________________
ડાગા પ્રમુખ નદીઓનું વર્ણન
મેથી, પરંતુ જિહિકા બે ગાઉ લાંબી હોવાથી પર્વતથી કંઈક દૂર રહીને પડે છે, જેથી પર્વત ભીંજાતે નથી. તથા એ ધોધ જે કુંડામાં પડે છે તે કુંડાનાં તળીયાં વજારમય છે કે ૪૯ ૫૦ અવતાર –હવે આ ગાંથામાં તે જિહિકાઓનું પ્રમાણ-માપ કહે છે—
दहदारवित्थराओ वित्थरपन्नास भागजड्डाओ। जडत्ताओ चउगुण-दीहाओ सव्वजि भीओ ॥५१॥
શબ્દાર્થ – સુગમ છે-ગાથાર્થને અનુસાર
Tયાર્થ-દ્રહદ્વારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારથી પચીસમા ભાગે જાડી, અને જાડાઈથી ચારગુણી દીધું–લાંબી એવી સર્વે જિહિકાઓ છે. આ ૫૧ છે
વિસ્તરાર્થ-નદીઓના ધોધ જે જિહિકાઓમાં થઈને પડે છે તે જિહિકાઓનું પ્રમાણ અહિં કહેવાય છે.
છે જિહિકાઓનું પ્રમાણ છે જિહિકાઓ દરેક પ્રહદ્વારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારના પચાસમાં ભાગે જાડી અને જાડાઈથી ચારગુણી લાંબી છે, જેથી
બહારની ૪ જિહિકાઓ– જન વિસ્તારવાળી, ગા ગાઉ જાડી, અને ૨ ગાઉ લાંબી છે.
મધ્યની જ જિહિકાઓ-૧રા જન વિસ્તારવાળી, ૧ ગાઉ જાડી, અને ૪ ગાઉ લાંબી છે.
અભ્યન્તરની ૪ જિહિકા–૨૫ જન વિસ્તારવાળી, ૨ ગાઉ જાડી, ૨ જન લાંબી. ( 6 ) સીતા સતેદાની જિહિક–૫૦ જન વિસ્તૃત, ૪ ગાઉ જાડી, અયોજન લાંબી.
અહિં જાડી એટલે ઉંચી જાણવી [ પરન્તુ જિહિકાની ઠીકરીની જાડાઈ સ્પષ્ટ કહી નથી,] જેથી પાણીની ઉંડાઈ જેટલી જિહિકા ઉંચી છે, અને પાણીના પ્રવાહ
૧ શાસ્ત્રમાં ઘટમુખપ્રવૃત્તિરૂપે ધોધ પડવો કહ્યો છે, એટલે ઘડામાંથી નિકળતું જળ જેવો અવાજ કરે છે તેવાજ અવાજે નદીઓના ધોધ પડે છે, એમ કહ્યું છે. માટે ઉપલક્ષણથી ઘડામાંથી જળ નીકળતાં ઘડો ભીંજાતો નથી તેમ પર્વત પણ ભીંજાતા નથી.
૨ ઠીકરીની જાડાઈ પણ એટલીજ હેવી ઘટી શકે છે. વળી એ જિહિકા ઉપરના ભાગમાં ખુલ્લી સમજાય છે, કારણકે ૬ યોજનાદિ પહોળાઈ પ્રમાણે ઉપરનો ભાગ જે આચ્છાદિત હોય તે ઉંચાઈ ઘણી વધી જાય, માટે ઉપરથી ખુલી સમજાય છે.