________________
અવસર્પિણીના પાંચમા આરાનું સ્વરૂપે. વિસ્તરાર્થ –પાંચમે દુષમ નામને આરે ૨૧૦૦૦ વર્ષ પ્રમાણન છે, તેમાં મનુષ્ય જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગના અને ઉત્કૃષ્ટથી સાત હાથના શરીરવાળા હોય છે, તથા જઘન્યઆયુષ્ય અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું હોય છે.
પાંચમા આરાના અને ધર્મ વગેરેને અન્ત આ આરાના મનુષ્યો યથાયોગ્ય ચાર ગતિમાં ઉત્પન્ન થનારા હોય છે, યાવતું ચેથા આરાના જન્મેલા આ આરામાં મોક્ષમાં પણ જઈ શકે છે. તથા આ આરાને પર્યત ભાગે જિનધર્મ—ગણ–અન્ય દર્શનના ધર્મ—રાજ્યનીતિ–બાદર અગ્નિ–રાંધવું વિગેરે પાક વ્યવહાર–ચારિત્રધર્મા–એ સર્વ વિચ્છેદ પામશે. કદાચિત્ કઈકને સમ્યક્ત્વધર્મ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
सुअ सूरि संघ धम्मा, पुव्वन्हे छिज्जही अगणि सायं ।
निवविमलवाहणो सुहममति तद्धम्म मज्ज्ञन्हे ॥ १ ॥ પાંચમા આરાના પર્યતે શ્રતધર્મ આચાર્ય–સંઘ-અને જિનધર્મને પૂર્વોત્તે (પહેલા પ્રહરે) વિચ્છેદ થશે, બાદર અગ્નિ સંધ્યાકાળે વિચ્છેદ પામશે, વિમલવાહન રાજા, સુધર્મમંત્રી, અને તેને રાજધર્મ મધ્યાહુકાળે વિચ્છેદ પામશે. એ પ્રમાણે પ્રાયઃ સર્વ અવસર્પિણીઓના પાંચમા આરામાં સરખું જ જાણવું.
વિશેષમાં આ અવસર્પિણીના પાંચમા આરાના અંતે શ્રી દુષ્ણસહસૂરિ નામના આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા થશે, એજ ચતુર્વિધ સંઘને કાળધર્મ થતાં પહેલા પ્રહરે સંઘને વિચ્છેદ થશે. શ્રી દુઃપસહસૂરિના કાળધર્મથી ચારિત્રધર્મને પણ પહેલા પ્રહરે વિચ્છેદ થશે. ઇત્યાદિ. મવરળ –એ પ્રમાણે ધર્માદિકને અન્ત થયા બાદ શું થશે તે કહે છે –
खारग्गिविसाईहि, हा हा भूआकयाइ पुहवीए ।
खगबीय वियड्रइसु, णराइबीयं बिलाईसु ॥ १०३॥ * એ આયુષ્ય બાહુલ્યતાએ જાણવું જેથી કંઈક અધિક હોય તે પણ વિસંવાદ નહિ.
* અહિં પર્યન્ત એટલે કર્યો વિચ્છેદ કેટલા દિવસાદિ બાકી રહ્ય થશે તેને નિયતકાળ કહ્યો નથી, માત્ર પાચમા આરાના છેલ્લા ત્રીજા ભાગરૂપે ૭૦૦૦ વર્ષ પૂર્ણ થયે કહ્યું છે, તે ઉપરથી પાંચમા આરાના છેલ્લા દિવસે સંભવે, અને શ્રીવીરપ્રભુનું ૨૧૦૦૦ વર્ષનું શાસન કહ્યું છે એ હેતુ વિચારતાં ૩ વર્ષ ૧૭ પક્ષ પહેલાં શાસન વિચ્છેદ થાય, માટે નિશ્ચિતકાળ શ્રી બહુશ્રુતગમ્ય. અપેક્ષાથી બંને રીતે માનતાં પણ કાઈ વિસંવાદ નથી. પુનઃ જે છેલ્લા દિવસે માનીએ તો આગળ કહેવાતી ૧૦૩મી ગાથામાં કહેવાતા ક્ષારવૃછયાદિ ભાવોને પણ ૧૦૦ વર્ષને શેષ કાળ પાંચમા આરામાં હોવો જોઈએ એમ કહ્યું છે ઇત્યાદિ યથાસંભવ વિચારવું.