________________
રાગ-દ્વેષ પ્રશસ્તતા વિચાર
ચારિત્રને કલંક લગાડનાર કે ભાંગનાર ન બન્યો કારણ કે પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત ઠેષ પણ તેવા પ્રકારના ચારિત્ર પરિણામ (સરાગચારિત્ર) પ્રત્યે પ્રતિબંધક નથી.
દ્વેિષને ઉપકાર કઈ રીતે લેવાની શંકાને ઉત્તર] પૂર્વપક્ષ: જપાકુસુમાત્મક ઉપાધિથી ઉપરક્ત=કંઈક લાલ થએલો સ્ફટિક કંઈકે સુંદર દેખાય છે કિન્તુ તમાલવૃક્ષના ફૂલરૂપ ઉપાધિથી ઉપરક્ત એ સુંદર દેખાવાના બદલે મલિન જ જણાય છે. કારણ કે એ ફૂલ શ્યામવર્ણનું હોય છે. અર્થાત્ તમાલ વૃક્ષનું પુષ્પ શ્યામ (=વિરુદ્ધ વર્ણવાળું) હોવાથી સ્ફટિકને સુંદરતા વધારવા રૂપ ઉપકાર કરી શક્યું નથી. એ જ રીતે પ્રશસ્તરાગથી ઉપરક્ત એવા આત્માના સ્વભાવ રૂ૫ સરાગચારિત્રને તેનાથી વિરુદ્ધ સ્વભાવવાળે ઠેષ ઉપકાર શી રીતે કરી શકે? અપકાર જ શા માટે ન કરે?
ઉત્તરપક્ષઃ રાગ પણ તે ચારિત્રને શી રીતે ઉપકાર કરે છે ?
પૂર્વપક્ષઃ પ્રશસ્ત ઉદ્દેશથી થએલ રાગમાંથી પોતાનું અપ્રશસ્તપણું દૂર થયું હાઈ તે સરાગ ચારિત્રને ઉપકાર કરે છે.
| ઉત્તરપક્ષ : એ જ રીતે પ્રશસ્ત શ્રેષમાંથી પણ પોતાનું અપ્રશસ્તપણું દૂર થયું હોઈ તેનાથી પણ ચારિત્રને ઉપકાર થાય છે. અર્થાત્ એવા ષથી પણ ચારિત્રની વિશુદ્ધિ વધે છે. આમ જે દ્વેષ વિશુદ્ધિનું કારણ બને તે પ્રશસ્ત અને જે સંકલેશનું કારણ બને તે અપ્રશસ્ત જાણવો. ઢષના વિધ્ય પ્રતિપાદનથી જ પૂર્વપક્ષીનું–જીવના તેવા તેવા પરિણામથી કર્મબંધ થાય છે અને આ પરિણામ રાગ, દ્વેષ કે મેહથી યુક્ત હોય છે. એમાંથી મોહ અને પ્રદ્વૈષ યુક્ત પરિણામ અશુભ જ હોય છે અને અન્ય (=રાગ)યુક્ત પરિણામ શુભ પણ હેઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે.”— આવું કથન પણ વ્યાહત જાણવું.
પૂર્વપક્ષ : અરિહંતાદિ વિશેનો રાગ પ્રશસ્ત હોવાથી જેમ સર્વદા સંમત છે એમ સુમંગલ સાધુએ જે દ્વેષ કર્યો એ ઠેષ પણ જે પ્રશસ્ત હોય તો સર્વદા સંમત માનવો પડશે.
ઉત્તરપક્ષ : આવા પ્રકારનો ઠેષ પુષ્ટ કારણ હાજર થએ છતે જ પ્રશસ્ત બને છે. તેથી એવા કારણની ગેરહાજરીમાં તે ષ પ્રશસ્ત રહેતું ન હોવાથી ચારિત્રને પણ અનુકૂલ ન બનવાના કારણે અમને સંમત નથી. તેથી તેવા પ્રકારને કારણિક દ્વેષ તે કારણની ઉપસ્થિતિમાં જ સંમત છે, સાર્વદિક નહિ.
પૂર્વપક્ષ : સાધુ વગેરેને હેરાનગતિ વગેરે રૂ૫ ઉપસ્થિત થએલ કારણને દૂર કરવું એ કામ ગૃહસ્થનું જ હોવાથી એ કારણ પર છેષ કરવાનો અધિકાર પણ તેઓને