________________
ધર્મપ્રકરણની અમાધકતાના વિચાર
www
ઉત્તરપક્ષ :–(અહી. ગ્રન્થમાં અસિદ્ધભ્યાપ્તિકત્વાત્ એવુ પદ મળે છે પણ એ યુક્ત લાગતું નથી કારણ કે જે પધાયક હેાય તે સ્વરૂપયેાગ્ય હાય જ છે' તેથી અસિદ્ધવ્યાપ્તિકવ દોષ આપી શકાતા નથી. તેથી અસિદ્ધાત્' પદ્મ યુક્ત સમજીને આ અથ લખેલ છે—)
----
આ રીતે મૂર્છાહેતુત્વના બે જુદા જુદા અર્થ કરીને પણ તમારું અનુમાન . નિર્દોષ બની શકતું નથી કારણ કે વાદિ, સાધુઓને મૂર્છાત્મક ફળનું ઉપધાન કરે છે ( અર્થાત્ મૂર્છા કરાવે છે ) એ વાત અસિદ્ધ હાવાથી હેતુ અસિદ્ધ છે (અહી' જો અસિદ્ધવ્યાપ્તિકાત્’પદ્મ જ રાખવુ હાય તે મૂર્છાહેતુત્વના બે અને અરસપરસ બદલી નાખવા. તેથી પૂર્વ પક્ષીનુ' અનુમાન એવું થશે કે વસ્ત્રાદિ, મૂર્છાત્મકફળનુ` ઉપધાયક છે કારણ કે મૂર્છાત્મક ફળની ઉત્પત્તિ માટે સ્વરૂપયેાગ્ય છે’ આવા અનુમાનમાં હેતુ અસિદ્ધવ્યાપ્તિક છે એવા દોષ આપી શકાય છે, કારણ કે જે સ્વરૂપ ચેાગ્ય હાય તે ફળાપધાયક બને જ એવી વ્યાપ્તિ સિદ્ધ નથી.)
પૂર્વ પક્ષ :–અમારા અનુમાનમાં ગ્રન્થત્વ=ગ્રન્થવ્યવહારવિષયત્વ સાધ્ય છે તેથી અનુમાન—વસ્રાદિ ગ્રન્થવ્યવહારના વિષયભૂત છે કારણ કે મૂર્છાહેતુ છે' આવુ થવાથી કોઈ આપત્તિ નથી.
ઉત્તરપક્ષ :-વસ્ત્રાદિમાં ગ્રન્થ તરીકેના જે વ્યવહાર તમારે સિદ્ધ કરવા છે તે લૌકિક છે કે અલૌકિક (લેાકેાત્તર)? જે લૌકિક હાય તેા હેતુ અનૈકાન્તિક છે કારણ કે તૃણાદિ પણ મૂર્ચ્છના હેતુ છે પણ તેઓને વિશે ગ્રન્થ તરીકેના વ્યવહાર થતા નથી. જો અલૌકિક હાય તા ખાધ દોષ આવશે કારણ લેાકેાત્તર શાસનને પામેલા અમે કંઇ વાદિ વિશે ‘ગ્રન્થ’ તરીકેના વ્યવહાર કરતાં નથી.
પૂર્વ પક્ષ :–ગ્રન્થવ ભયહેતુત્વરૂપ લઈશું અને તેથી અનુમાન—વાદિ ભયહેતુ છે કારણ કે મૂńહેતુ છે.' એવુ થશે.
ઉત્તરપક્ષ :–તા તમારા હેતુ અપ્રયેાજક બનશે. અન્વયવ્યભિચારની શ‘કાનુ નિરાકરણ કરી શકે એવા તર્ક જે હેતુ માટે હાજર ન હેાય તે હેતુ અપ્રયાજક કહેવાય છે. તમારા હેતુ પણ એવા જ છે અર્થાત્ જો કયાંક વૃદ્ધિમાં મૂર્છાહેતુત્વ હાય અને ભયહેતુત્વ ન પણ હાય તા શું વાંધા ? આવી શંકા દૂર કરનાર કેાઈ તર્ક તમારી પાસે છે નહિ (દંતશેાધનિકાદ્વિરૂપ તુચ્છ વસ્તુમાં પણ મૂર્છા હૈાવી દેખાય છે તેથી એ વસ્તુ મૂર્છાહેતુ બને છે પણ તેથી એ ભયઙેતુ પણ હોય જ એવા નિયમ સિદ્ધ કરનાર કેાઈ તર્ક નથી. એ દતશેાધનિકાદિ કોઇ લૂટી જશે અને એ માટે સામના કરીશ તા મને મારશે આવા પ્રકારને ભય ન હેાય એવું પણ સ‘ભવિત છે.)