SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂવૃક્ષ વણાધિકાર થઈ–ઉત્તરકુરૂક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનંદ સુવર્ણનું જંબુપીઠ છે. તે પર્યન્તભાગે બે ગાઉ ઉંચુ છે, અને ત્યારબાદ અનુક્રમે વધતું વધતું મધ્યભાગમાં ચોવીસગુણ ઉંચુ છે ૧૩૬ છે તથા પાંચસો એજન વૃત્તઆકારે વિસ્તારવાળું છે, એવું તે જંબૂપીઠ બે ગાઉ ઉંચા અને અર્ધવિસ્તારવાળાં મનોહર ચાર દ્વાર સહિત એવી પદ્યવેદિકાવડે વીટાયેલું છે ! ૧૩૭ છે છે ઉત્તરકરક્ષેત્રમાં જબુપીઠ ઉપર જંબવૃક્ષ છે અવતરણ–તે જંબૂપીઠ ઉપર એક મોટું જૈવૃક્ષ છે તેનું સ્વરૂપ કહેવાય છેतं मज्झे अडवित्थर-चउच्चमणिपीढिआइ जंबूतरू । मूले कंदे खंधे वरवयरारिट्ठवेरूलिए ॥१३०॥ | શબ્દાર્થ – તં–તે પીઠની મજો-મધ્ય ભાગે | મીટિંગ-માણિપીઠિક ઉપર વિરથર-આઠ જન વિસ્તારવાળી | વરવય–ઉત્તમ વજરત્ન ૨૩ ૩-ચાર યોજન ઊંચી મરિ.-અરિષ્ટ રન નંજૂત-જબૂવૃક્ષ વેરિ–વૈર્ય રત્ન જાથા–તે જંબુપીઠની ઉપર મધ્યભાગમાં આઠ જન વિસ્તારવાળી અને ચાર જિન ઉંચી એક મણિપીઠિકા છે, અને તે ઉપર જંબૂવૃક્ષ છે. તે મૂળમાં ઉત્તમ વજરત્નનું વેતવણે, કંદ (ભૂમિતલ ઉપર લાગેલા જડભાગમાં,) અરિષ્ટરનનું કૃષ્ણવર્ણ અને કંધમાં (થડભાગે) વૈર્યરત્નનું નીલવણે છે. ૧૩૮ વિસ્તરાર્થ–પૂર્વે કહેલા જંબુપીઠના ઉપર બીજી એક મણિપીઠિકા છે, તે ઉપર જંબૂવૃક્ષ છે, ઈત્યાદિ ગાથાર્થવત્ સુગમ છે, તથા કંદથી ઉપર મહાશાખાઓની જડ સુધીનું જાડું દલ તે થડ એટલે સ્કંધ કહેવાય. જે પૃથ્વીકાયપરિણામી શાશ્વત જંબૂવૃક્ષથી આ દ્વીપનું જંબુદ્વીપ એવું નામ છે. તે જંબૂવૃક્ષ ઉત્તરકુરૂક્ષેત્રમાં પૂર્વ તરફના અર્ધાક્ષેત્રમાં મધ્યભાગે રહેલું છે, વળી એ વૃક્ષ ભૂમિઉપર નથી, પરંતુ ઉત્તરકુરૂના પૂર્વાર્ધના મધ્યભાગમાં જાંબૂનદ સુવર્ણનો નંજૂરી નામને રત્નમય માટે ગોળ આકારને ચેતરો છે, અર્થાત્ ૫૦૦ એજન લાંબી પહોળી એક ટી પીઠિકા છે, તે છેડે બે ગાઉ ઉંચી અને ઉંચાઈમાં વધતી વધતી મધ્યભાગે એવી સગુણ એટલે ૧૨ યોજન ઊંચી છે. તેની આસપાસ સર્વદિશાએ એક વન અને તેને ફરતી એક પદ્મવરેવેદિકા છે, એ પદ્મવેદિકાને ચારદિશાએ ત્રિપાન સહિત એકેક તેરણ હોવાથી સર્વમળી ચાર તેરણ (દ્વારવિશેષ છે, તે દરેક તેરણ બે ગાઉ ઉંચુ અને એક ગ.ઉ વિસ્તારવાળું છે. ૧૩૮
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy