવું.]
પૂર્વોક્ત વચન ઉપરથી એ સાર કાઢી શકાય છે કે;-ક્ષેત્ર સંબંધી અથવા ગમે તે વિષયસંબંધી
શાસ્ત્રોમાં વર્ણવેલું સ્વરૂપ દઢશ્રદ્ધાવંત હોય તે જ સત્ય માની શકે છે, અથવા તો શ્રદ્ધાન્ય સર્વજ્ઞ પોતે સાક્ષાત્ જાણી દેખી શકે છે. પરંતુ સવજ્ઞમતની શ્રદ્ધારહિતને માટે તો પદાર્થો. તે સ્વરૂપ સત્ય માનવું એ બહુ વિષમ છે, કારણ કે અમુક માઈલના જ વિસ્તાર
વાળી આ દુનીયા-પૃથ્વી છે, એવા નિર્ણયવાળાઓને અને હિમાલયથી મેટા પર્વત દેખ્યા ન હોય તેવાઓને તથા પાસીફિક આટલાંટિક આદિ મહાસાગરથી મેટા સમુદ્રો દૃષ્ટિગોચર ન થયા હોય તેવાઓને હજારો યજનના પર્વતે, કરોડો એજનના તથા અસંખ્ય યજનના દીપ સમુદ્રો કહીએ તો તે શી રીતે માને ? એવાઓના મનમાં તે એમ જ આવે છે એટલા મેટા પર્વત દીપે તથા સમુદ્રો હોઈ શકે જ નહિ. પણ એ બધી શંકાને આધાર પૃથવીભ્રમણની માન્યતા ઉપર જ રહેલો છે અને તે માન્યતા ખોટી છે એ નિરાગ્રહી મનુષ્ય સમજી શકે તેમ છે, પણ તે શ્રદ્ધાને વિષય છે, માટેજ કેટલાક અતીન્દ્રિયવિષયો શ્રદ્ધાગમ્ય હોય એમ માનવું જ યોગ્ય છે,
આધુનિક સમયમાં ક્ષેત્રાદિવિષયસંબંધી એ જ પરિસ્થિતિ ઉભી થયેલ છે. આ કારણથી જ સર્વસિદ્ધાંતોમાં તેમજ પ્રાયઃ પ્રત્યક્ષપ્રમાણને જ સ્વીકાર કરનારા પાશ્ચાત્ય વિદ્વાનોની માન્યતાઓમાં વિસંવાદ જોવામાં આવે છે.