________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૨૪
[શાસ્ત્રી વિધાનનું લક્ષ્ય યતના] ઉત્તરપક્ષ –ચાવ પ્રાપ્ત તાવદ્વિધેયમ' એ ન્યાય છે. અર્થાત્ જેટલું અન્યથી અપ્રાપ્ત હોય તેટલું જ અધિકૃત વિધાનથી વિહિત થાય છે. જેમકે ગૃહસ્થને ઉચિત ઘરનું વિધાન છે એમાં ગૃહસ્થ છે એટલે કે ઈ વિધાન ન હોય તો પણ એ ઘર તે રાખવાનો જ છે. તેથી વિધાન વિના પણ ગૃહ ધારણ તે પ્રાપ્ત જ છે, અપ્રાપ્ત નથી. તેથી એ શાસ્ત્રના વિધાનથી ઘર રાખવાનું વિધાન નથી પણ ઘરમાં ઔચિત્યનું જ વિધાન છે કારણ કે એ વિધાન વિના, “ઘર હોવા છતાં એ ઉચિત જ રાખવું જોઈએ” એ વાત અપ્રાપ્ત છે. એ જ રીતે શાસ્ત્રમાં પણ જે આહારાદિનું વિધાન છે એનાથી આહારાદિ વિહિત થતા નથી કિન્તુ એ આહારાદિ ગ્રહણ કરવામાં રાખવાની જયણું જ વિહિત છે કારણ કે ચારિત્ર ગ્રહણ કર્યા પછી સંયમપાલન કરવું છે તેથી “દેહને તરત જ અવશ્ય ત્યાગ કરવાનો છે એવું તે છે જ નહિ તેથી સંયમપાલન માટે : દેહ પાલન અને તે માટે આહાર કરવાનું તે અર્થપત્તિથી જ આક્ષિપ્ત=પ્રાપ્ત છે, કદાચ શાસ્ત્રમાં આહાર અંગેનો કોઈ ઉલેખ જ ન હોત તો પણ સંયમપાલન માટે સાધુઓ તેનું ગ્રહણ કરવાના જ હતા તેથી શાસ્ત્રમાં જ્યાં આહાર અંગેનું વિધાન છે એનાથી પણ આહારગ્રહણ વિહિત થતું નથી કિન્તુ એ આહાર ગ્રહણમાં કેવી કેવી જાણું રાખવી કે જેથી સંયમપાલન થાય તે જ વિહિત થાય છે. તેથી આહાર અંગેના વિધાયક શાસ્ત્રવચને વ્યાપાર પણ યતના કે યતનાને અનુકૂળ જે કાંઈ વિશેષ પ્રવૃત્તિ હોય તેના નિયમનમાં જ વિશ્રા થઈ જાય છે. અર્થાત્ તેનું વિધાન કરીને જ એ વચન ચરિતાર્થ થઈ જાય છે, અને આગળ આહારાદિનું વિધાન કરતાં નથી તેથી શાસ્ત્રથી તે યતના જ વિહિત છે. એવી યતનામાં પ્રવૃત્ત થનારને એટલે કે યતનાથી આહારાદિમાં પ્રવૃત્ત થનારને કંઈ મૂછલેશને પણ સંભવ હોતો નથી જ...
નિદી ઊતરવાની અનુજ્ઞાનું રહસ્ય]. વળી અપ્રાપ્તનું જ વિધાન હોય છે એવા ન્યાયને અનુસરવાથી જ-નદી ઊતરવામાં , અવશ્ય જૈવવિરાધના થાય છે તેથી કેવલીઓએ સાધુને નદી ઊતરવાની જે અનુજ્ઞા આપી છે તેમાં જીવવિરાધનાની પણ અનુજ્ઞા આપેલી ગણાશે–આવો મૂર્ખાઓને પ્રલાપ નિરસ્ત જાણો, કારણ કે નદી ઊતરવામાં જે જયણા રાખવાની છે તેમાં જ કેવલીઓની અનુજ્ઞા ચરિતાર્થ થઈ જાય છે. નદી ઊતરવાથી થનારી જીવવિરાધના તે અનાગપ્રયુક્ત અશક્ય પરિહારથી પ્રાપ્ત જ છે. અર્થાત્ અનિયતવાસાદિરૂપ પ્રજનની હાજરીમાં એ પ્રયોજનની પૂર્ણતા બીજી કઈ રીતે શક્ય ન હોતે જીતે સાધુઓને નદી ઊતર્યા વિના છૂટકે જ ન હતું. એમાં પણ નદીના કેઈ ભાગમાં પાણી અચિત્ત પણ હોય તે ત્યાંથી ઊતરવામાં જીવવિરાધનાથી બચી શકાય છે. પણ છવસ્થ