________________
પાંચમા આરાના ૫યને અનેક કટિઓ.
છે, સ્થાને સ્થાને મનુષ્યો પશુઓ અને પક્ષીઓ અત્યંત કરૂણ સ્વરે આકંદ કરે છે, વલવલે છે. ઇત્યાદિ.
છે પાંચમા આરાના પર્યતે અનેક કુવાયુના સુસવાટ વગેરે
એ વખતે અતિ કઠોરસ્પર્શવાળા અને ધૂળ ઉડાડતાં મલિન વાયુ વાય છે. તે મનુષ્યને અતિદુરસહ અને ભયંકર હોય છે. વળી મેટ સંવર્તક વાયુઓ પણ ઘણા ઉગ્રસ્વરૂપમાં વાય છે, વનસ્પતિઓ મકાન આદિ ઉખેડી ઉખેડી ફેંકી દે છે, વળી દશે દિશાઓ જાણે ધૂમવડે વ્યાપ્ત થઈ હોય તેવી દેખાય છે, ઘણી ઉડતી રજવડે પણ અંધકારમય થાય છે, તેમજ દિવસે પણ સ્વાભાવિક અંધકાર ફેલાય છે. તથા કાળની રૂક્ષતાથી ચંદ્ર અતિશય શીતળતેજથી અને અહિતકર પ્રકાશે છે, અને સૂર્યના તાપ પણ જાણે અગ્નિ વર્ષો હોય એવા ઉગ્ર લાગે છે. પુનઃ કાળની રૂક્ષતાથી શરીર પણ રૂક્ષ થવાથી તે ચંદ્રતેજ અતિ શીત લાગે છે અને સૂર્યતેજ અતિદુઃસહ થાય છે.
| | કવૃષ્ટિ અને કુવાયુએથી થતું પરિણામ છે પૂર્વોક્ત કુષ્ટિએ કુવાયુઓ દુષ્ટપ્રકાશ ઇત્યાદિથી અનેક દેશ નગર ગામ મનુષ્ય પશુઓ પક્ષીઓ અને વનસ્પતિઓના વિનાશ થાય છે, વૈતાઢયપર્વત તથા શત્રુંજય પર્વત અને 2ષભકૂટ સિવાયના સર્વ નાનામોટાપર્વત વિનાશ પામે છે. ગંગામહાનદી અને સિંધુમહાનદીઓના જળપ્રવાહ અત્યંત ઘટતા જાય છે, અને એ સિવાયની શેષ નદીઓ સરોવરો દ્રહ કુંડ ઇત્યાદિ જળાશયે સૂકાઈ જાય છે, ભૂમિ બહુ ખાડાવાળી ઘણી કાંટાવાળી ઉંચી નીચી અને બહુ ધૂળવાળી તથા બહુ રેતીવાળી બહુ કાદવકીચડવાળી, અનિસરખી ગરમ અને મનુષ્યાદિને સુખે ન બેસાય ન સૂવાય અને ન ચલાય એવી થાય છે,
છે પાંચમા આરાના પર્યન્ત બીજ મનુષ્યાદિકનાં સ્થાન છે પૂર્વોક્ત પ્રકારે ભરત તથા અરવતક્ષેત્રમાં પ્રવર્તતા પ્રલયકાળ સરખા કાળમાં અતિશત અને ઉષ્ણતાથી વ્યાકુળ થયેલા ઘણા મનુષ્યો તે મરણ પામે છે, અને કંઈક શેષ રહ્યા હોય છે તે તેઓ વૈતાઢયપર્વતની દક્ષિણદિશાએ ગંગાનદી તથા સિંધુ નદીને કાંઠે નવ નવ બિલ (મોટી ગુફાઓ સરખાં) છે તેમાં રહે છે. એ પ્રમાણે દક્ષિણભરતાર્ધના મનુષ્યો એ ૩૬ બિલમાં રહે છે, અને ઉત્તરભારતના મનુષ્ય વૈતાઢયપર્વતની ઉત્તરમાં વહેતી ગંગા સિંધુના કાંઠા ઉપરનાં ૩૬ બિલમાં રહે છે, જેથી એ ૭૨ બિલમાં ભરતક્ષેત્રના મનુષ્ય રહે છે, અને એ જ રીતે એરવતક્ષેત્રના મનુષ્ય રતા રક્તવતી નદીના કાંઠા ઉપરનાં ૭ર બિલમાં રહે છે.
ગાયામાં વેચાતુમાં આદિ શબ્દ હેવાથી બિલમાં તેમજ નદી કિનારે તેવા પ્રકારનાં રહેવા યોગ્ય બિલ સરખાં બીજા સ્થાનમાં ઈત્યાદિ યથાસંભવ વિચારવું. અહિં બિલ તે નદીઓની ભેખડોમાં ગુફાઓ સરખાં પોકળ સ્થાનો એવો અર્થ જાણો, પરંતુ એ બિલ એટલે તાઢ પર્વતમાંની ગુફા ન જાણવી, કારણ કે વૈતાઢ્યની પાસે વનખંડ અને શાશ્વત્વેદિક હોવાથી તાત્યગુફામાં રહેવાનું હોય નહિં,