SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ કુરૂક્ષેત્રના પાંચ પાંચ પ્રહનું સ્વરૂપ - ૧૫ દિવાળા હોવાથી, અથવા યમકનામના પક્ષી વિશેષસરખા આકારવાળા હોવાથી અથવા 'યમકદેવ અધિપતિ હોવાથી યમકગિરિ નામ છે. એ બને પર્વતે સુવર્ણના હોવાથી પીતવના છે. તથા પ્રમાણમાં નન્દનવનમાં કહેલા નવમાં બલકૂટ સરખા હોવાથી મૂળમાં ૧૦૦૦ જન વિસ્તારવાળા, મધ્યમાં ૭૫૦ જન અને શિખરસ્થાને ૫૦૦ યોજન વિસ્તારવાળા છે, જેથી મૂળથી શિખર સુધી અનુક્રમે હીનહીન વિસ્તારવાળા છે. અને ૨૫૦ યોજન ભૂમિમાં ઉંડા ગયેલા છે, સર્વબાજુએ એક વન અને એક વેદિકાવડે વીટાયેલા છે. એ બને ગિરિના શિખર ઉપર યમદેવને એકેક પ્રાસાદ ૩૧ યોજન વિસ્તારવાળો અને ૬રા યોજન ઊંચે છે, તેમાં યમકદેવનાં પરિવારસહિત સિંહાસન છે, એ બને યમકદેવેની યમકા નામની રાજધાની બીજા જબૂદ્વીપમાં ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળી વિજય રાજધાની સરખી છે. તથા દેવકુરૂક્ષેત્રમાં પણ નિષધ પર્વતથી મેરૂસન્મુખ, ૮૩૪ યોજન દૂરજતાં સીતે. દાનદીના પ્રવાહના પૂર્વકાંઠે વિવિત્ર પર્વત અને પશ્ચિમકાંઠે ત્રિ પર્વત છે. તે સર્વ રીતે ઉત્તરકુરના યમકગિરિ સરખા છે, પરંતુ વિશેષ એ કે–વિચિત્રગિરિ ઉપર વિચિત્રદેવને પ્રસાદ અને ચિત્રગિરિ ઉપર ચિત્રદેવનો પ્રાસાદ છે. શેષ સર્વસ્વરૂપ યમકદેવવત્ જાણવું. તથા અહિં ૮૩૪ યોજનની ઉત્પત્તિ આગળની ગાથામાં પાંચ કુરૂદ્રહના અન્તર પ્રસંગે કહેવાશે . ૧૩૧ છે –એ ચારે પર્વતને પર્વતમાં ગણ્યા છે કે કુટમાં? જે કૂટમાં ગયા હોય તો ઘટિત છે અને પર્વતમાં ગયા હોય તે પાંચસો પાંચસ યોજન ઊંચા કરિકૂટ વિગેરેને કૂટ તરીકે ગણ્યા, અને ૧૦૦૦ યોજન ઊંચા આ ચાર પર્વતને પર્વત તરીકે કેમ ગણ્યા? ૩ત્તર–કરિફટઆદિ પર્વતે જેમ ભૂમિઉપર ગેપુચ્છાકારવાળા છે તેવા જ આ ચાર પર્વત પણ ગેપુચ્છ આકારના અને ભૂમિ ઉપર છે, તે પણ કેટલાક પર્વને સૂર તરીકે અને કેટલાક કુટસરખા પ્રમાણવાળા પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, તેમાં કઈ સાક્ષાત્ હેતુ દેખાતો નથી, શાસ્ત્રમાં પૂર્વાચાર્યોની વિવક્ષાને જ અહિં હેતુ કહ્યો છે. જેથી આગળ કહેવાતા ૨૦૦ કંચનગિરિએ પણ ભૂમિકૂટ તુલ્ય હોવા છતાં પર્વ તેમાં જ ગણ્યા છે. અને આ ચાર પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, જે કે શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ મૂળસૂત્રમાં ચિત્રવિચિત્ર પર્વતને 2 શબ્દ જડેલે છે, તોપણ ભૂમિકૂટની ગણત્રીમાં લેવા તરીકે એ ફૂટ શબ્દ નથી. પરંતુ આકારમાત્રથી કૂટ શબ્દ કહ્યો છે. ૧૩૧ છે અવતરણ –કુરૂક્ષેત્રોમાં પાંચ પાંચ દ્રહ છે તે આ બે ગાથામાં કહેવાય છે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy