________________
૨૮
વચનમાં વિરોધાભાસ હેય જ નહિ. અસત્ય પ્રતિપાદન કરવાના કારણે રાગદ્વેષ ને મેહ છે, એ કારણોને નિર્મલ ક્ષય કરેલ હોઈ એ મહાન વિભૂતિઓના વચનમાં અસત્યને અંશપણ ન હોય એ નિશ્ચય છે.
પ્રસ્તુત વિષયની વિશેષ સિદ્ધિને અર્થે અહિ જણાવવું અસ્થાને નહિંજ ગણાય ! જે વર્તમાનમાં
વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધાયેલ ટેલીફોન-વાયરલેસ ટેલીગ્રાફ રેડીઓ નેગ્રાફ વિગેરે જેન સિદ્ધાતોની યંત્રોથી શબ્દોનું પૌગલિકપણું સિદ્ધ થાય છે. “
ફાળ%Ar[રામ્’ શબ્દ એ - યથાર્થતા આકાશને ગુણ છે એ પ્રમાણે જોરશોરથી ઉષણ કરતું ન્યાય-કિવા વશેષિક
| દર્શન પણ પૂર્વોક્ત યાંત્રિક પ્રયોગોમાં શબ્દોનું ઉત્પાદન તેમજ કાલાંતરે પણ વક્તા વિના શબ્દોનું ઉત્પાદન થતું જોઈ “શબ્દ એ આકાશને ગુણ છે” એ માન્યતામાં શિથિલ થયું છે. જયારે વસ્તુના સ્વરૂપને હસ્તામલકવત આત્મ પ્રત્યક્ષ કરનારા સવજ્ઞ ભગવે તાએ હાલની સાયન્ટીફીક (વૈજ્ઞાનિક) પદ્ધતિ પ્રમાણે કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનથી પ્રયોગો (એકસપેરીમેન્ટ) કર્યા સિવાયજ લોકાલોકપ્રકાશકશાનના સામર્થ્યથી અનેક વખત ઉદ્દેદોષણા પૂર્વક જણાવેલ છે કે શબ્દ એ આકાશગુણ નથી પરંતુ પુદગલસ્વરૂપ છે. “મહાનુભાવ તીર્થકર ભગવંતના જન્મ વિગેરે કલ્યાણક પ્રસંગોમાં ઇન્દ્રમહાદાજની આજ્ઞાથી હરિણગમેષીદેવે વગાડેલ સુષા ધંટાને શબ્દ અસંખ્યાત જન દૂર તેમજ અસંખ્ય જન વિમાનના વિમાને ઉલ્ધી પ્રત્યેક વિમાનમાં રહેલ બંટામાં ઉતરી ત્યાં ત્યાં રહેલા દેવોને પ્રભુના કલ્યાણકાદિ પ્રસંગેની જાગૃતિ કરાવે છે.ઇત્યાદિ વૃત્તાંતનું શ્રવણ કરનારાઓમાંથી કેટલીક વિચારશિથિલ વ્યક્તિઓને સુષા ઘંટાને શબ્દ તે તે દેવોની ઘટામાં ઉતરવા સંબંધી આશ્રય ઉપન થતું હતું તે આશ્ચર્યને વર્તમાનમાં શોધાયેલ “રેડી” વિગેરે યાંત્રિક પ્રયોગોએ અમેરિકા-યુરોપ-વિગેરે દૂર પ્રદશામાં થતા ભાણે તેમજ ગાયને અહિં રહેલ વ્યક્તિઓને સંભળાવીને સદંતર દેશવટો આપી શબ્દના પૌદ્ગલિકપણાને સ્પષ્ટપણે જણાવી દીધેલ છે.
એ જ પ્રમાણે “
ક્ષિપ્તજમરુદ્ધમ-કાલિદિગદેહિને મન, એ વૈશેષિકદર્શનના સિદ્ધાંતની રૂએ પાણી તેમજ વાનું પૃથક સ્વતંત્ર જાતિના પરમાણુથી બનેલ દ્રવ્યો હોવાનું પ્રતિપ્રાદન થાય છે. પરંતુ બે ભાગ હાઈડ્રોઝન તેમજ એક ભાગ એકસીજન (H +6=Water ) મળતાં તુરત પાણી થાય છે અને પાણી પણે પરિણમેલા અણુઓ પ્રયોગથી હાઈડ્રાઝન અને ઓકસીજન રૂપે પરિણમે છે એમ વૈજ્ઞાનિક (સાયન્ટીફીક) પદ્ધતિથી એકીકરણ તથા પૃથકકરણ થતું જોવામાં આવવાથી પૂર્વોક્ત નાયિક સિદ્ધાંત અસત્ય ઠરે છે. જે દ્રવ્ય સ્વતો ભિન્ન છે તેનું દ્રવ્યાતર રૂપે ત્રણકાલમાં પરિવર્તન થતું નથી. જ્યારે જે વસ્તુને વિજ્ઞાનિક પદ્ધતિથી અમુક પ્રકારે માનવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે તે જ વસ્વને મહાનુભાવ સર્વજ્ઞભગવતે વસ્તુને યથાર્થ ભાવને પૃથક પૃથકુ સ્વરૂપે ન વર્ણવતાં બાજીથી દેખાતા તેમજ અનુભવાતા તે પાણી તેમજ વાયુના શરીરને પુદગલદ્રવ્યને તેમાં પણ ઔદારિક નામની જાતિમાં સમાવેશ હોવાનું પ્રતિપાદન કરેલ છે.
એ જ પ્રમાણે અમુક વર્ષોથી પ્રગતિ પામેલ ફોટોગ્રાફિક પદ્ધતિ સંબંધી શ્રી પ્રજ્ઞાપનાવની ટીકામાં સમર્થ વ્યાખ્યાતા વિ ત શિરોમણિ શ્રી મલયગિરિ મહારાજાએ પ્રત્યેક તથવિધ બાદર મૂર્તદ્રવ્યમાંથી “ફુવારામાંથી વહેતા પાણીની માફક કેવી રીતે છાયાના પુદ્ગલેને પ્રવાહ નીકળે છે ? અને તે છાયાના પુદગલોનું ભાસ્વર તેમજ અભાસ્કર દ્રશ્યમાં કેવું પ્રતિબિંબ પડવા સાથે કેવા પ્રકારથી ગ્રહણ થાય છે ? તે સંબંધી ઘણા જ રોચક ઉલેખ કર્યો છે. એવી એ નિર્ણય થાય છે કે શ્રી જિનેશ્વરના સિદ્ધાંતમાં જે પણ વસ્તુનું પ્રતિપાદન થયું છે તે એમને એમ તો નથી જ. ફક્ત તે તે શાસ્ત્રની તેવી પ્રત્યેકુ પંક્તિ ઉપર ખુબ વિચાર થવાની આવશ્યકતા છે.