________________
સાત મહાક્ષેત્રોનું સનરૂપ
થાર્થ –પચાસ યોજન બાદ કરેલા એવા બાહ્યક્ષેત્રને અર્ધ કરતાં બસો આડત્રીસ રોજન અને ત્રણ કળા [૨૩૮. ૩૪.] આવે, એજ ચારે ખંડન [ ચાર અર્ધક્ષેત્રનો] દરેકને વિસ્તાર જાણ. . ૩૩ છે
વિસ્તરઃ—જબૂદ્વીપનાં સર્વબાહ્ય ક્ષેત્ર [એટલે જંબુદ્વીપના છેડે પર્યન્ત ભાગે રહેલાં ક્ષેત્ર] જે ભારત અને અરવત ક્ષેત્ર તે દરેકના અતિમધ્યભાગે પૂર્વ પશ્ચિમ સમુદ્રસુધી અનેક યોજન લાંબા અને ઉત્તરદક્ષિણ પચાસ યોજન પહોળો એ એકેક વૈતાઢ્ય પર્વને આડે પડેલો છે, અને તેથી ભરતક્ષેત્રનો એક વિભાગ. દક્ષિણસમુદ્ર તરફને તે દક્ષિણ અર્ધ અને બીજો વિભાગ મેરૂ તરફનો અથવા લઘુહિમવંત પર્વત તરફનો તે ઉત્તર અધે, એમ બે વિભાગ થયા છે. એ પ્રમાણે અરાવતક્ષેત્રમાં પણ વચ્ચે દીર્ઘવૈતાઢયપર્વત હેવાથી એક ઉત્તરાર્ધ અને બીજે દક્ષિણાર્ધ એમ બે વિભાગ પડ્યા છે. પરંતુ અહિં વિશેષ એ છે કે સમુદ્ર પાસેનો અર્ધભાગ તે ઉત્તરાર્ધ અને શિખરી પર્વત પાસેને અર્ધભાગ તે હક્ષિણાર્ન ગણાય છે. એ પ્રમાણે બે ક્ષેત્રનાં મળીને ચાર અર્ધભાગનું પ્રમાણ એટલે પહોળાઈ અહિં કહેવાની છે. તે આ પ્રમાણે – - ભરતક્ષેત્ર પર જન ૬ કળા છે, તેમાંથી ૫૦ એજન શૈતાઢયની પહોળાઈના બાદ કરીએ તે ૪૭૬ જન ૬ કળા ભૂમિ રહી, તેના બે ભાગ કરતાં એકેક ભાગ ૨૩૮ જન ૩ કળા આવે, માટે ભરતક્ષેત્રને દક્ષિણાર્ધ ભાગ ૨૩૮ જન ૩ કળા છે, તેમજ ઉત્તરાર્ધ ભાગ પણ તેટલે જ છે, તેવી રીતે અરાવતક્ષેત્રના દક્ષિણાર્ધનું અને ઉત્તરાર્ધનું વિષ્કભ પ્રમાણ પણ ૨૩૮ જન ૩ કળા જાણવું. અને લંબાઈ તે અનેક જન પ્રમાણ જાણવી.
[વર્તમાન સમયમાં જે યુરોપખંડ એશિખંડ વિગેરે સર્વ ભૂમિ શોધાયેલી છે, તે સર્વ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં જ આવેલી જાણવી. વળી શેધાયેલી સર્વ ભૂમિ પણ સંપૂર્ણ દક્ષિણાર્ધ જેટલી નથી. પરંતુ ચારે દિશાએ કંઈક કંઈક ભાગ હજી નહિં શોધાયલે બાકી રહ્યો છે. ] છે ૩૩ છે
નવતર –પૂર્વે કહેલા છ વર્ષધર પર્વત ઉપર છ મોટા દ્રહ અથવા સરોવર છે, તે સરોવની ઊંડાઈ ઊંચાઈ વિગેરેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે –
૧. ક્ષેત્રદિશાની અપેક્ષાએ શાસ્ત્રકર્તા એ પ્રમાણે ગણે છે, પરંતુ સૂર્યદિશાની અપેક્ષાએ પુનઃ ત્યાં પણ સમુદ્ર પાસેને દક્ષિણાર્ધ અને શિખરી તરફ ઉત્તરાર્ધ ગણાય.
૨. આ વક્તવ્ય-વર્તમાનશાસ્ત્રી સર્વ વચનાનુસારી છે એવી સમ્યફ પ્રતીતિવાળા જીવોને માટે ઉપયોગી છે, પરંતુ વર્તમાનશાસ્ત્રાને સર્વજ્ઞવચનાનુસારી દેવામાં સંદિગ્ધ અને ડામાડોળ ચિત્તવાળાને માટે નથી. કારણ કે વર્તમાન સમયની ભૂગોળ અને આ ચાલુ શાસ્ત્રીય ભૂગોળ સાક્ષાત જુદી સરખી દેખાય છે, પરંતુ શાસ્ત્રીય ભૂગોળને શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારતાં વર્તમાન સમયની ભૂગોળથી બહુ વિરોધી નહિં દેખાય વળી કઈ દ્રષ્ટિએ શાસ્ત્રીય ભૂગોળ અવિસંવાદી છે તે દ્રષ્ટિ લખવાથી કંઈ સરે નહિ, માટે પ્રથમ અભ્યાસ કર્યા બાદ તે સમજી શકાય તેવી છે. :